જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા હીટવેવની સામે પાક અને પશુઓને રક્ષણ આપવા જરૂરી સૂચનો

હિન્દ ન્યુઝ, આણંદ

    હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં ‘‘ઓરેન્જ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો અને પશુપાલકોને આગામી તા. ૨૪ મે સુધી હીટવેવ સામે પાક અને પશુઓના રક્ષણ માટે કેટલાંક પગલાં અનુસરવા જણાવાયુ છે.

કૃષિ વિષયક પગલાં / ખેડૂતોએ આટલું કરવું :

• ખેતરમાં ઊભા પાક ને હળવું અને વારંવાર સિંચન કરવું.

• પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારવી.

• નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવવું.

• વહેલી સવારે અથવા સાંજના સમય દરમિયાન સિંચાઈ કરવી.

• જો ખેત વિસ્તાર હીટ વેવ કે લૂ ફૂંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિંકલર થી સિંચાઈ કરવી.

પશુપાલન વિષયક પગલાં / પશુપાલકોએ આટલું કરવું :

• પશુઓને છાયંડામાં રાખવા અને તેમને પુષ્કળ પ્રમાણમાં શુદ્ધ અને ઠંડુ પાણી આપવું.

• સવારના ૧૧-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન પશુઓ પાસેથી કામ ન લેવું.

• પશુઓના આશ્રય સ્થાન પર પંખા લગાવવા અને પાણીનો છંટકાવ કરવો કે ફોગર્સ લગાવવો.

• બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છંટકાવ કરવો અથવા પશુને પાણીના હવાડા નજીક લઈ જવા.

• પશુઓને આહારમાં લીલો ચારો, ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપવો.

• પશુઓને પ્રોટીન/ચરબી વગરનો આહાર આપવો.

• વધુ ગરમી ન પડતી હોય એ સમય દરમિયાન પશુઓને ચરવા લઈ જવા.

• બપોરના સમય દરમિયાન પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું.

• પશુઓનાં આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા માટે તેની છતને ઘાંસની ગંજીથી ઢાંકવું અથવા તો છાણ/ કાદવ કે સફેદ રંગથી રંગવું.

• મરઘા ઊછેર કેંદ્રમાં પડદા લગાવવા અને હવાઉજાસની યોગ્ય વ્યવસ્થા કરવી.

  ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને હિટવેવ સામે તેમના પાક અને પશુઓના રક્ષણ માટે જરૂરી કાળજી લઈ સૂચવેલા પગલા અનુસરવા અપીલ કરવામાં આવી છે.


Related posts

Leave a Comment