ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએ ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિ:શુલ્ક યોગ સમર કેમ્પ શરૂ

હિન્દ ન્યુઝ, આણંદ

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ-સેવક શીશપાલ રાજપૂત અને વિશેષ અધિકારી વિશન વેદીના નેતૃત્વ હેઠળ તથા ઝોન-૭ ના ઝોન કોઓર્ડિનેટર ડૉ. જયનાબેન પાઠક અને જિલ્લા કોઓર્ડિનેટર દિવ્યા ધડુક પટોલિયાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએ તા.૨૯/૦૫/૨૦૨૪ સુધી સવારના ૭-૦૦ થી ૯-૦૦ કલાક દરમિયાન બાળ સમર કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.

આ બાળ સમર કેમ્પ જિલ્લાના ત્રણ સ્થળોએ શરૂ કરાયો છે. જેમાં ડી. એન. હાઇસ્કૂલ કેમ્પસ, કસ્તુરબા કન્યા વિદ્યાલય પ્રાંગણ, આણંદ ખાતે યોગ કોચ શંકરજી એફ રાઠોડ, સ્વામિનારાયણ મંદિર હૉલ- પેટલાદ ખાતે યોગ કોચ તક્ષ શુક્લ અને સ્ટુડન્ટ્સ એક્ટિવિટી સેન્ટર-કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે યોગ ટ્રેનર ડૉ. સાધના સરૈયા દ્વારા સંચાલન કરવામાં આવશે.

    ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો ઉત્સાહભેર આ સમર કેમ્પમાં જોડાયા છે. આ બાળ સમર કેમ્પના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોના સમર કેમ્પમાં જોડાવાની અગત્યતા અંગે અને ભારતીય સંસ્કૃતિની દેન “યોગ” નું બાળકોમાં નાની વયથી જ સિંચન કરવાથી સંસ્કૃતિ અને સ્વસ્થ જીવનને જાળવી રાખવામાં યોગના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી.

આ સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેમ્પમાં આવનાર દરેક બાળકને યોગની માહિતી પુસ્તિકા, યોગ ચિત્રપોથી, કેપ અને દિવસના અંતે બાળકોને પોષ્ટિક નાસ્તો અને એનર્જી ડ્રિંક પણ આપવામાં આવે છે.


Advt.

Related posts

Leave a Comment