હિન્દ ન્યુઝ, રાજકોટ મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે. આ પતંગ મહોત્સવમાં ૧૬ દેશોના ૪૧ કાઈટીસ્ટો જેમકે, ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશના પતંગબાજો તેમજ ભારતના ૭ રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીસ્સાના ૧૮ તેમજ રાજકોટ સહીત ગુજરાતના ૯૯ પતંગબાજો ભાગ લેનાર…
Read MoreMonth: January 2023
શહેરમાં કાર્યરત આશ્રયસ્થાનોનો વધુમાં વધુ ઘરવિહોણા લોકો લાભ મેળવે તે માટે તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૩ દરમિયાન ડ્રાઈવ યોજાઈ
૮૯ ઘરવિહોણા લોકોને રેનબસેરા ખાતે સ્થળાંતર હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) કાર્યરત છે. આશ્રયસ્થાનોનો લાભ વધુમાં વધુ ઘરવિહોણા લોકો મેળવે તે માટે તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૩ દરમિયાન રાજકોટ શહેરના કિસાનપરા ચોક અને રેસકોર્ષ, ઇન્દિરા સર્કલ, ૧૫૦ રિંગ રોડ પાસે દિવસના તથા રાત્રીના સમય દરમિયાન ડ્રાઈવ કરવામાં આવેલ. જેમાં ૮૯ ઘરવિહોણા લોકોને રેનબસેરા અંગે માહિતી પ્રદાન કરી તમામ લોકોને આશ્રય સ્થાન ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે. આ ડ્રાઈવમાં પ્રોજેક્ટ શાખાના આસી. મેનેજર…
Read Moreશહેરની આઠ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૧-૨૦૨૩ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) આશુતોષ હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૨) પ્રભુ કૃપા હોસ્પિટલ, જયુબિલીની બાજુમા (૩) દેવ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ (૪) ઈશા હોસ્પિટલ , સંતકબીર રોડ ,જય ભોજલરામ સોસા-૫ (૫) સિનર્જી હોસ્પિટલ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૬) વિનસ હોસ્પિટલ, કે કે વી હોલ પાસે, કાલાવડ રોડ (૭) વ્રજ હોસ્પિટલ બાલાજી હોલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ તેમજ (૮) જીનેસીસ હોસ્પિટલ, રૈયા રોડ, બાપા સિતારામ ચોક, ખાતે રાજકોટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં…
Read Moreસુરત જિલ્લા આયુષ વિભાગ દ્વારા પલસાણા તાલુકાના ગંગાધરા ખાતેથી પ્રથમ આયુષ મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી પ્રેરિત, જિલ્લા આયુષ વિભાગ સુરતના સંયુકત ઉપક્રમે પલસાણા તાલુકાના ગંગાધરાના હરિધ્યાન સ્મૃતિભવન ખાતે આયુષ મેળો યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર, તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રીમતિ વૈશાલીબેન પટેલ અને ઉપપ્રમુખ સંદીપભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ગંગાધરા હાઇસ્કૂલના આચાર્ય સ્ટાફ અને તમામ બાળકો સાથે અનેક અન્ય મહાનુભાવો એ હાજરી આપી. આ મેળામાં જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથી પ્રેમી પ્રજાજનોએ આયુર્વેદ અને હોમિયોપેથી, સુવર્ણપ્રાશન, સંશમની વટી અને આર્સેનિક આલ્ક તથા ઉકાળાનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી…
Read Moreઉમરપાડા તાલુકાના નાના સુતખડકા ગામે એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે નાયબ બાગાયત નિયામકની કચેરી, સુરત દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નાના સુતખડકા ગામે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મદદનીશ બાગાયત નિયામક ડો.ક્રિષ્ના ડી.પટેલે બાગાયત પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે તથા બાગાયતી પાકોના મુલ્યવર્ધન ઉપર માર્ગદર્શન આપ્યું હતું. હિરલબેન ચૌધરી, બાગાયત અધિકારી-ઉમરપાડા દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અને પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો એન્ડ સ્મોલ સ્કેલ ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીજ (PMFME) વિશેની ખેડૂતોને જાણકારી આપવામા આવી હતી. સાથે જ અમરસિંગભાઈ દ્વારા ખેતીવાડીની યોજના અંગે માર્ગદર્શન અને પ્રગતિશીલ ખેડૂતોને માહિતીગાર કરવામાં…
Read Moreગોધરા ખાતે તાલુકા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ગોધરા જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ, શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા તથા એસ એન્ડ એસ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ગોધરાના સયુંકત ઉપક્રમે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ખાનગી એકમોમાં રોજગારી તથા સ્વ રોજગારીની તક માટે તાલુકા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં પંચમહાલ, વડોદરા, અમદાવાદ જિલ્લાના કુલ ૦૮ નોકરીદાતા દ્વારા સેલ્સ,ટ્રેની કેન્દ્ર મેનેજર,ફાઈનાન્સ પ્લાનર, ઓફીસ એક્ઝીક્યુટીવ, ટેલીકોલર, લાઈન ઓપરેટર, મશીન ઓપરેટર, ફીટર, વેલ્ડર જેવી ૨૫૦થી વધુ ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે ૨૦૦થી વધુ…
Read Moreકોચલા ગામે બહુ મોટી સંખ્યા માં ગ્રામજનો દ્વારા શંકરભાઇ ચૌધરી નું સન્માન પણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અત્યારે થરાદ તાલુકાના ગામડાના પ્રવાસે આજે થરાદ તાલુકાના કોચલા, રાહ, અરંટવા, ડુવા, કિયાલ, ડેડુવા સહિત ના ગામોમાં મુલાકાત લીધી અને ગામ લોકો સાથે સીધો સંવાદ કરી અને જણાવ્યું હતું કે તેમને ચૂંટણી માં આપેલા વાયદા ઓ તેઓ પૂર્ણ કરશે અને કઈ પણ કામ હોય તો અઢારે આલમ સાથે સતત કાર્યરત રહીશ અને સેવા આપીશ એવું જણાવ્યું હતું અને વધુ માં જણાવ્યું હતું કે તમે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો અને તેના થકી જ હું આજે વિધાનસભા ના અધ્યક્ષ…
Read Moreબીલીમોરા શહેરમાં પોલીસ દ્વારા વ્યાજના કાળા નાગને દાંડવા માટે લોક દરબારો યોજાયો
હિન્દ ન્યુઝ, બીલીમોરા બીલીમોરા શહેરમાં રાણાપંચની વાડીમાં લોક દરબાર રાખવામાં આવ્યો હતો એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વ્યાજખોરિના જે દૂષણ સમાજની અંદર ચાલી રહ્યું છે એની જાગૃતિ માટે ગુજરાત ભાજપ સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પડાયું છે નવસારી જિલ્લાની પોલીસ દ્વારા હરેક તાલુકામાં વ્યાજખોરિના કાળા નાગને ડામવા માટે જનજાગૃતિ અભિયાન થયું હતું. એની અંદર મુખ્ય મહેમાન તરીકે એસ.ઓ.જી. પી.બી. પટેલિયા, બીલીમોરા શહેરના પી.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ પઢરીયા અને ઢોલાઈ મરીના પોલીસ સ્ટેશન એમ, આર ચાવડા હાજર રહ્યા હતા એમના દ્વારા બીલીમોરા ને જનતાને વ્યાજખોરિના કાળા નાગને ડંવા માટે જાગૃત કરવાનું ઉદબોધન…
Read Moreવાવ તાલુકાના વાવડી ગામે તાલુકાનાં ગામ માં એક આધેડ દલીત ઉપર અગમ્ય કારણોસર સકસો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો
હિન્દ ન્યુઝ, વાવ ગુજરાતમાં દલિતો પર હુમલા અવાર નવાર થતાં જોવા મળી રહ્યા છે તેમાં તંત્ર બિલકુલ ચૂપ જોવા મળી રહ્યું છે વાવડી ગામ ના દલીત સામાજિક કાર્યકર વિક્રમ સેંગલ ના પિતા શ્રી નાગજીભાઈ સેંગલ ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરતાં ચકચાર મચી સવારે 7 થી 8 ના સુવારે નાગજીભાઈ ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અસામાજિક તત્વોએ પાસળથી કર્યો હુમલો લોખંડની પાઇપ વડે શરીરના અનેક ભાગો પર જોરદાર ફટકા મારી કર્યો હુમલો અસામાજિક તત્વો દ્વારા ધારદાર હથિયાર વડે હુંમલો કરતાં નાગજીભાઈ સેંગલ બુમા બૂમ કરતાં લોકો થયા એકઠા તેમને…
Read Moreઈલેક્ટ્રોનિક્સ એસોસીએસન ની મિટિંગ યોજાઈ
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ ટેક નીશિયન એસોસિયેશના પ્રમૂખ પંકજભાઇ ચાંવ દ્વારા વાર્ષિક મિટિંગ બોલાવામાં હતી જેમાં ટેકનિશિયન ને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરેલ. મંત્રી દિલીપભાઈ કલ્યાણી દ્રારા ઇલેક્ટ્રોનિક્સને લાગતી બાબતોને લઈને માહિતી આપેલ આ મિટિંગનીમાં ખજાનચી નરેશભાઈ મહેતા દ્વારા વાર્ષીક હિસાબ રજૂ કારેલ મિટિંગમાં હાજર ઉપપ્રમુખ વિનુભાઈ રામાણી સહિત એસોસિએશન ના સભ્ય હાજર રહેલ અંતમાં સૌએ સાથે મળી ભોજન કરેલ બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ
Read More