હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ શોધી શકવા માટે ગુનામાં વપરાયેલ અથવા ખોવાઇ ગયેલા મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે તેમને કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. પ્રસ્તુત બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના…
Read MoreMonth: December 2024
સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ- જાહેરનામું જારી કરાયું
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડના ઉપયોગનું ધ્યાનમાં આવતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે હેતુથી સીમકાર્ડના ખરીદ તથા વેચાણ ઉપર કાયદાકીય નિયંત્રણ લાધ્યું છે. જાહેરનામા મુજબ કચ્છ જિલ્લામાં મોબાઇલ ફોન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ, ડીસ્ટ્રીબ્યુટરો, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ, સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે તંત્રે સૂચવ્યા મુજબનું પાલન કરવાનું રહેશે. જેમાં વેપારીઓએ સીમકાર્ડના નંબરોનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. જેમાં એરિયા તેમજ જે તે નંબર જે વ્યક્તિને વેચવામાં આવ્યો…
Read Moreજિલ્લામાં ત્રાસવાદી અને અસામાજિક પ્રવૃતિ રોકવા હોટેલ માલિકોએ તકેદારીનાં પગલાંનો અમલ કરવા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા અને સલામતી માટે ભયજનક તત્વોને પકડવા કે તેમને લગતી માહિતી મેળવવા માટે તેમની હેરફેર અંગે સચોટ માહિતી પ્રાપ્ત થઇ શકે તે માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલીએ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ હોટલ, ગેસ્ટહાઉસ અને લોજ માલિકો માટે એક જાહેરનામું બહાર પાડી તકેદારીનાં પગલાંઓનો ચૂસ્તપણે અમલ કરવા જણાવ્યું છે. હોટલ, ગેસ્ટહાઉસ કે લોજમાં રહેવા આવનાર તમામ મુસાફરના સ્વહસ્તાક્ષરમાં નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ…
Read Moreબોર કુવા/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોરવેલ/ટયૂબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્સીએ બોર વેલ/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સત્તામંડળ તથા સ્થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલા જાણ કરવાની રહેશે. તમામ સરકારી, અર્ધ સકારી, પ્રાઇવેટ ડ્રીલીંગ એજન્સીએ સ્થાનિક સતામંડળ પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બોર વેલ/ ટયૂબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે એજન્સીની વિગતો સાથે સલામતી સૂચક સાઇનબોર્ડ લગાવવાનું રહેશે. બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે ડ્રીલીંગ…
Read Moreબેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્સ્ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્ટરો અને જવેલર્સ સહિતની જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે – જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ જારી કરાયો
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં આવેલ બેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્સ્ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્ટરો અને જવેલર્સની દુકાનો વિગેરેમાં રોજબરોજ નાણાંની લેવડદેવડ થતી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં કોઇ સિકયોરીટી ગાર્ડસ રાખતા નથી. આવા સંજોગોમાં ભવિષ્યમાં આવા બેંક લૂંટ કે અન્ય કોઇ બનાવો ન બને અને બને તો તે અંગે તમામ ઇસમોની હરકત જાણી શકાય માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ રાષ્ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંકો, પેટ્રોલપંપ, જવેલર્સની દુકાનો, શોપીંગ સેન્ટર, હોટલ, ટોલનાકા તેમજ…
Read Moreસૈન્યના વસ્ત્રો કે અન્ય ચીજવસ્તુઓના બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં વિવિધ શહેરોમાં/ગામોમાં સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્યતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ તથા ઉપયોગ થતો હોય છે. આવા વસ્ત્રો ધારણ કરી અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી/ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ઉપયોગ થવાનો સંભવ રહે છે. જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૮, ૨૦૪ અને ૨૦૫માં આ બાબતે જોગવાઇ કરવામાં આવેલી છે. આ બાબત સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં ઘણી ગંભીર પ્રકારની હોઇ, બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા અને ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્ય ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત…
Read Moreજિલ્લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં કેબલ ટી.વી.ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વગર પી.જી.વી.સી.એલ.ની વીજ કનેક્શન લાઇન નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલાનો ઉપયોગ કરી પોતાના કેબલો ગેરકાયદેસર લંબાવીને ગ્રાહકોને ટી.વી.કેબલ/ઈન્ટરનેટ કનેકશન આપવામાં આવે છે. આ બાબત જાહેર જનતાના જાન-માલની સલામતી માટે અત્યંત જોખમી છે. ભૂતકાળમાં પણ આ કારણે ઘણા અકસ્માતના બનાવો બનેલા છે. જેમાં માનવ મૃત્યુના બનાવો પણ નોંધાયેલા છે. આમ જાહેર જનતાના જાન-માલની સલામતી માટે પી.જી.વી.સી.એલ. નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પરથી ટીવી/ઈન્ટરનેટના કેબલ દૂર કરવા અત્યંત જરૂરી છે. જિલ્લા…
Read Moreજિલ્લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્તાર સિવાયના વિસ્તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારોમાં રસ્તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્લોટ પર અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવામાં આવતો હોવાનું ધ્યાને આવેલ છે. આ વ્યક્તિઓ દ્વારા એક જગ્યાએ ઢોરો એકત્ર કરી ગ્રાહકોને ઘાસચારો વેચી એકત્ર કરેલો ઢોરોને આપવામાં આવે છે. આ એકત્ર થયેલ ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્યવહારમાં અડચણ ઉભી થાય છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા…
Read Moreકચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્લા બહારના ડ્રાયવરો કિલનરની નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજ્ય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવર, કિલનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જાહેરનામામાં જણાવાયું છે અને આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ દરેક ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના…
Read Moreખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્થળોએ જુદા જુદા ટોલ પ્લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્સી સાથે કરાર કરી ચાર્જ વસૂલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા…
Read More