ડોસવાડાની મોડેલ સ્કુલમાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

વિજ્ઞાનમ ગણિતમ ચૈવ, નેક રૂપેણ સર્વદા હિન્દ ન્યુઝ, તાપી     તાપી જિલ્લાના ડોસવાડાની મોડેલ સ્કુલ ખાતે જિલ્લા કક્ષાના ત્રી-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનનો ઉદ્ઘાટન સમારોહ આજરોજ જાલમસિંહ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર, ડી.આઈ.ઈ.ટી, તાપી, શિક્ષણાધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું હતું.      તાપી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫માં વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વને આંબવા માટે આગળ વધી રહેલા ભાવી બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ વિશિષ્ટ કૃતિઓ રજુ કરી હતી. જિલ્લા કક્ષાના આ પ્રદર્શનમાં તાપીના ૭ તાલુકાઓના કુલ ૭૫ જેટલી ટીમોએ…

Read More

સોનગઢ તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત કરાવી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરાયા

હિન્દ ન્યુઝ, તાપી       રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ તાલુકા કક્ષાએ બે દિવસીય કૃષિ મહોત્સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે યોજાયેલા રવિકૃષિ મહોત્સવ કાર્યક્રમ હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજે અને પ્રાકૃતિક ખેત પદ્દતિથી ખેતી કરતા થાય તેવા ઉદ્દેશ સાથે સોનગઢ તાલુકાના ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને તેમના જ વિસ્તારમાં રહી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના મોડલ ફાર્મની આત્મા પ્રોજેક્ટની ટિમ દ્વારા મુલાકાત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયેલા ખેડૂતોએ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોએ મોડેલ ફાર્મમાં…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નરોડા વોર્ડમાં તૈયાર કરવામાં આવેલ રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્ર’નું લોકાર્પણ

સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ હિન્દ ન્યુઝ, અમદાવાદ પાયાની સુવિધાઓ સાથેનું આ કેન્દ્ર શ્રમિકોના ભોજન અને રિફ્રેશમેન્ટ માટે આગવું સ્થળ બની રહેશે. અમદાવાદમાં અન્ય 10 સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની સરકારની નેમ શ્રમિક સુવિધા કેન્દ્રના સ્થળે અમદાવાદનું 99મું અને રાજ્યનું 291મું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું

Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાનાં દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં આગ લાગી

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર      ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, N.D.R.F., ફાયર, ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતનાં વિભાગો દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરાઈ  ટીમ અને જરૂરી સાધનોની ચકાસણી અર્થે તેમજ સ્થાનિક ગ્રામજનોની સતર્કતા ચકાસવા મોકડ્રીલ યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાનાં દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં જિલ્લા તંત્ર દોડતું થયું હતું. એક વ્યક્તિ ઘાયલ થઈ જતાં ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં હતી. ઘટનાની જાણ થતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડની ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતનાં સંબધિત વિભાગોના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Read More

અન્ડર ૨૦ ફેડરેશન કપ ૨૦૨૨ ની વિજેતા જાડા રિંકલની ખેલ મહાકુંભમાં જોડાવા અપીલ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા     સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની રમતવીર જાડા રિંકલ વોનોદભાઇએ ખેલ મહાકુંભ, રાષ્ટ્રીયકક્ષાએ અન્ડર ૨૦ ફેડરેશન કપ ૨૦૨૨ સહિત વિવિધ સ્તરની દોડની રમતમાં કુલ બે ગોલ્ડ,બે સિલ્વર અને એક બ્રોંજ મેડલ મેળવી માતાપિતા સહિત દેશનું નામ રોશન કર્યુ છે.  જાડા રિંકલ જણાવે છે કે ચોટીલા તાલુકાના ધારઈ ગામની વતની છે. તે પોતાના શાળા અભ્યાસ દરમિયાન ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેલ મહાકુંભમાં વિજેતા થતા ડીએલએસએસ સ્કિમ થકી છેલ્લા ૨૦૧૯ થી સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી રહી છે.…

Read More

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

હિન્દ ન્યુઝ, વલસાડ        ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ મુખ્ય વિષય પર આધારિત વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે શરૂઆત        કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા        જિલ્લા કક્ષાએ પસંદગી પામેલી ૧૨૦ વૈજ્ઞાનિક શ્રેષ્ઠ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની

Read More

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત, વલસાડ જિલ્લો

હિન્દ ન્યુઝ, વલસાડ પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોનો ખર્ચ ઘટાડી સ્વનિર્ભર બનાવતી દેશી ગાય સહાય યોજના, વલસાડ જિલ્લામાં ૩૨૩૯ ખેડૂતોએ મેળવ્યો લાભ  જિલ્લાના ૩૨૩૯ ખેડૂત લાભાર્થીઓને વર્ષ દરમિયાન રૂ. ૩ કરોડ ૪૯ લાખની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાય છે  આ યોજનાનો સૌથી વધુ લાભ કપરાડા તાલુકાના ખેડૂતોએ મેળવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યુ  દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી ઘરે જ ખાતર બનાવાતુ હોવાથી રાસાયણિક ખાતરનો ખર્ચ બચે છે

Read More

વલસાડ શહેર ખાતે “Capacity-Building Sessions on Mental Health Awareness and Counselling” સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, વલસાડ        વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા. ૨૫ નવેમ્બર (International Day for the Elimination of violence against women) થી ૧૦ ડિસેમ્બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમો જિલ્લાના વિવિધ વિસ્તારમાં કરવામાં આવી રહ્યાં છે જે અંતગર્ત વલસાડ શહેરના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “Capacity-Building Sessions on Mental Health Awareness and Counselling” સેમિનારનું આયોજન…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યાં કસરત કરી છે એવી પાદરાની ૧૧૧ વર્ષ પુરાણી વ્યાયામ શાળા

ખેલ મહાકુંભ – ૨૦૨૪ વિશેષ હિન્દ ન્યુઝ, વડોદર      વડોદરા શહેર જિલ્લો એ વ્યાયામ શાળાઓના કાશી જેવો છે. કારણ કે, મહારાજા સયાજીરાવ ત્રીજા જાતે વ્યાયામવીર હતા અને અખાડા પ્રવૃત્તિને રાજ્યનું પીઠબળ મળ્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાં હજુ સંખ્યાબંધ જૂના અખાડા છે., જ્યાં શારીરિક કસરતોની પુરાણીની સાથે અદ્યતન જીમની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સંસ્થાઓ કસરત દ્વારા સ્વસ્થ જીવન અને જીવન શૈલીને પ્રોત્સાહિત કરી રહી છે. આવી જ એક વ્યાયામ શાળા છે પાદરાની શ્રી સાર્વજનિક વ્યાયામ શાળા જે છેલ્લા ૧૧૧ વર્ષથી પરંપરાગત વ્યાયામ પદ્ધતિઓને સજીવન રાખીને અબાલવૃદ્ધ ને તંદુરસ્ત જીવનનો…

Read More

પ્રાકૃતિક ખેતી થકી દરેક ખેડૂત આગળ વધવું જોઈએ : જ્યોત્સનાબેન

હિન્દ ન્યુઝ, વડોદરા      વડોદરા જિલ્લાના રામપુરા ગામમાં વસતા 48 વર્ષીય જ્યોત્સનાબેન છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોના ઉછેર થતો હોય છે, જેમાં રીંગણ, ડુંગળી, પાલક, મેથી, મરચાં, ટમેટાં, ધાણા અને લીંબુ જેવા શાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ ચીકુ, જામફળ, રાયણ અને જાંબુ જેવા ફળોનું પણ ઉછેર કરે છે. જ્યોત્સનાબેન કહે છે કે તેમનું પરિવાર વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું છે, પરંતુ ‘આત્મા પ્રોજેક્ટ’ સાથે જોડાયા પછી તેમને વધુ વ્યાવસાયિક રીતે પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિઓ સમજવામાં મદદ મળી.…

Read More