જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં SVEEP(સ્વીપ) કોર કમિટીના સભ્યો તથા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે SVEEP (સિસ્ટમેટિક વોટર્સ એજેયુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન) કોર કમિટીના સભ્યો તથા જિલ્લાના નોડલ અધિકારીઓ બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સ્વીપ કમિટીના સભ્યોએ ચૂંટણી અંગેની કરેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી તેમજ નવા મતદારો, દિવ્યાંગ મતદારો, માઈગ્રેટ મતદારો, ખાનગી સંસ્થાઓમાં કરી કરતા મતદારો વધુ જાગૃત બને અને મતદાન મથકોએ પૂરતી સગવડતા મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાએ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર. એન. ચૌધરી સહિતનાં સ્વીપ કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related posts

Leave a Comment