હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. ૨૯ એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે રાજ્યપાલશ્રીના હસ્તે ૯૦ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી અપાશે. કુલપતિ ડૉ. ભરતભાઇ બી. રામાનુજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી.
Read MoreMonth: April 2025
અમદાવાદ જિલ્લામાં બાગાયતી ખેતીનો અવિરત વિકાસ
હિન્દ ન્યુઝ, અમદાવાદ આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતદાર ખેડૂતો મેળવે છે ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ જિલ્લાના ૩૫ હજારથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે કરી અરજી અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આઈ ખેડૂત પોર્ટલ થકી વિવિધ બાગાયતી યોજનાઓમાં ખેડૂતોને ₹૨૨.૯૧ કરોડની સહાય ચૂકવાઇ બાગાયત સહિત કૃષિ અને પશુપાલન વિભાગની સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ બન્યું ખેડૂતોનું સાથી :- જયદેવ પરમાર, નાયબ બાગાયત નિયામક(ઈ.ચા.)
Read Moreઅમદાવાદના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત, અમિતભાઈ શાહ, તેમના પોતાના શબ્દોમાં જણાવી રહ્યા છે ફાલસાની ખેતી અને તેના મૂલ્યવર્ધન દ્વારા મેળવેલી અદભુત સફળતાની ગાથા
હિન્દ ન્યુઝ, અમદાવાદ જાણો સફળ ખેડૂત અમિતભાઈ શાહને! જાણો કેવી રીતે તેમણે ફાલસાનો પલ્પ બનાવી, યોગ્ય પ્રોસેસિંગ અને બ્રાન્ડિંગ થકી માત્ર એક મહિનાની સીઝનમાં લાખો રૂપિયાનો નફો મેળવ્યો! તેમની આ સફર અને અનુભવ અન્ય ખેડૂત મિત્રો માટે ચોક્કસ પ્રેરણાદાયક બની રહેશે. અમદાવાદના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી અમિતભાઈ શાહે સાબિત કરી દીધું છે કે ખેતીમાં મૂલ્યવર્ધન દ્વારા કેવી રીતે બમ્પર કમાણી કરી શકાય છે! તેઓ ફાલસાની ખેતી તો કરે જ છે, પરંતુ તેમણે બાગાયત ખાતાની સહાયથી પ્રોસેસિંગ યુનિટ સ્થાપી ફાલસાનો પલ્પ બનાવવાનું શરૂ કર્યું છે. જ્યાં બજારમાં ફાલસા ₹૧૫૦/કિલો વેચાય…
Read Moreઅમદાવાદ માટે ગૌરવની ક્ષણ!
હિન્દ ન્યુઝ, અમદાવાદ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં અમદાવાદની શાન એવી આપણી સાયન્સ સિટીનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો! તેમણે જણાવ્યું કે કેવી રીતે સાયન્સ સિટી જેવી સંસ્થાઓ યુવાનોમાં વિજ્ઞાન અને નવીનતા પ્રત્યે ઉત્સાહ જગાવી રહી છે અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરી રહી છે. 🔭🔬 સાયન્સ સિટી ખરેખર અદભુત છે! ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરી 🐠, અદ્યતન રોબોટિક્સ ગેલેરી 🤖, વિશાળ નેચર પાર્ક 🌳 અને રોમાંચક IMAX 3D થિયેટર સહિત અહીં ઘણું બધું છે. સાથે જ, IIT ગાંધીનગર અને માઈક્રોન જેવી સંસ્થાઓના…
Read Moreભુજ તાલુકામાં વિવિધ દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવતું જિલ્લા વહીવટીતંત્ર
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનીલ જાદવના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર અને ભુજ તાલુકાના લુડીયા ખાતે વિવિધ દબાણો તોડીને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી. ભુજ તાલુકાના લુડિયા ખાતે સરકારી જમીન ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ અંતર્ગત ટ્રા.સ.ન. ૬૩ પૈકીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મામલતદાર એ.એન.શર્મા અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા લુડિયામાં ૨ શખ્સો દ્વારા ગેરકાયદેસર ઊભા કરવામાં આવતા કોમર્શિયલ પ્રકારના દબાણો તોડીને અંદાજિત રૂ. ૦૯ લાખની ૧૦,૦૦૦ ચો.મી સરકારી જમીનને ખુલ્લી કરાઈ હતી. જ્યારે ભુજમાં શહેર મામલતદાર ડી.કે.રાજપાલની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રની ટીમ…
Read Moreલખપત તાલુકાના વિવિધ ગામોમાં સરકારી જમીનો પરના ખેતી વિષયક દબાણો દૂર કરતું વહીવટીતંત્ર
હિન્દ ન્યુઝ, ભુજ, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથારના માર્ગદર્શન હેઠળ લખપત મામલતદાર એસ.એ.ડોડીયા સહિત તાલુકા વહીવટીતંત્રના સ્ટાફ દ્વારા સરકારી પડતર જમીન ઉપરના વિવિધ ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં વહીવટીતંત્ર દ્વારા મોટી વિરાણી ગામમાં ત્રણ, માતાના મઢમાં બે, દયાપરમાં બે, રાવેશ્વર ગામમાં એક, બરંદા ગામમાં બે, તહેરા ગુહર મોટીમાં બે એમ કુલ ૧૨ દબાણો દૂર કર્યા હતા. આ તમામ દબાણો ગેરકાયદેસર રીતે ખેતી વિષયક હોય અને સરકારી પડતર જમીનને ખાલી કરાવવી જરૂરી હોય તે બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.…
Read Moreસ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ૧૦ શહેરો માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ, જિલ્લા વહીવટીતંત્રના ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર(CEEW)ના સહયોગથી હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ અને અધિકારીઓ, કર્મચારીઓ માટે કેપેસિટી બિલ્ડીંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર(CEEW) દ્વારા રાજ્યના ૧૦ શહેરો જેવા કે, ભુજ, સુરત, વલસાડ, નવસારી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, ઈડર, પાટણ, પાલનપુર માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લાનમાં જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ, હેલ્થ વિષયક તૈયારીઓ, સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ, હીટવેવ…
Read Moreખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા તા. ૩૧ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. યોજના હેઠળના વિવિધ ઘટકની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ને તા.૨૪ એપ્રિલ થી તા.૩૧ મે સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદરોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા આઈ- ખેડૂત પર નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ અરજીમા જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની…
Read Moreસોમવારે તળાજા ITI ખાતે ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય દ્વારા તા.28 એપ્રિલ,2025ને સોમવારના રોજ સવારે 11:00 કલાકે આઇ. ટી.આઈ,તળાજા ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઇ.ટી.આઇ., સ્નાતક તેમજ ધો.05 પાસ થી 10 પાસ, 12 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રનાં અંદાજિત 04 એકમ (કંપની)માં બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, Ring frame Piercer, સેલ્સ એક્સિક્યુટિવ, બીમા સખી & RCA વગેરે જગ્યાઓ ભરવાની છે. નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત…
Read Moreએગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે. સરકારની દરેક સહાય યોજનાઓનો લાભ લેવા, ભવિષ્યમાં ખેડૂત તરીકેના પુરાવા માટે પણ આ ઓળખકાર્ડ ફરજિયાત જરૂરી છે. ભવિષ્યમાં ટેકાના ભાવે વિવિધ કૃષિ જણસો પણ લઘુત્તમ ટેકાના ભાવે ભરાવવા, ખેડૂતોની જમીનમાં વાવેલા પાકોની ડીજીટલ નોંધણી (ડીજીટલ ક્રોપ સર્વે) કરાવવા માટે, કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા, ભવિષ્યમાં કોઈ કુદરતી હોનારતોથી થતાં પાક નુકશાનીનું વળતર ચૂકવવાનું થશે તો પણ ખેડૂત ઓળખકાર્ડ…
Read More