અમેરિકા ના ઓહાયો સ્ટેટ ની લોરેન કાઉન્ટી માં 200 કિલોમીટર ના લાંબા પટ્ટા માં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

     અમેરિકા ના ઓહાયો સ્ટેટ ની લોરેન કાઉન્ટી માં 200 કિલોમીટર ના લાંબા પટ્ટા માં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાવાનું છે. તા.૮ મી. એપ્રિલ નું ગ્રહણ જોવા લોકો એટલા ઉત્સુક છે કે તંત્ર દ્વારા અત્યાર થી ત્યારી કરી લીધી છે. લાખો લોકો આવશે તેને કેમ પહોચવું. લોરેન કાઉન્ટી માં રોડ ટુ લેન છે તે આખો પટ્ટો વાહનો નો થપો થય જશે અવર જવર માં મુશ્કેલી ઊભી થવાની છે તેથી ખાદ્ય વસ્તુ રાખી નાના મોટા સૌ કોઈ ને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી વ્યવસ્થા ઉભી કરવા છતાં અંધાધૂંધી ફેલાઈ જાય તો શું કરવું તેની ચિંતા સતાવે છે. અમુકે તો અત્યાર થી જગ્યા રોકી દીધી છે. એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષો બાદ આ પ્રકાર નું ગ્રહણ જોવા મળવાનું છે. સૂર્ય ગ્રહણ જોવાના ખાસ ચશ્મા લેવા પડાપડી જોવા મળે છે. કેનેડા ના ઓન્ટારીઓ સ્ટેટ ના નાયગ્રા ધોધ ફોલ પાસે લાખો લોકો આવશે તેવી સંભાવના છે. આ પ્રકાર નું અગાઉ ૧૯૭૯ માં થયું હતું.

હવે પછી આ પ્રકાર નું ૨૦૪૪ માં જોવા મળવાનું છે. અહીંના મેયર એ ગ્રહણ ના કારણે આગવી વ્યવસ્થા ઉભી કરી છે. ગ્રહણ જોવા ૧૦ લાખ થી વધુ લોકો આવશે તેવો અંદાજ છે. લોકો માં જબરી ઉત્કંઠા જોવા મળે છે. જાગૃત પ્રજા ની ખાસિયત છે. અલૌકિક નજારો જોવા જબરી ત્યારી ગોઠવાય ગઈ છે. પૃથ્વી ઉપર સુપર ગ્રહણ અમેરિકા કેનેડા માં જોવા મળવાનું છે. વિજ્ઞાન ઉપકરણો જાત જાતના જોવા મળવાના છે. રોમાંચકારી ગ્રહણ ભારત નાં લોકો જોવાથી વંચિત રેહવાનાં છે તેનો અફસોસ છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે જ્યારે ભારત નાં જ્યોતિષીઓ ગ્રહણ ની અસરોની ખોટી વાતો લોકો નાં માથા ઉપર મૂકશે. સદીઓ થી ગ્રહણ નાં નિયમો બનાવી મૂર્ખ બનાવે છે જે માત્ર અજ્ઞાનતા નો લાભ લઇ ઉન્ધાં ચશ્મા પહેરાવી કર્મકાંડ ક્રિયાકાંડો તરફ દોરી જાય છે તેનો જાથા ને અફસોસ છે. વિજ્ઞાન એ સાબિત કરી દીધું છે કે ગ્રહણ માનવ જીવન ઉપર અસરકર્તા નથી છતાં ભારત માં તિક્કડમ ચાલે છે. સરકાર જ વિજ્ઞાન અભિગમ દૃષ્ટિકોણ બતાવે તો જ લોકો માં સાચી દૃષ્ટિ કેળવાય તેવું જાથા માને છે. જાથા નાં ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા કેનેડા માં ૮ માસ થી વધુ રોકાય ને રસપ્રદ માહિતી મેળવી હતી. વિશ્વ નું વિજ્ઞાન મ્યુઝિયમ ટોરોન્ટો માં જોવા લાયક છે તેમાં ભાગ લીધો જે કાયમી સંભારણું સાબિત થયું તેનો લાભ જાથા ના કાર્યક્રમ માં આપવામાં આવે છે. જાથા ને લોકો નો ટેકો એટલા માટે છે કે જે બોલે છે તે પ્રમાણે આચરણ કરે છે. જાથા ને તમામ લોકો ચાહે છે. દેશ ની પ્રગતિ કરવી હોય તો વિજ્ઞાન ને અપનાવો. માનવ ને વિજ્ઞાન વિના માનવ એક ક્ષણ ચાલી શકાતું નથી તે વાસ્તવિકતા છે. આધ્યાત્મિકતા, સંસ્કૃતિ નાં ગાવણા ગાવા થી દેશ પ્રગતિ કરી ન શકે તેનો સ્વીકાર આજે નહિ તો કાલે સ્વીકારવો પડશે. જાથા દેશભર માં ગ્રહણ ની સમજ થી લોકચલવલ ઉભી કરવાનું છે. વિજ્ઞાન થી માનવ સુખી સંપન્ન થયો છે તે તો સ્વીકારવું પડશે. વિશ્વભર માં ગ્રહણ નું જબરું કુતૂહલ જોવા મળે છે. જાથા આ રોમાંચકારી ગ્રહણ ટીવી ઉપર નિહાળવા દેશવાસી ઓ ને અપીલ કરે છે.

Related posts

Leave a Comment