ચેરિટીતંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ઈણાજ ખાતે નવા બિલ્ડીંગમાં કાર્યરત કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લાની ચેરિટીતંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં, વેરાવળ તાલાળા રોડ ઈણાજ ખાતે નવા બિલ્ડીંગમાં કાર્યરત થઈ છે. જેથી ગીર સોમનાથ જિલ્લામાં સમાવેશ થતાં સાર્વજનીક ટ્રસ્ટો તથા સખાવતી મંડળીઓનાં ટ્રસ્ટીઓને ટ્રસ્ટ અંગેની કામગીરી જેવી કે, નવા ટ્રસ્ટની નોંધણી કરાવવી, ફેરફાર રિપોર્ટ રજૂ કરવા, જૂના સર્ટિફિકેટ જમા કરાવી નવા સર્ટિફિકેટ મેળવવા તથા ઓડિટેડ હિસાબો રજૂ કરવા, ફાળો ભરવા વગેરેની કામગીરી માટે તથા જાહેર જનતા જોગ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં, વેરાવળ-તાલાળા રોડ, ઈણાજ, તા. વેરાવળ, જી. ગીર સોમનાથના સરનામે રાબેતા મુજબ…

Read More

સોમનાથ મંદિર પાસે થયેલા ૧૦૦ જેટલા દબાણો દૂર કરતું તંત્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિકાસકાર્યો તથા શિવરાત્રિને લઈને સુરક્ષાને ધ્યાને લેતા કરવામાં આવેલા બેરિકેડિંગ તથા દિવાલને કારણે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓને ગ્રાહકો મળવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે શોપિંગ સેન્ટરના વેપારીઓએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી.             સ્થાનિક વેપારીઓની આ રજૂઆતને ધ્યાનમાં લઈને કલેક્ટરએ વેરાવળ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ૧૦ સભ્યોની સમિતિની રચના કરી હતી. જેમાં સોમનાથ સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પ્રભાસપાટણ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વેરાવળ, મામલતદાર, વેરાવળ શહેર, સોમનાથ…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં પરવાનગી વિના સભા, સરઘસ કે રેલી કાઢવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા આદર્શ આચારસંહિતા જળવાઈ રહે તે માટે કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી હોઈ છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અનિલ ધામેલિયાએ તેમને મળેલ સત્તાની રૂએ તા. ૧૪/૦૪/૨૦૨૪ સુધી જિલ્લામાં કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જે અન્વયે સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કરતાં વધુ વ્યક્તિઓના ભેગા થવા…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં SVEEP(સ્વીપ) કોર કમિટીના સભ્યો તથા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે SVEEP (સિસ્ટમેટિક વોટર્સ એજેયુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન) કોર કમિટીના સભ્યો તથા જિલ્લાના નોડલ અધિકારીઓ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્વીપ કમિટીના સભ્યોએ ચૂંટણી અંગેની કરેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી તેમજ નવા મતદારો, દિવ્યાંગ મતદારો, માઈગ્રેટ મતદારો, ખાનગી સંસ્થાઓમાં કરી કરતા મતદારો વધુ જાગૃત બને અને મતદાન મથકોએ પૂરતી સગવડતા મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા…

Read More

ભાવનગર રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકની નવી કચેરી ખાતે કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર પોલીસ મહાનિરીક્ષકની નવી કચેરીનું તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી આ કચેરી એસ.બી.આઈ બેન્કની બાજુમાં કાળનાળા સર્કલ, ભાવનગર ખાતે કાર્યરત કરવામાં આવી હોવાથી હવે પછી તમામ કચેરીઓને અને જાહેરજનતાઓને જાણ થવાની સાથે આ કચેરીના તમામ પત્રવ્યવહાર તેમજ અન્ય કામગીરી ઉક્ત સરનામે કરવાની રહેશે તેમ, પોલીસ મહાનિરીક્ષકની કચેરીના ઈન્ચાર્જ અધિક્ષક ડી. ટી. ચૌહાણની અખબારી યાદીમાં જણાવાયું છે.

Read More

જામનગરની શ્રી વી.એમ.મહેતા કોલેજમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર મહાનગરપાલિકા સંચાલિત શ્રી વી.એમ.મહેતા મ્યુનિ. આર્ટ્સ & કોમર્સ કોલેજ દ્વારા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતાં મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓએ એકપાત્રિય અભિનયો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના અભિનય દ્વારા મતદારોને પોતાનો કિંમતી મત આપવા માટે અપીલ કરી હતી અને પોતાના મતાધિકારોથી માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડૉ. જી. બી. સિંહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.ભારતીબેન સોલંકી તથા ડૉ. દર્શિતાબેન દવેએ તથા આભારદર્શન ડૉ.ભાવનાબેન ગરેજાએ કર્યું હતું.        

Read More

અમેરિકા ના ઓહાયો સ્ટેટ ની લોરેન કાઉન્ટી માં 200 કિલોમીટર ના લાંબા પટ્ટા માં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ      અમેરિકા ના ઓહાયો સ્ટેટ ની લોરેન કાઉન્ટી માં 200 કિલોમીટર ના લાંબા પટ્ટા માં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાવાનું છે. તા.૮ મી. એપ્રિલ નું ગ્રહણ જોવા લોકો એટલા ઉત્સુક છે કે તંત્ર દ્વારા અત્યાર થી ત્યારી કરી લીધી છે. લાખો લોકો આવશે તેને કેમ પહોચવું. લોરેન કાઉન્ટી માં રોડ ટુ લેન છે તે આખો પટ્ટો વાહનો નો થપો થય જશે અવર જવર માં મુશ્કેલી ઊભી થવાની છે તેથી ખાદ્ય વસ્તુ રાખી નાના મોટા સૌ કોઈ ને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી વ્યવસ્થા…

Read More