હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત નું મતદાન આણંદ જિલ્લામાં ૭ મી તારીખના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં મહત્તમ મતદારો ચૂંટણીના દિવસે દેશ માટે ૧૦ મિનિટ કાઢે અને મતદાન કરે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત મદદનીશ શ્રમ આયુક્ત ડી. એન. સોનવણેએ આણંદ જિલ્લાના ઔદ્યોગિક એકમો ખાતે ફરજ બજાવતા કામદારો મતદાન કરે, ચૂંટણીના દિવસે કામદારોને સવેતન રજા આપવામાં આવે છે અને જો…
Read MoreMonth: May 2024
દિવ્યાંગ રમતવીરોનો મતદાન માટેનો ઉત્સાહ તમામ મતદારો માટે પ્રેરણાદાયી – જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી
હિન્દ ન્યુઝ, આણંદ ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બી.આર.સી.ભવન, વઘવાલા, બોરસદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ રમતવીરો માટે સીટીંગ વોલીબોલની રમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં આણંદ અને વડોદરા જિલ્લાના દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ ૯૮ દિવ્યાંગ રમતવીરોએ સીટીંગ વોલીબોલ રમીને પોતાની સક્ષમતા દર્શાવીને મતદાન કરવા માટે ઘરે બેઠાં મતદાનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં મતદાન મથકે જઈને મતદાન કરશે તેવી વાત કરીને સૌને અચૂક મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી…
Read Moreજામનગર જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન યોજાશે. જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી સ્વીપ એક્ટિવિટી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું સમગ્ર જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં આંગણવાડીના બહેનો દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળીઓ બનાવવામાં આવી હતી તેમજ જામજોધપુર તાલુકા પંચાયત, કાલાવડ નગર સેવા સદન, સિક્કા, જોડિયા, વસઇ સહિત અનેક ગામડાઓ અને જગ્યાઓ પર બહેનો દ્વારા રંગોળીઓ બનાવવામાં આવી હતી. રંગોળીમાં “મારો મત, મારુ ભવિષ્ય”, “વોટ ફોર બેટર ઈન્ડિયા”, “અવસર લોકશાહીનો”, “મતદાન મારો અધિકાર” , “ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ”,…
Read Moreમતદાનના દિવસે દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે આગામી તારીખ 07/05/2024 ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે જામનગર શહેરમાં વસવાટ કરતા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો (80 વર્ષ કે તેથી વધુ વર્ષના મતદારો) ને મતદાન મથકે આવવા માટે અને પરત જવા માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા પહેલ કરવામાં આવી છે. આગામી તારીખ 07/05/2024 ના રોજ મતદાન કરવા માટે ઈચ્છુક જામનગર શહેરના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો (80 વર્ષ કે તેથી વધુ વર્ષના મતદારો) ને મતદાન કરવા જવાના 1 કલાક પહેલા મોબાઈલ નંબર…
Read Moreજિલ્લાના વધુમાં વધુ લોકો સહપરિવાર મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થનાર છે, ત્યારે જિલ્લાના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા દ્વારા મતદાર જાગૃત્તિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુમાં વધુ લોકો સહપરિવાર મતદાન કરે તે ઇચ્છનીય છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન મતદારોને ચૂંટણી બાબતે મુંજવતા પ્રશ્નોના નિવારણ માટે “૧૯૫૦” વોટર્સ હેલ્પલાઈન નંબર…
Read Moreછોટાઉદેપુર જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઇ છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ – ૨૦૧૯, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થામાં કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો /…
Read Moreઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
હિન્દ ન્યુઝ, ભાવનગર લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું. શિક્ષકોનાં માર્ગદર્શન સાથે બાળકો દ્વારા શેરી નાટક રજુ કરવામાં આવેલ હતું. ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ માટે સુંદર આયોજન થયું છે. લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે થયેલાં વિવિધ જાગૃતિ આયોજનોમાં શિક્ષકોનાં માર્ગદર્શન સાથે આ બાળકો દ્વારા કાર્યક્રમો અપાયાં છે. ચૂંટણી કામગીરીમાં નિરીક્ષક રહેલાં શિક્ષક જગદીશભાઈ બોરિચા સાથે રાયમલભાઈ ગોહિલ તથા રમેશભાઈ પ્રજાપતિ દ્વારા આયોજન માર્ગદર્શન સાથે ગામમાં શેરી નાટક વડે મતદાન ફરજ વિશે સંદેશો આપવામાં આવેલ…
Read Moreઆગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી મે-૨૦૨૪/જૂન-૨૦૨૪ નાં માસ દરમ્યાન તા.૦૭/૦૫/ર૦૨૪ નાં રોજ રવીન્દ્રનાથ ટાગોર જયંતિ, તા.૧૦/૦૫/૨૦૨૪ નાં રોજ અખાત્રીજ, તા.૧૫/૦૫/૨૦૨૪ નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૨૩/૦૫/૨૦૨૪ નાં રોજ બુદ્ધપૂર્ણિમા, તા.૨૬/૦૫/૨૦૨૪ નાં રોજ સંકષ્ટ ચતુર્થી. ૩૦/૦૫/ર૦ર૪ નાં રોજ કાલાષ્ટમી તથા તા. ૦૫/૦૬/૨૦૨૪ ના રોજ કાલીકા પુજા વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા…
Read Moreભાવનગર જિલ્લાની દરેક વિધાનસભા દીઠ એક એક આદર્શ મતદાન મથક સહિત જિલ્લામાં કુલ-૦૭ જેટલાં આદર્શ મતદાન મથકો કાર્યરત થશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૭મી,મે ના રોજ ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તેમજ મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ ભાવનગર સંસદીય મતવિસ્તારમાં ભાવનગર જિલ્લાની દરેક વિધાનસભા દીઠ એક એક આદર્શ મતદાન મથક સહિત જિલ્લામાં કુલ-૦૭ જેટલાં આદર્શ મતદાન મથકો કાર્યરત થશે. જેમાં ૯૯-મહુવા વિધાનસભા મતક્ષેત્ર માટે ૧૪૮-મહુવા-૫૨ નંબરનું બુથ BCA કોલેજ, રૂમ નં.૨, નેહરુ વસાહતની બાજુમાં, ૧૦૦-તળાજા વિધાનસભા મતક્ષેત્ર માટે ૧૭૧-માંડવા બુથ,નવી પ્રાથમિક શાળા રૂમ નં.૩, ૧૦૧-ગારીયાધાર વિધાનસભા મતક્ષેત્ર માટે ૯૭-ગારીયાધાર-૦૭ નંબરનું,નવી પ્રાથમિક શાળા, વાવ પ્લોટ,પશ્ચિમ તરફ રૂમ, ૧૦૨-પાલીતાણા વિધાનસભા…
Read Moreભાવનગરમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા ૧૦,૨૦૬ જેટલાં અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ૭ મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ જગ્યાઓએ પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેના ફેસિટિલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે.જેમાં ૧૦૨૦૬ લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. અત્રે નોંધનીય છે કે, ૯૯-મહુવા વિધાનસભા મતક્ષેત્રમાંથી ૧૦૯૫ લોકોએ, ૧૦૦-તળાજા વિધાનસભામાંથી ૧૦૯૬ લોકોએ, ૧૦૧-ગારીયાધારમાંથી ૯૭૨ લોકોએ,૧૦૨-પાલીતાણામાંથી ૧૧૫૬ લોકોએ, ૧૦૩- ભાવનગર ગ્રામ્યમાંથી ૧૯૬૬ લોકોએ, ૧૦૪-ભાવનગર પૂર્વ માથી ૧૯૮૪ લોકોએ તેમજ ૧૦૫-ભાવનગર પશ્ચિમ વિધાનસભા માંથી ૧૯૩૭ સહિત કુલ-૧૦૨૦૬ જેટલાં અધિકારીઓ, કર્મચારીઓ…
Read More