જોડીયા તાલુકાના તારાણાધાર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન, ગ્રામજનોએ ઉત્સાહભેર રથનું સ્વાગત કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર  ડિસેમ્બર, રાજ્યભરમાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના તારાણાધાર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારીને તેનું સ્વાગત કર્યું હતું.  કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોની ટી.બી. અને સિકલ સેલની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં 45 ગ્રામજનો જોડાયા હતા. તેમજ ”મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.  આ ઉપરાંત, આયુષ્માન કાર્ડનું વિતરણ, ડ્રોન નિર્દશન, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ,…

Read More

ભાવનગર ઘોઘાના ભવાનીપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જિલ્લા પ્રભારી તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારી બિસ્વરૂપ દાસની મુલાકાત

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હિન્દ ન્યુઝ, ભાવનગર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભવાનીપુરા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ભાવનગર જિલ્લાના પ્રભારી અધિકારી તરીકે NDMA, દિલ્હીના જોઈન્ટ એડવાઈઝરશ્રી બિસ્વરૂપદાસ પણ સહભાગી બન્યાં હતાં. જોઈન્ટ એડવાઈઝર બિસ્વરૂપદાસ, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવા સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે કુંડળ ગામના સરપંચને નલ સે જલ યોજનામાં ગ્રામ પંચાયતમાં ૧૦૦ ટકા નળ જોડાણની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રશસ્તિપત્ર તેમજ ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં. કાર્યક્રમમાં મેરી કહાની મેરી…

Read More

નસવાડીના જસ્કી ગામમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આવી પહોંચતા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદપુર “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જસ્કી અને હરીપુરા ગામમાં આવી પહોંચતા તાલુકા પંચાયતના કારોબારી સભ્યો, તાલુકા પ્રમુખ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ,પૂર્વ તાલુકા પ્રમુખ, જસ્કીના સરપંચ અને હરિપુરના સરપંચશ્રી હાજરીમાં બંને ગામોના લાભાર્થીઓને સહાય અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તા. ૫ ડિસેમ્બરના રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી નિમિત્તે ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  વિકસીત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર કુમકુમ તિલક કરી યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિકસિત…

Read More

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નં ૨ અને ૩ના વિસ્તારની થઈ સાફ-સફાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     ગીર સોમનાથ જિલ્લાનાં સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા રોડ સાઇડના ઝાડ- ઝાંખરા દૂર કરાયા અને વોર્ડ નં ૨ અને ૩ના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા સાઇડના ઝાડી-ઝાંખરા દૂર કરી સફાઇ કરવામા આવી અને વોર્ડ નં ૨ અને ૩ના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાંથી ઝબલા, પ્લાસ્ટિક સહિતની ગંદકી દૂર કરીને સ્વચ્છ બનાવવામા આવ્યો હતો. આ સ્વચ્છતા ઝૂંબેશ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખા કર્મચારીઓ દ્વારા કરવામા આવી હતી.

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેવળી’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દેવળી ગામે પહોંચ્યો હતો અને મહાનુભાવના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી ઉપસ્થિત ગ્રામજનોએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ટૂંકી ફિલ્મથી માહિતી મેળવી હતી.

Read More

દેવળી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રતિભાવ વર્ણવતા દાહીમાં જયાબેન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       કોડીનાર તાલુકાના દેવળી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી.જેમા “મેરી કહાની, મેરી જુબાની અન્વયે રાધા ક્રિષ્ના મિશન મંગલમ મા જોડાયેલ અને DAY-NRLM યોજનાનો લાભ મળતા દાહીમાં જયાબેનએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. રાધા ક્રિષ્ના મિશન મંગલમમા જોડાયેલ દાહીમાં જયાબેનએ ગ્રામજનો અને મહાનુભવો સમક્ષ પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે અમારા મંડળની બહેનોને લોન મળવાથી અલગ અલગ રોજગારીથી આવક મેળી રહી છે. અને બહેનોને જ્યારે જોઈએ…

Read More

ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૦૬ ડિસેમ્બરનાં રોજ ફરશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે.  જેમાં આવતીકાલે તા.૦૬/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં કરદેજ, તળાજા તાલુકામાં આમળા અને ખંઢેરા, મહુવા તાલુકામાં ખરેડ અને ગુજરડા, પાલિતાણા તાલુકામાં પાંડેરીયા અને ભંડારીયા, સિહોર તાલુકામાં વડીયા અને વડાવળ, વલ્લભીપુર તાલુકામાં વાવડી અને હળીયાદ, ઘોઘા તાલુકામાં ગોરીયાળી અને કંટાળા, ઉમરાળા તાલુકામાં દડવા અને ધોળા ગો તેમજ ગારીયાધાર તાલુકામાં માનપુર અને ખારડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નાં રથ ફરશે.

Read More

“ગુજરાતના ગરબા” ને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ અંતર્ગત તા.૦૬ ડિસેમ્બરનાં રોજ સાંજે ૦૬:૦૦ કલાકે લાઈવ વેબકાસ્ટ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આયોજીત “ગુજરાતનાં ગરબા” ને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે યુનેસ્કો (UNESCO) દ્વારા માન્યતા આપવાના પ્રસંગનું બૉત્સ્વાના પ્રજાસત્તાકના કસાને શહેરથી તા.૦૬ ડિસેમ્બર, ૨૦૨૩નાં રોજ સાંજે ૦૬:૦૦ કલાકે લાઈવ વેબકાસ્ટ કરવામાં આવનાર છે. આ જીવંત પ્રસારણ નિહાળવા ભાવનગરની જનતાને ભાવભર્યું નિમંત્રણ છે. આ કાર્યક્રમમાં એન્ટ્રી તદ્દન ફ્રી રાખવામા આવેલ છે. આ કાર્યક્રમ શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મેઇન હોલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે.

Read More