હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલાલા તાલુકાના વીરપુર ગામે સરકારી સર્વે નંબર 117 પૈકીની આશરે હે. 1-94-00 ચોરસ મીટર એટલે કે 12 (બાર) વીઘા જમીન જેની બજાર કિંમત આશરે રૂ. 6 કરોડ થાય છે. તેના પરનું દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જિલ્લામાં સરકારી જમીન પર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને તાલાલા-સાસણ સ્ટેટ હાઇવે ટચની આ જમીનની બંને બાજુએ આવેલ મોકાની સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે ઢોરઢાંખર રાખી વાડો બનાવી પેશકદમી કરી હતી. આ…
Read MoreMonth: May 2024
નર્મદાની પાઇપલાઇનમાંથી પીવાના પાણીની ચોરી થતી હોવાની મળેલી ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટરની સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામે ઓચિંતી તપાસ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સૂત્રાપાડા તાલુકામાં પીવાનું પાણી ન મળવાની મળેલી ફરિયાદોને પગલે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સવારે અચાનક સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામની સીમમાં પહોંચ્યાં હતાં. અત્યારે ઉનાળાના આકરી ગરમીને લીધે અને દરિયાકિનારે હોવાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. તેવામાં નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે લગાવેલા પાણીના કનેક્શન કલેકટરની ઉપસ્થિતિમાં જમીનમાંથી શોધી કાઢવામાં આવ્યાં હતાં અને તેને જીસીબીની મદદથી દૂર કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, સોનારીયા થી પ્રશ્નાવડા જતી નર્મદાની પાઇપલાઇન વડે જિલ્લાના બાર ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. અમૂક લોકો ગેરકાયદેસર…
Read Moreશ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ સિઝન -૨ નું આયોજન કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, સુરત શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સુરતમાં વસતા વઘાસીયા પરિવારનાં યુવાનો દ્વારા યુવાઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ, કાપોદ્રા ખાતે કરવામાં આવેલ. પરિવાર ના મહામંત્રી નિખિલ વઘાસીયા એ વિશેષ માહિતી આપતા જણાવેલ કે, શ્રી વઘાસીયા પરિવાર નું સિલ્વર જ્યુબીલી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પ્રમુખ ડો. જગદીશ વઘાસીયાનાં માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકાર ની ૨૫ કરતા પણ વધારે પ્રવૃતિઓ કરવાનું નક્કી કરેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ ક્રિકેટ નો વાયરો ચાલી રહ્યો છે મોટાભાગનાં યુવાઓ ક્રિકેટ માં વિશેષ રૂચી…
Read Moreજિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “લૂ” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ
હિન્દ ન્યુઝ, આણંદ હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં જાહેર કરવામાં આવેલા ‘‘ઓરેન્જ એલર્ટ’’ ને ધ્યાને લઈને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદારો અને નોકરીદાતાઓને આગામી તા. ૨૪ મે સુધી હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. કામદાર અને નોકરીદાતાઓએ આટલું કરવું : • નોકરીદાતાઓએ કાર્યના સ્થળે કામદારો માટે પીવાના ઠંડા શુધ્ધ પાણીની, આરામની વ્યવસ્થા, છાશ, ઓ.આર.એસ., બરફ ના પેક તેમજ પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. • કાર્ય કરતી વખતે શરીર અને માથા પર સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતીને ટાળવી અને સખત…
Read Moreજિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા હીટવેવની સામે પાક અને પશુઓને રક્ષણ આપવા જરૂરી સૂચનો
હિન્દ ન્યુઝ, આણંદ હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં ‘‘ઓરેન્જ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો અને પશુપાલકોને આગામી તા. ૨૪ મે સુધી હીટવેવ સામે પાક અને પશુઓના રક્ષણ માટે કેટલાંક પગલાં અનુસરવા જણાવાયુ છે. કૃષિ વિષયક પગલાં / ખેડૂતોએ આટલું કરવું : • ખેતરમાં ઊભા પાક ને હળવું અને વારંવાર સિંચન કરવું. • પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારવી. • નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવવું. • વહેલી સવારે અથવા સાંજના સમય દરમિયાન સિંચાઈ…
Read Moreતળાજા તાલુકાનાં ખંઢેરા, મણાર, સમઢીયાળા, નાની બાબરીયાત, બપાડા, ઈશોરા-૧, ગોપનાથ, બેલા, જસપરા અને અલંગ જળાશય યોજના વિસ્તારમાં ખેતી,અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ
હિન્દ ન્યુઝ, ભાવનગર કાર્યપાલક ઈજનેર જળસિંચન વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલુ વર્ષ-૨૦૨૪નાં ચોમાસા ઋતુ દરમ્યાન તળાજા વિસ્તારનાં ખંઢેરા ગામ પાસે નાવલી નદી પર પ્રગતિ હેઠળની ખંઢેરા બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૪.૨૦ મીટર, મણાર ગામ પાસે મણારી નદી પર મણાર આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૬.૦૦ મીટર, નેશીયા ગામ પાસે ઉતાવળી નદી પર સમઢીયાળા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૦૦.૦૦ મીટર, નાની બાબરીયાત ગામ પાસે ઉતાવળી પર નાની બાબરીયાત આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટર,બપાડા ગામ પાસે કેરી નદી પર બપાડા…
Read Moreભાવનગરમાં આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા/રૂટ પર કોઇ અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે ભારે વાહનોનાં પ્રવેશબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં ભાવનગર-રાજકોટ હાઇવે પર દેસાઇનગર પેટ્રોલ પંપથી આર.ટી.ઓ. સર્કલ સુધી ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ છે. હાલ આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ ઓવરબ્રીજનું કામ શરૂ થયેલ હોવાથી નાના-મોટા તમામ વાહનો આર.ટી.ઓ સર્કલથી શાસ્ત્રીનગર સોસાયટીમાંથી પસાર થાય છે. જે રસ્તો સાંકડો હોવાના કારણે ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે તેમજ આ રસ્તા પર બે સ્કુલો તથા એક પ્લે હાઉસ હોવાના કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી શાસ્ત્રીનગર સોસાયટી રોડ પર કોઇ અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે ભાવનગર શહેરમાં આવેલા આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા/રૂટ…
Read Moreહિન્દુ ધાર્મિક સંસ્થાને નિશાન બનાવતા તત્વોથી સાવધાન – હિન્દુ સેના
હિન્દ ન્યુઝ, જામનગર ધાર્મિક સંસ્થાને બદનામ કરવાનો કારશો તેમજ 10 ન્યુઝના પ્રતિનિધિને સાચી ખોટી આઇ.ડી. બનાવી ઓનલાઈન મળી ધમકી જામનગર હિન્દુ સેનામાં કામ કરતા જવાબદાર સૈનિક અને 10 ન્યુઝનાં પ્રતિનિધિ કિશન નંદાને ઓનલાઇન પ્રિયા સોની નામના આઈ.ડી. થી ધાર્મિક સંસ્થા નું નામ વટાવી ધમકી મળી છે. જેનો હેતુ હિન્દુત્વનું કામ કરનારને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાચી ખોટી આઇ.ડી. દ્વારા ધાર્મિક સંસ્થાના નામનો ઉપયોગ કરી ધાર્મિક સંસ્થાને બદનામ કરવાનો કારસો લુખ્ખા તત્વો ચલાવી રહ્યા છે. આમ હિન્દુવાદી ધાર્મિક સંસ્થાને નિશાન…
Read Moreસોજીત્રામાં ફેલાયેલા ઝાડા-ઉલ્ટીના રોગચાળા અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ સોજીત્રા શહેરી વિસ્તારમાં ઝાડા ઊલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ત્વરિત ૧૬ જેટલી ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લાના સોજીત્રા શહેર અને આસપાસના વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ત્વરિત પ્રયાસો હાથ ધરી કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કુલ ૧૬ ટીમો દ્વારા સોજિત્રામાં થયેલ ઝાડા ઉલ્ટીના સંદર્ભે સર્વેલેન્સ, કલોરીનેશન, લીકેજ શોધવા, આરોગ્ય શિક્ષણ, સારવાર, કલોરીન-ORS વિતરણ જેવી…
Read Moreજિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “લૂ” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ
હિન્દ ન્યુઝ, આણંદ હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં જાહેર કરવામાં આવેલા ‘‘ઓરેન્જ એલર્ટ’’ ને ધ્યાને લઈને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદારો અને નોકરીદાતાઓને આગામી તા. ૨૪ મે સુધી હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. કામદાર અને નોકરીદાતાઓએ આટલું કરવું : • નોકરીદાતાઓએ કાર્યના સ્થળે કામદારો માટે પીવાના ઠંડા શુધ્ધ પાણીની, આરામની વ્યવસ્થા, છાશ, ઓ.આર.એસ., બરફ ના પેક તેમજ પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. • કાર્ય કરતી વખતે શરીર અને માથા પર સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતીને ટાળવી અને…
Read More