ગુજરાત મા ફરી એકવાર ૧૬ કરોડ ના ઇંજેક્શની જરૂરિયાત વિવાન ને પણ

હિન્દ ન્યુઝ, પાલનપુર

   બનાસકાંઠા જિલ્લા માં અને પાલનપુર જેવી વિવિધ શહેરો ગામ મોહલ્લા સોસાયટીઓ માં જેમ ધૈર્યરાજ ને ૧૬ કરોડ ના ઈન્જેકશન ની જરૂર પડી હતી એજ રીતે આજે એક ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના આલીદર ગામ માં એક સામાન્ય પરિવાર અશોકભાઈ સામતભાઈ વાઠેળ પર આવેલ આફત જેમાં એક ના એક પુત્ર વિવાન ને સ્પાઈન મસક્યુલર એટ્રોફી નામ ની બીમારી થી પીડિત હોય તો આ બીમારી માટે ખૂબ મોટી રકમ ની જરૂર પડી જેમ મહીસાગર ના કનેસર ના ધેર્યારાજ ને પડી હતી.

ત્યારે આ સામાન્ય પરિવાર પર એક આભ ફાટ્યું હોય એમ રૂપિયા ૧૬ કરોડ ની જરૂરિયાત પડતાં આટલી મોટી રકમ આ સામાન્ય પરિવાર ક્યાંથી એકથી કરે એ માટે આ વિવાન ને એક નવી જિંદગી મળી જાય તે માટે દરેક શહેરો ગામડાઓ હાઇવે મોહલ્લાઓ માં સેવાભાવી સંસ્થાઓ દરેક સમાજ ના સેવાભાવી લોકો આ એક વિવાન ની જિંદગી બચાવવા ખૂબ મહેનત કરી જેમ બને તેમ મોટી રકમ ભેગી થાય અને આ અઢી માસ ના વિવાન ને બચાવી લેવાના નિર્ણય સાથે મહેનત કરી રહ્યા છે એમાં આજ રોજ પાલનપુર ના એરોમા સર્કલ હાઇવે પર ખડે પગે રહી સેવા કરી મોટું ફંડ એકઠું કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં હિન્દ ન્યૂઝ ના પ્રતિનિધિ એ મુલાકાત લેતા યુવાઓ તો સેવા કરી રહેલા સે પરંતુ આ પાલનપુર ની દીકરીઓ જ્યારે આ ભગીરથી સેવા માં જોવા મળી હતી. આમ જ સેવાભાવી સંસ્થાઓ દરેક નાગરિકો સરકાર દ્વારા આ વિવાન ને સહાય માં મદદ રૂપ થાય તો ચોક્કસ પણે આ અઢી માસ ના વિવાન ને બચાવવામાં સફળતા મેળવી શકાશે વધુ માં આ યુવાઓ દ્વારા દરેક વ્યક્તિ ને આગ્રહ કરવામાં આવ્યો હતો કે આપના થી જે પણ રકમ આપ આપી મદદ રૂપ થશો એવું જણાવ્યું હતું.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment