ભાવનગરના તરવૈયાઓ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં વિજેતા થઈને રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ગુજરાત સ્ટેટ એકવેટીક એસોશિએશન આયોજિત અને સુરત ડિસ્ટ્રિક્ટ એકવેટીક એસોશિએશન દ્વારા સંચાલિત સુરત ખાતે યોજાયેલ 12 મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ સ્વીમીંગ ચેમ્પિયનશીપ – ૨૦૨૩ સ્પર્ધામાં ભાવનગરના તરવૈયાઓ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં વિજેતા થઈને રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા છે 

આ તરણ સ્પર્ધામાં “સ્વીમર્સ એસોશિએશન – ભાવનગર” ના ૩૫ થી ૩૯ વયજુથમાં વિશાલ ડી. જોષી – ૫૦ મીટર બટર ફ્લાઈ સ્ટ્રોકમા ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર ઇન્ડીવિડિયલ મિડલેમાં ગોલ્ડ મેડલ, ૫૦ મીટર બેક સ્ટ્રોકમા સીલ્વર મેડલ અને ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં સીલ્વર મેડલ, ૫૦ થી ૫૪ વયજુથમાં શ્રી છગનલાલ સી. જાંબુચા – ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં સીલ્વર મેડલ, ૫૦ મીટર બટર ફ્લાઈ સ્ટ્રોકમા સીલ્વર મેડલ, ૫૦ મીટર બેક સ્ટ્રોકમા બ્રોન્ઝ મેડલ, શ્રી પરેશ આર ડોડીયા – ૫૦ મીટર બટર ફ્લાઈ સ્ટ્રોકમા ગોલ્ડ મેડલ, ૫૦ મીટર બેક સ્ટ્રોકમા ગોલ્ડ મેડલ, ૬૦ થી ૬૪ વયજુથમાં નરેશકુમાર ડી. વાઘેલા – ૫૦ મીટર બટર ફ્લાઈ સ્ટ્રોકમા બ્રોન્ઝ મેડલ તથા ૬૫ થી ૬૯ વયજુથમાં શ્રી પરેશ કે. પટેલ – ૧૦૦ મીટર બેક સ્ટ્રોકમા ગોલ્ડ મેડલ, ૫૦ મીટર બેક સ્ટ્રોકમા ગોલ્ડ મેડલ, ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ, ૨૫ થી ૨૯ વયજુથમાં જયદીપ આર. ચુડાસમા – ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં સીલ્વર મેડલ, ૫૦ મીટર બટર ફ્લાઈ સ્ટ્રોકમા બ્રોન્ઝ મેડલ તથા ભાવનગરની મિડલે રિલે ટીમે – ગોલ્ડ મેડલ અને ફ્રી સ્ટાઈલ રિલેમાં સીલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. 

બહેનોની ૫૦ થી ૫૪ વયજુથમાં આરતીબેન એમ. પટેલ – ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ, ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં સીલ્વર મેડલ, ૫૦ મીટર બેક સ્ટ્રોકમા બ્રોન્ઝ મેડલ, ૧૦૦ મીટર બેક સ્ટ્રોકમા સીલ્વર મેડલ પ્રાપ્ત કરેલ અને આ તમામ સ્વીમર્સ હવે આગળની કક્ષાએ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં પસંદગી પામેલ છે. આ તમામ વિજેતા સ્પર્ધકઓને ટીમના મેનેજર પ્રભાતસિંહ ગોહિલ અને મુકેશભાઈ દસાડીયાએ અભિનંદન પાઠવેલ છે.

Related posts

Leave a Comment