ગીર સોમનાથમાં તુવેર, ચણા અને રાયડા માટે ટેકાના ભાવે ખરીદી અન્વયે ખેડૂતો કરાવી શકશે નોંધણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત સરકાર દ્વારા ખરીફ/રવિ ૨૦૨૩-૨૦૨૪ વર્ષ અંતર્ગત તુવેર માટે રૂ.૭૦૦૦, ચણા માટે રૂ. ૫૪૪૦ અને રાયડા માટે રૂ.૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરેલ છે. ખરીફ/રવિ ૨૦૨૩-૨૦૨૪ વર્ષ અંતર્ગત તુવેર, ચણા અને રાયડા માટે ટેકાના ભાવે ખરીદી અન્વયે તા.૦૫.૦૨.૨૦૨૪ થી તા.૨૯.૦૨.૨૦૨૪ દરમિયાન નોંધણી કરાવી શકાશે. જે ખેડૂતો તુવેર, ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માગતા હોય તેઓ માટે તા. ૦૫.૦૨.૨૦૨૪ થી ૨૯.૦૨.૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે. તો જરૂરી આધાર-પુરાવા સાથે આપના નજીકના ઈ-ગ્રામ…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના’ના જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો અંગે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ના ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ઇણાજ ખાતે આજે એક બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી યોજાનાર આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે. બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરવાના છે. જે અંતર્ગત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં જે તે જિલ્લાના લોકો સહભાગી થશે. અંગેના આયોજન અંગેની બેઠકમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું સુચારું અને સુનિયોજીત આયોજન થાય તે…

Read More

નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૪માં બ્રોન્ઝ મેડલ મેળવતી મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની મોડલ સ્કૂલ ઈણાજની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની દક્ષાબેન ધાનાભાઈ ગળચરે નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૦૨૪ (SGFI)માં ભાગ લીધો હતો. ઝારખંડના રાંચી ખાતે યોજાયેલી વુશુ અંડર-૧૭ (બહેનો)ની નેશનલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં દક્ષાબહેને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ દક્ષાબહેન ધાનાભાઈ ગળચરને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા અને મોડલ સ્કૂલ ઈણાજના આચાર્ય અલ્પાબેન તારપરાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં અને સાથે જ ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Read More

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા પોલીસ કમિશ્નર નું સન્માન કરવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, સુરત           ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરુવાર, તા. ૦૧ ફેબ્રુઅરી, ૨૦૨૪ ના સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે વય નિવૃત્તિ ને કારણે નિવૃત થનાર સુરત શહેર ના પોલીસ કમિશ્રનર અજય તોમર નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી સંસ્થાઓ દ્વારા પણ કમિશ્રનર નું સન્માન કરેલ. આ સાથે સાથે સમાજ ના કોઈ પરિવાર દ્વારા કોઈ ઉચ્ચ અધિકારી નું સન્માન કરનાર કદાચ કોઈ હોઈ તો શ્રી વઘાસીયા પરિવાર હશે. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર ના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા…

Read More