હિન્દ ન્યુઝ, સુરત શ્રી વઘાસિયા પર પરિવાર સુરત દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2023 ના રોજ બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા વીબીસી (વઘાસીયા બિઝનેસ ક્લબ) ના કોર્ડીનેટર આશિષભાઈ વઘાસિયા (આઈડીયલ ઇમિગ્રેશન) વાળાએ જણાવ્યું કે શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા છેલ્લા ચાર વર્ષથી વઘાસીયા બિઝનેસ ક્લબ ચાલી રહી છે. તે અંતર્ગત વઘાસિયા પરિવારના યુવા બિઝનેસમેનોને માર્ગદર્શન મળી રહે તે હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં સુરતના ખ્યાતનામ સ્પીકર અને ડિજિટલ માર્કેટિંગ ના નિષ્ણાત રોનક સોરઠીયા અને અમિતભાઈ દ્વારા માર્કેટિંગ અને બ્રાન્ડિંગ ના વિષય પર…
Read MoreMonth: September 2023
શ્રી સોમનાથ તીર્થમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું ૧૨મુ ચરણ
હિન્દ ન્યુઝ, સોમનાથ ભાદરવા માસમાં પવિત્ર ગણેશ નૌરાત્રમાં સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઅનુષ્ઠાનનું ૧૨ મુ ચરણ આજે સંપન્ન થયું હતું. જેમાં ૧૧,૦૦૦ જેટલા ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન વિશ્વ કલ્યાણ ના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી શ્રી…
Read Moreવડાપ્રધાનના આગમન ને લઈને વહીવટી તંત્રની મેરેથોન તૈયારી
હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર પ્રધાનમંત્રીના બોડેલી મુલાકાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જીલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. આજરોજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ એસપીજીની ટીમે સુરક્ષાની બાગડોર સાંભળી લીધી હતી. એસપીજી-આઈજી શિવમકુમાર અને પૃથ્વીસિંહ પવાર તેમજ તેમની ટીમે સભા સ્થળ અને હેલીપેડ નિરીક્ષણ, ચકાસણી કરી, એસપીજી તેમજ છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં વહીવટીતંત્ર, હુકમ થયેલા અધિકારીઓ અને ફરજ સોપાઈ હોય તે કચેરીના અધિકારી સાથે ખાસ બેઠક યોજી એએસએલ (એડવાન્સ સિક્યોરીટી લાઈઝન) યોજી હતી. જેમાં પ્રધાનમંત્રીશ્રીની વિઝીટમાં કોઈ ચૂક ન રહે તેની તકેદારી…
Read Moreસોમનાથમાં ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનનું ૧૧મુ ચરણ
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સવાલક્ષ ગણપતિ અથર્વશીર્ષ પાઠ તેમજ મહા વિનાયક યજ્ઞનું આયોજન કરાયું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી કે જેમની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રીનાં વિશ્વ કલ્યાણકારી સદભાવને અનુસરીને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓને સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનમાં જોડીને સંસ્કૃત પાઠશાળાઓને જ્ઞાનપ્રકાશથી જોડતો એક સ્વર્ણિમ પથ કંડાર્યો છે. ગણપતિ અથર્વશીર્ષ મહા અનુષ્ઠાનમાં સોમનાથ ખાતે રાજ્યભરની 45 થી વધુ સંસ્કૃત પાઠશાળાઓ જોડાઈ છે.…
Read Moreરાજકોટ ખાતે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં કરાયું
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૨/૦૯/૨૦૨૩ ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં રેલનગરવિસ્તારમાં કર્ણાવતી સ્કુલપાસેટી.પી. સ્કીમ નં.૨૪(રાજકોટ), એફ.પી.નં. ૪/એ(રહેણાંકવેચાણહેતુ)તથા એફ.પી.નં.૧૪/એ (ગાર્ડન હેતુ)ના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે ૮૬કરોડની કિંમતની ૧૫,૯૬૦ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, જગ્યા રોકાણ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા…
Read Moreભાવનગરના તરવૈયાઓ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં વિજેતા થઈને રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સ્ટેટ એકવેટીક એસોશિએશન આયોજિત અને સુરત ડિસ્ટ્રિક્ટ એકવેટીક એસોશિએશન દ્વારા સંચાલિત સુરત ખાતે યોજાયેલ 12 મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ સ્વીમીંગ ચેમ્પિયનશીપ – ૨૦૨૩ સ્પર્ધામાં ભાવનગરના તરવૈયાઓ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં વિજેતા થઈને રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા છે આ તરણ સ્પર્ધામાં “સ્વીમર્સ એસોશિએશન – ભાવનગર” ના ૩૫ થી ૩૯ વયજુથમાં વિશાલ ડી. જોષી – ૫૦ મીટર બટર ફ્લાઈ સ્ટ્રોકમા ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર ઇન્ડીવિડિયલ મિડલેમાં ગોલ્ડ મેડલ, ૫૦ મીટર બેક સ્ટ્રોકમા સીલ્વર મેડલ અને ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં સીલ્વર મેડલ, ૫૦ થી ૫૪ વયજુથમાં શ્રી છગનલાલ સી.…
Read Moreપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમીતે સેવા પખવાડીયા અંતર્ગત મેગા સર્વરોગ નિદાન કેમ્પ
હિન્દ ન્યુઝ, જામનગર સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર હરીયા કોલેજ ખાતે નિઃશૂલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન નિષ્ણાંત ડોકટરો દ્વા૨ા નિદાન અને નિઃશૂલ્ક દવાઓ જામનગર જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદશ્રી પૂનમબેન માડમ તેમના વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે લોકોને કોઈને કોઈ રીતે સહાયરૂપ થઈ સેવાકીય કાર્યો અવીરત પણે કરતા આવ્યા છે. ગત વર્ષે ૨ દિવસ માટે જામનગર ખાતે નિઃશૂલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયેલ હતો તે જ રીતે ચાલુ વર્ષે પણ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ના ૭૩ માં જન્મદિવસ નિમિતે સેવા પખવાડીયા અંતર્ગત આગામી તા.૨૩/૦૯/૨૦૨૩ શનિવારના રોજ હરીયા કોલેજ, ગોકુલનગર, જામનગર…
Read Moreભાદ્ર માસની સુદ છઠ્ઠ પર શ્રી સોમનાથમા ગણપતિ અથર્વશીર્ષ પાઠનું દસમું ચરણ
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સ્વામી હરિપુરિજી સંસ્કૃત મહાવિદ્યાલય અસારવા- અમદાવાદ,શ્રી સ્વામી સંસ્કૃત મહાવિદ્યાલય ડભાણ – ખેડા નડિયાદ,શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય જેતલપુર -અમદાવાદ, શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરાયા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું છે. આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબના હસ્તે શ્રી ગણેશ ભગવાન નું પૂજન કરવામાં આવેલ. કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન…
Read Moreભાવનગરના ગ્રામ્ય પંથકમાં પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ગ્રામ્ય જિલ્લાના વલ્લભીપુર ઘટક ખાતે સેજા કાળા તળાવ આંગણવાડી ચમારડી ૩ ખાતે પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત “સ્વસ્થ બાળક સ્પર્ધા” થીમ હેઠળ તમામ બાલક બાલિકાની આરોગ્ય તપાસ કરાવવી તેમજ તમામ બાળકોનું વજન અને ઊંચાઈ કરી એક થી ત્રણ નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ તેમજ પોષણની શપથ ગ્રહણ કરાવવામાં આવી હતી. દર મહિનાના પ્રથમ મંગળવારે “સુપોષણ સંવાદ”ની ઉજવણી હેઠળ ભાવનગર ખાતે માલણકા આંગણવાડી કેન્દ્રમાં સગર્ભાબહેનની શ્રીમંત વિધિ તથા લાભાર્થીઓને પોષણ અંગે ખાસ ધ્યાનમાં રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ આંગણવાડીનાં ભુલકાઓ સાથે જન્માષ્ટમી નિમિતે કૃષ્ણજન્મની…
Read Moreભાવનગર શહેર (મહાનગરપાલિકાકક્ષા) અને ગ્રામ્ય (જિલ્લાકક્ષા) “યુવા ઉત્સવ” સ્પર્ધા તા. ૨૫ સપ્ટેમ્બરના યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષે યોજાતો જિલ્લાકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૩૩ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર દ્વારા યોજાવાની છે. આ સ્પર્ધાની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. ભાવનગર ગ્રામ્ય/શહેર કક્ષાની સ્પર્ધામાં ઝોન/તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા કુલ ૧૫ સ્પર્ધાના સ્પર્ધકો અને સીધી મહાનગરપાલિકા/ જિલ્લાકક્ષાની ૧૮ સ્પર્ધામાં અગાઉ જેઓએ કચેરી ખાતે અરજી કરેલ તેવા સ્પર્ધકો જિલ્લાકક્ષાએ (ગ્રામ્યકક્ષાએ) તા ૨૫/૦૯/૨૦૨૩…
Read More