હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વિકસિત ભારત સંકલ્પ યાત્રા બોડેલી તાલુકાના ખડકલા ગામ ખાતે પહોંચતા ગ્રામજનોએ સંકલ્પનું રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તબક્કે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કેમ્પનો પણ સૌ ગ્રામજનોએ લાભ લીધો હતો. વધુમાં સંકલ્પ રથના માધ્યમથી યોજનાકિય ફિલ્મ નિહાળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંદેશને ગ્રામજનોએ નિહાળ્યું હતું. આ તકે ગ્રામજનોએ મેરી કહાની, મેરી જુબાની થીમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના યોજનાકીય…
Read MoreMonth: December 2023
રાજકોટ ખાતે ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા લગ્ન ઉત્સવ 2024 કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા લગ્ન ઉત્સવ 2024 કાર્યક્રમનું રાજકોટ ફિલ્ડ માર્શલ વાડી ખાતે તા:24/12/2023 ના રોજ સફળ આયોજન કરવામાં આવ્યું. આ લગ્નોત્સવમાં પ્રાંતની શાખા પરિવારની બહેનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને સંપૂર્ણ વંદેમાતરમ ગીત સાથે કાર્યક્રમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દિપ પ્રાગટ્ય રાજકોટ ના લોકપ્રિય મેયર શ્રીમતી નયનાબેન વિનોદભાઈ પેઢડિયા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું. સ્પર્ધા સ્વરૂપે સંસ્કૃતિને જાળવવાના અવિરત પ્રયાસો ભારત વિકાસ પરિષદ કરતું આવ્યું છે. જેના અંતર્ગત વિસરતા જતા આપણાં લગ્નગીતોને લોકમુખે કરવાના પ્રયાસો માટે લગ્નગીત સ્પર્ધાનું દરેક…
Read Moreબોટાદ નગરપાલિકા દ્વારા રાત્રી સફાઇ કામગીરી દરમિયાન નદી પાસેના સ્થળોની સફાઈ ઝુંબેશ
“સ્વચ્છતા હી સેવા” હિન્દ ન્યુઝ, બોટાદ “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ દરમિયાન નદી અને આસપાસના સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આપણાં શહેરને સ્વચ્છ રાખવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે કે વહીવટી તંત્રની કામગીરીને સહકાર આપીએ. આપણી આસપાસ સ્વચ્છતા જાળવી રાખીએ અને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિયપણે સહભાગી બનીએ. રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ
Read Moreતાલાલા તાલુકાના બોરવાવ ખાતે તા.૨૯ ડિસેમ્બરના રોજ સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત જિલ્લાના તાલાલા તાલુકાના વિવિધ ગામો માટે બોરવાવ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ”કાર્યક્રમનુ તા.૨૯ ડિસેમ્બરના સવારે ૯ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી યોજાશે. તાલાલાના પ્રાથમિક શાળા બોરવાવ ખાતે સેવાસેતુ કાર્યક્રમમા આંબળાશ, બોરવાવ, ચિત્રાવડ, ચિત્રોડ, ધણેજ, ધાવા, ધ્રામણવા, ગાભા, ગલીયાવડ, ઘુંસીયા, હિરણવેલ, જેપુર, ખીરધાર, લુશાળા, માલજીંજવા, પીપળવા, ૨મરેચી,…
Read Moreવેરાવળ અને ઉના નગરપાલિકા વિવિધ વોર્ડ માટે તા.૩૦ ડિસેમ્બરના રોજ સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત ઉના અને વેરાવળ નગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડ માટે સેવાસેતુ”કાર્યક્રમ તા.૩૦ ડિસેમ્બરના સવારે ૯ કલાકથી યોજાશે. જેમા ઉના નગરપાલીકાના વોર્ડ નંબર ૧ થી ૫ માટે યોગા કેન્દ્ર ઉના ખાતે યોજાશે તેમજ વેરાવળ નગરપાલિકા વોર્ડ નંબર,૨,૩,૪,૫,૬ માટે “કેવટ ભુવન”ખારવા સમાજની વાડી ભીડીયા ખાતે નિયત સમય મુજબ યોજાશે.
Read Moreપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બીયારણ, ખાતર લેવા મદદરૂપ થાય છે : ચીમનભાઈ ચાવડા
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમો થકી યોજનાકિય લાભો છેવાડા લોકોને મળી રહ્યા છે. જેમા તાલાલા તાલુકાના હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ચીમનભાઈ ચાવડાએ પોતાના પ્રતિભાવ વર્ણવ્યા હતા. ચીમનભાઈએ ગ્રામજનો સમક્ષ પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે, હું હિરણવેલ ગામનો એક સામાન્ય નાગરિક છું સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મને વર્ષ દરમિયાન છ હજાર રૂપિયા મળે છે. તેમાંથી આ રકમ અમારા જેવા અનેક નાના ખેડુતોને બીયારણ, ખાતર અને…
Read Moreગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભીડીયા ખાતે મહિલા સુરક્ષા અંગે જાગૃતિ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા મહિલા લક્ષી કાયદાઓ યોજનાઓ તથા મહિલા સુરક્ષા અંગે જાગૃતિ શિબિરનું આયોજન પેસેન્ટર શાળામાં ભીડીયા ખાતે કરવામાં આવ્યુ હતું. જેમા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ કાયદા સંબંધે તેમજ જો કોઇ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓનીમાહિતી ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW કોર્ડીનેટર આંનંદ ભાઇ પરમાર દ્વારા માહિતી પુરી પાડવામાં…
Read Moreજામનગર મહાનગરપાલીકા ઝોનકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગતનાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત અને મહાનગરપાલીકા જામનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી જામનગર શહેર દ્વારા સંચાલીત જામનગર મહાનગરપાલીકા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન ગત તા.૨૩/૧૨/૨૦૨૩ના રોજ જામનગરનાં અજીતસિંહજી પેવીલીયન (ક્રીકેટ બંગલો), સ્વીમિંગ પૂલ હોલ ખાતે કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં જામનગર મહાનગરપાલીકાના કુલ ૪ ઝોનમાંથી ૨૪ ઝોન કક્ષા વિજેતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર વિજેતા ભાઈઓમાં કાશોદરીયા શુભદ્ર અને બહેનોમાં તેજલ વડનગરા તેમજ દ્વિતિય ક્રમે વિજેતા ખેલાડી ભાઇઓમાં ચાંદ્રા હિંમતભાઈ…
Read Moreજામનગરના લાલપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની નિમણૂંક કરાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અરીખાણા પ્રાથમિક શાળા, ખેંગારપર પ્રાથમિક શાળા, ટેભડા વાડી શાળા-૧, મોડપર વાડી શાળા-૧, ખાયડી વાડી શાળા, બબરઝર વાડી શાળા-૨, વિરેશ્વર વાડી શાળા, ગોવાણા વાડી શાળા-૧, ટેભડા વાડી શાળા-૨, નવાણીયા વાડી શાળા, સણોસરા વાડી શાળા-૧, ચારણતુંગી વાડી શાળા તથા ગોવાણા વાડી શાળા ગામોની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની જગ્યાઓ ભરવાની છે.જેમાં, ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા.૦૫ જાન્યુઆરી સુધીમાં તેમનું નિયત નમૂના સાથેનું અરજી પત્રક લાલપુર મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ મેળવી જમા કરવાનું…
Read Moreજન જનના સપનાં સાકાર કરવાનો સરકારનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
હિન્દ ન્યુઝ, જામનગર લાલપુર તાલુકાના મોટી વેરાવળ તથા વડ પાંચસરા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંવાદને લાભાર્થીઓએ વર્ચુઅલ માધ્યમથી સાંભાળ્યો હતો.વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોટી વેરાવળ તથા વડ પાંચસરા ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ હરખભેર રથનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ અંતિમ વ્યકિત સુધી પહોંચાડવાના હેતુથી આયોજિત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ…
Read More