હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકો ઉપર પ્રાથમિક સુવિધાઓનો પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને હવામાન ખાતાની હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ મતદાન મથક ઉપર છાંયડો, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેસવા માટે બેન્ચ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મતદાન મથક પર મતદાન કરવા આવનાર મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ કાળજી લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના મતદાર કાનજીભાઈ ખૂંટડે આ અંગે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્રારા અમારા ગામના…
Read MoreMonth: May 2024
જિલ્લામાં ચાર આદર્શ મતદાન મથક ઉભા કરાયા
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ મતદાતોઓની વિવિધ સુવિધાઓથી સજ્જ ચાર આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે. મનસુખભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, હું વીસ વર્ષથી મતદાન કરુ છું. આ વખતે આદિત્ય બિરલા સ્કુલ શિવજી નગર ખાતે સુશોભીત આદર્શ મતદાન મથક શણગારવામાં આવ્યું છે. અહિ મતદાન કરવા આવતા લગ્ન જેવો માહોલ લાગે છે. જે અમારા જેવા અનેક મતદાતાઓને આકર્ષે છે. વધુમાં તેઓએ લોકોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,જિલ્લામાં વેરાવળ,મોરાસા,દુદાણા અને ઉના ખાતે આદર્શ મતદાન મથક તૈયાર કરાયા છે.આ આદર્શ મતદાન…
Read Moreદરિયામાંથી આવી મતદાન કરતા માછીમારો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના મતદાન મથકો ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાની જવાબદારી સમજી મતદાન કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને વેરાવળના ભીડિયા બંદર વિસ્તારમાં માછીમાર સમુદાય સૌથી વધારે રહેતો હોય, ત્યારે આ માછીમાર સમુદાયના લોકો દરિયામાંથી આવી મતદાન કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. જેમાં કાર્તિકભાઈ એ દરિયામાંથી આવી પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા. માછીમાર કાર્તિકભાઈ જણાવ્યું હતું કે, હું માછીમારીના ધંધા સાથે સંકળાયેલો છું. આથી મોટાભાગે દરિયામાં ફિશિંગમાં હોય છે. પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને મતદાન કરવું જરૂરી…
Read Moreજિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારો માટે ફ્રી પીકઅપ અને ડ્રોપ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે
હિન્દ ન્યુઝ, મહિસાગર સમગ્ર ગુજરાતની સાથે આજે મહીસાગર જિલ્લામાં પણ મતદાન યોજાઇ રહ્યું છે. મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ સવારથી મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા ચુંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૮૫ થી વધુ ઉમરના, દિવ્યાંગ મતદારો, અશક્ત મતદારો અને બીમાર મતદારો માટે ફ્રી પીક અપ અને ડ્રોપ સુવિધા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી. રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર
Read Moreમુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી માટે ત્રીજી આંખ બનતી વેબકાસ્ટિંગ સિસ્ટમ
હિન્દ ન્યુઝ,ગીર સોમનાથ સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આવા જ એક પગલામાં જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા મતદાન મથકો પર થતી ગતિવિધિ પર નજર રાખવા માટે 520 જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેની મદદથી મતદાન મથકો પર નિગરાની રાખવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ સીસીટીવી દ્વારા થતાં વેબકાસ્ટિંગ પર નજર રાખવા માટે ઈણાજ કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો…
Read Moreચૈત્ર માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ચૈત્ર માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે…
Read Moreદિવ્યાંગ મતદારોનું મતદાન મથક ખાતે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ૯૨- લોકશાહીમાં તમામ લોકોનો મત અગત્ય પૂર્ણ છે ત્યારે કોડિનાર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વેલણ ગામના મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલા દિવ્યાંગ મતદારોને પુષ્પગુચ્છ આપીને આવકારવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વિવિધ મતદાન મથકો ખાતે સખી મથક, દિવ્યાંગ મથક, આદર્શ મથક સહિતના મતદાન મથકોએ અનોખી સુવિધાઓ કરીને મતદારોને આકર્ષિત કરવામાં આવ્યાં હતાં. જિલ્લામાં ઊભી કરવામાં આવેલી આવી સુવિધાઓથી મતદારોના ઉત્સાહમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને સજોડે મતદાન કર્યું
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં આબાલથી લઈ વૃદ્ધ સુધીના મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે, ત્યારે જિલ્લાની ચૂંટણીઓની વ્યવસ્થાઓની વ્યસ્તતાઓ વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સવારે વેરાવળ ખાતે આવેલ મણીબેન કોટક શાળા ખાતે પહોંચ્યાં હતાં અને સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને સજોડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અન્વયે ત્રીજા તબક્કાના આજે યોજાયેલા મતદાન કર્યા બાદ કલેક્ટરએ ચૂંટણી માટે એક એક વોટ કિંમતી હોય છે ત્યારે જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરીને વિશ્વની…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં વિશિષ્ટ પ્રકારના ૩૯ મતદાન મથક ઉભા કરાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિશિષ્ટ વિશેષતા ધરાવતા મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે. જિલ્લામાં બાણેજ,સખી, આદર્શ, દિવ્યાંગ, યુવા, ‘વસુધૈવ કુટુંબકમ‘ જેવી થીમ આધારિત મતદાન મથક પર વિશિષ્ટ વેશભૂષામાં ચૂંટણી સ્ટાફ ફરજ બજાવશે. આવો નજર કરીએ ગીર સોમનાથ જિલ્લાના વિશિષ્ટ મતદાન મથકો પર…….. 1) એક મતદાન ધરાવતું બાણેજ મતદાન મથક જિલ્લામાં ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગમાં ૩-બાણેજ મતદાન મથક માત્ર ૧ (એક) મતદાર માટે બનાવવામાં આવ્યું છે. આ બાણેજ મતદાન મથક ખાતે તમામ પોલિંગ સ્ટાફ સફેદ ટી શર્ટ તથા ECI…
Read Moreઆદિમ જાતી બહુલ જાંબુરમાં ધમાલ નૃત્ય સાથે લોકશાહીના પર્વની રંગેચંગે શરૂઆત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની થીમ આધારિત માધુપુર-જાંબુર ગામ PVTG (Particularly Vulnerable Trible Group) એફ્રો-એશિયા સીદી સમાજના આદિવાસી લોકો વસવાટ કરે છે. જેની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને માધુપુર-જાંબુર ગામમાં પારંપરિક સંસ્કૃતિ આધારિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આસોપાલવના તોરણો બાંધી મતદારોને આવકારવામાં આવી રહ્યાં છે. આ મતદાન મથકો પર એફ્રો-એશિયા સીદી સમાજના આદીવાસી લોકોના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પ્રાકૃતિક રંગોથી રંગોળી તેમજ ભીંત ચિત્રો ચિતરવામાં આવ્યાં છે. જંગલ થીમને ધ્યાને રાખી આસોપાલવ / આંબાના પાનથી તોરણ લગાવવામાં આવ્યાં છે. સીદી સમુદાયના સાંસ્કૃતિક વારસાને અનુરૂપ પોસ્ટર-બેનર્સ…
Read More