આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટર કાર્યરત

હિન્દ ન્યુઝ, આણંદ     જનરલ હોસ્પિટલ આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાના જણાવ્યા મુજબ જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ઓપરેશન થિયેટર રીનોવેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે ઓપરેશન થિયેટર સંપૂર્ણ રીતે કાર્યરત બન્યું છે. આણંદની આ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સગર્ભા મહિલાઓને સિઝેરિયનનું ઓપરેશન કરવાનું થાય તેવા કિસ્સામાં તેમને રિફર કરવામાં આવે છે, પરંતુ જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ઓપરેશન થિયેટર રીનોવેશનની કામગીરી કરવાની હોવાથી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે આણંદ જનરલ હોસ્પિટલના…

Read More

કરમસદ ખાતે આરોગ્ય વિભાગની ૬૩ ટીમો દ્વારા ૩૪૦૨ ઘરોનું સર્વેલન્સ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ    જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની ઋતુ પૂર્વે અગમચેતીના ભાગરૂપે વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.         જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિપક પરમાર અને જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. રાજેશ પટેલની રાહબરી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરમસદ અને તેની આસપાસના વિસ્તારમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પૂર્વતૈયારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વાહકજન્ય રોગો હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.         તાલુકા હેલ્થ ઓફિસર…

Read More

જામનગરમાં જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર કરાયો

હિન્દ ન્યુઝ, જામનગરમાં    વર્તમાન સમયમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 31/05/2024 સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જે બાબતને અનુલક્ષીને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર શહેર અને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર ગ્રામ્યના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી આગામી તારીખ 27/05/2024 થી નવી સુચના બહાર ન પાડવામાં આવે તે તારીખ સુધી ઉક્ત બંને કચેરીના જનસેવા કેન્દ્રનો સમય સવારના 09:00 કલાકથી બપોરના 01:00 કલાક સુધી અને સાંજના 04:00 થી 06:00 સુધી રાખવામાં આવ્યો છે. જેની જામનગરની તમામ જાહેર જનતાને ખાસ નોંધ લેવા અંગે મામલતદાર, જામનગર…

Read More

જામનગર જિલ્લાના પગડીયા માછીમારોએ લાયસન્સ મેળવી લેવાનું રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર     મત્સ્યોધોગ નિયામક, ગાંધીનગર તથા અત્રેની કચેરીના પરિપત્ર મુજબ જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળવિસ્તારમાં આગામી તારીખ 01/06/2024 થી તારીખ 31/07/2024 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયા કાંઠેથી કે ક્રીક એરીયામાં કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિઓએ માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર સમુદ્રમાં એરીયામાં ન જવા અને કોઈપણ બોટની અવર-જવર ન કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાંથી નોન…

Read More

૨૮મી, મે એ ભાવનગરના કસ્બા અંજુમને ઈસ્લામ, શેલારશા રોડ ખાતે સેમિનાર યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા કસ્બા અંજુમને ઈસ્લામ, શેલારશા રોડ, ભાવનગર ખાતે તા.૨૮/૦૫/૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લઘુમતી સમાજના ભાઈઓ/બહેનો માટે રોજગારી કાર્ડ નોંધણી કેમ્પ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રોજગારી કાર્ડ નોંધણી માટે ઉપરોક્ત સ્થળે, તારીખ અને સમયે પોતાની શૈક્ષણિક લાયકાતના જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તથા જાતિના આધાર પુરાવાની ઓરીઝનલ તેમજ ઝેરોક્ષ કોપી અને પારાપોર્ટ સાઈઝ ફોટો-૧ સાથે સ્વખર્ચે હાજર રહેવા મદદનીશ નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે. Advt.

Read More

સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગદળના યુવાનો જૂનાગઢ ખાતે શરૂ થયેલ “પ્રશિક્ષણ વર્ગ – ૨૦૨૪” માં જોડાયા

બજરંગદળના યુવાનો મેળવી રહ્યા છે શારીરિક, માનસિક, ધાર્મિક, બૌદ્ધિક તાલીમ હિન્દ ન્યુઝ, જૂનાગઢ           વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા વિશ્વગ્રામ વિદ્યાપીઠ સંકુલ (વડાલ) જૂનાગઢ ખાતે તા.૧૯ મે,૨૦૨૪ થી ૨૬ મે,૨૦૨૪ સુધી બજરંગદળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.      આ વર્ગોમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ, સુર્યનમસ્કાર, લાણીગ્રવ તલવાર બાજી, રાયફલ શૂટિંગ વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ વર્ગની દિનચર્યા સવારે ૪:૩૦ વાગ્યાથી શરૂ થઈ રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી અલગ અલગ સત્રોમાં હોય છે. વિવિધ પ્રકારના આ સત્રોમાં શારીરિક, માનસિક, ધાર્મિક, બૌદ્ધિક વગેરે શિક્ષકગણ દ્વારા…

Read More

અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતા વેપારીઓ પાસેથી જ બિયારણ ખરીદવા નાયબ ખેતી નિયામકનો ખેડૂતોને અનુરોધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    હવામાન વિભાગના આગાહી મુજબ રાજ્યમાં આગામી ચોમાસુ સીઝન ૧૯ મી જુન થી શરૂ થવાની સંભાવના છે. જેને ધ્યાને લઈ કપાસ પાકનું આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતોએ જ કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું…

Read More

સોજીત્રામાં ફેલાયેલા ઝાડા-ઉલ્ટીના રોગચાળા અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     સોજીત્રા શહેરી વિસ્તારમાં ઝાડા ઊલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ત્વરિત ૧૬ જેટલી ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લાના સોજીત્રા શહેર અને આસપાસના વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ત્વરિત પ્રયાસો હાથ ધરી કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કુલ ૧૬ ટીમો દ્વારા સોજિત્રામાં થયેલ ઝાડા ઉલ્ટીના સંદર્ભે સર્વેલેન્સ, કલોરીનેશન, લીકેજ શોધવા, આરોગ્ય શિક્ષણ, સારવાર, કલોરીન-ORS વિતરણ જેવી…

Read More

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએ ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિ:શુલ્ક યોગ સમર કેમ્પ શરૂ

હિન્દ ન્યુઝ, આણંદ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ-સેવક શીશપાલ રાજપૂત અને વિશેષ અધિકારી વિશન વેદીના નેતૃત્વ હેઠળ તથા ઝોન-૭ ના ઝોન કોઓર્ડિનેટર ડૉ. જયનાબેન પાઠક અને જિલ્લા કોઓર્ડિનેટર દિવ્યા ધડુક પટોલિયાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએ તા.૨૯/૦૫/૨૦૨૪ સુધી સવારના ૭-૦૦ થી ૯-૦૦ કલાક દરમિયાન બાળ સમર કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ બાળ સમર કેમ્પ જિલ્લાના ત્રણ સ્થળોએ શરૂ કરાયો છે. જેમાં ડી. એન. હાઇસ્કૂલ કેમ્પસ, કસ્તુરબા કન્યા વિદ્યાલય પ્રાંગણ, આણંદ ખાતે યોગ કોચ શંકરજી એફ રાઠોડ, સ્વામિનારાયણ મંદિર હૉલ- પેટલાદ ખાતે યોગ કોચ તક્ષ શુક્લ…

Read More

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ કપાસ પાકના આગોતરા વાવેતર માટે ધ્યાનમાં રાખવાની બાબતો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોમાસાની સીઝન તારીખ ૧૯ જૂનથી શરૂ થવાની શક્યતા રહેલી છે. તેથી કપાસ પાકના આગોતરા વાવેતર માટે જે ખેડૂતોને પિયતની સગવડ હોય તો તે ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ. અન્યથા પાક ઉત્પાદનમાં અસર પહોંચવાની શક્યતા રહેલી છે. તેથી જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત રીતે લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બિયારણની ખરીદી સમયે ખેડૂતોએ વેપારી પાસેથી તેનું પૂરું નામ, લાયસન્સ નંબર, સરનામું, જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન…

Read More