હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રી સ્વામી હરિપુરિજી સંસ્કૃત મહાવિદ્યાલય અસારવા- અમદાવાદ,શ્રી સ્વામી સંસ્કૃત મહાવિદ્યાલય ડભાણ – ખેડા નડિયાદ,શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય જેતલપુર -અમદાવાદ, શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરાયા
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું છે.
આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબના હસ્તે શ્રી ગણેશ ભગવાન નું પૂજન કરવામાં આવેલ.
કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે.
સ્કંદપુરાણ ના પ્રભાસ ખંડમાં ઉતરાાર્ધમાં ઉલ્લેખ અનુસાર પ્રભાસતીર્થમાં મહાવીનાયકી યજ્ઞનો ઉલ્લેખ છે જેમાં 1000 હોમ કરવાથી શાંતિ કલ્યાણ અને ઉત્કર્ષના આશીર્વાદ શ્રી ગણેશ આપે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ, અને દેશના કલ્યાણની પ્રાર્થના સાથે આ યજ્ઞ કરવામાં આવશે.
રાજ્યભરની તમામ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મણકા અનુસાર શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ પૂર્ણ કરવામાં આવશે તે પછી, તા. 26,27,28 સપ્ટેબર દરમિયાન મહા ગણેશ યજ્ઞ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
આ મહાઅનુષ્ઠાનના દસમા ચરણમાં શ્રી સોમનાથ મંદિર પરિસરમાં પ્રાચીન કપર્દીવિનાયક ગણેશજીના ચરણોમાં શ્રી સ્વામી હરિપુરિજી સંસ્કૃત મહાવિદ્યાલય અસારવા- અમદાવાદ, શ્રી સ્વામી સંસ્કૃત મહાવિદ્યાલય ડભાણ – ખેડા નડિયાદ, શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય જેતલપુર -અમદાવાદ, શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા.