હિન્દુ ધાર્મિક સંસ્થાને નિશાન બનાવતા તત્વોથી સાવધાન – હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર 

ધાર્મિક સંસ્થાને બદનામ કરવાનો કારશો તેમજ 10 ન્યુઝના પ્રતિનિધિને સાચી ખોટી આઇ.ડી. બનાવી ઓનલાઈન મળી ધમકી

      જામનગર હિન્દુ સેનામાં કામ કરતા જવાબદાર સૈનિક અને 10 ન્યુઝનાં પ્રતિનિધિ કિશન નંદાને ઓનલાઇન પ્રિયા સોની નામના આઈ.ડી. થી ધાર્મિક સંસ્થા નું નામ વટાવી ધમકી મળી છે. જેનો હેતુ હિન્દુત્વનું કામ કરનારને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

      સાચી ખોટી આઇ.ડી. દ્વારા ધાર્મિક સંસ્થાના નામનો ઉપયોગ કરી ધાર્મિક સંસ્થાને બદનામ કરવાનો કારસો લુખ્ખા તત્વો ચલાવી રહ્યા છે.

   આમ હિન્દુવાદી ધાર્મિક સંસ્થાને નિશાન બનાવી કોઈ મોટી ચાલ ચાલી રહ્યું છે અને હિન્દુ સેના સંસ્થાના હોદ્દેદારો અને 10 ન્યુઝના પ્રતિનિધિને ધાર્મિક સંસ્થાના નામનો ઉપયોગ કરી પોતાની જેહાદી માનસિકતાનું વરવું પ્રદર્શન કર્યું છે. ત્યારે આવા લુખ્ખા તત્વોને સબક શીખવવા જરૂરી હોય, જેથી પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી થાય અને સમાજમાં ધાર્મિક સંસ્થાઓને બદનામ કરનારા ઉપર એક દાખલો બેસે તે માટે હિન્દુ સેનાના જવાબદાર સૈનિક કિશન નંદા દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી દાખલ કરી છે. જેની તપાસ થતા એફ.આઇ.આર. પણ થશે, જેથી હિન્દુ ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારોને નિશાન બનાવતા આવા તત્વોને ઉઘાડા પાડવા તંત્ર કમર કશી રહ્યું છે.


Advt.

Related posts

Leave a Comment