સરકારી જમીનમાં થયેલા દબાણને દૂર કરતાં જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલાલા તાલુકાના વીરપુર ગામે સરકારી સર્વે નંબર 117 પૈકીની આશરે હે. 1-94-00 ચોરસ મીટર એટલે કે 12 (બાર) વીઘા જમીન જેની બજાર કિંમત આશરે રૂ. 6 કરોડ થાય છે. તેના પરનું દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

જિલ્લામાં સરકારી જમીન પર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને તાલાલા-સાસણ સ્ટેટ હાઇવે ટચની આ જમીનની બંને બાજુએ આવેલ મોકાની સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે ઢોરઢાંખર રાખી વાડો બનાવી પેશકદમી કરી હતી.

આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે ખેતી વિષયક દબાણ કરવામાં આવ્યું હતું. આ સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર દબાણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. 

   આ તકે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રૂબરૂ સ્થળની મુલાકાત કરી આ કિંમતી સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દબાણ દૂર કરવા સમયે પ્રાંત અધિકારી ભૂમિકાબેન વાટલિયા, મામલતદાર બિંદુબેન કુબાવત તથા મામલતદાર કચેરી ટીમ તાલાલા, પી.એસ.આઇ. સિંધવ તથા પીજીવીસીએલ તાલાલાની ટીમો સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.


Advt.

Related posts

Leave a Comment