ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન બી-20 ઇન્સેપ્શનની બેઠક યોજાશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. 18મી જી-20 સમિટ સપ્ટેમ્બર 2023માં આયોજિત થશે.    ગુજરાત શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોના આયોજન સાથે આ ઐતિહાસિક ઘટનામાં પોતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન…

Read More

આગામી તા.૨૨મી જાન્યુ. સુધી ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે આ વિસ્તારમાં સાવચેતીના પગલા લેવાનું જરૂરી જણાય છે.         જેથી કચ્છ જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨) ની કલમ ૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓએ એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કે કોઇ મંડળી બનાવીને ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર…

Read More

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને સફેદ તલનો વિશેષ સાયમ શૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ મકરસંક્રાંતિ ના પાવન પર્વ પર શાસ્ત્રોક્ત રીતે સફેદ તલ થી શિવજી ના પૂજન તેમજ સ્નાનનું મહાત્મ્ય રહ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને સફેદ તલ, ઘી, ગુલાબ, તેમજ ગલગોટા ના ફૂલ દ્વારા વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવના જ્યોતિર્લિંગ સ્વરૂપને ઘી અને તલનો લેપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સોમનાથ મહાદેવના તલ આચ્છાદિત સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથમાં ગૌ પૂજન માં ઓનલાઇન ભક્તો જોડાયા. આજે સવારથી જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા માંથી લવાયેલ ગૌ માતા…

Read More

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે કોળી સમાજના ઇષ્દેવ શ્રી માંધાતા મહારાજની શોભા યાત્રા તેમજ માંધાતા સર્કલ ખાતે મુર્તિ સ્થાપના કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર મહુવા ખાતે સમસ્ત કોળી સમાજ અને માંધાતા ગ્રુપ મહુવા દ્વારા કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રીમાંધાતા મહારાજ નો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો. શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. સાથે માંધાતા સર્કલ મૂર્તિ સ્થાપના કરવામાં આવી. શોભાયાત્રા માંધાતા સર્કલ થી પ્રારંભ થઇ માંધાતા સર્કલ, મગનભાઈ કરશનભાઈનું પુતળું, મોરારી હનુમાન, વાસી તળાવ, ગાંધીજીનું પુતળું, ગાંધીબાગ, અને માંધાતા સર્કલ ખાતે પૂર્ણાવતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમા ઉપસ્થિત સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ (ડેડાણ) દ્વારા આર્શીવચન આપી માંધાતા સર્કલ મૂર્તિની સ્થાપના કરવામાં આવી આ કાર્યક્રમમા ઉપસ્થિત સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુ ડેડાણ…

Read More

ગીર સોમનાથમા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અતર્ગત આયુષને વિનામૂલ્યે કિડની ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા આર.બી.એસ.કે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) માં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદય રોગ,ક્લેટ લીપ પેલેટ સહિતની ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના અન્ય ગંભીર રોગની સારવાર તથા મોટા ઓપરેશનની જરૂર પડ્યે સરકારશ્રી દ્વારા આર.બી.એસ.કે પ્રોગ્રામ અતર્ગત વિનામૂલ્યે સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. આ વર્ષ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના બાળક આયુષ સુરેશ પરમાર ને જન્મથી જ કિડની ની બિમારી હતી, જે  વેરાવળ તાલુકાની આર.બી.એસ.કે ટીમનાં ડો.ઈશ્વર ડાકી તથા ડો.વિએના જીન્જુવાડીયા નિદાનમાં આવતા તેમના દ્વારા માર્ગદર્શન…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં  નાળિયેરી બગીચા ધરાવતા ખેડુતોને  સફેદમાખી ( રૂગોસ સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય )ના ઉપદ્રવને અટકાવવા માટે બાગાયત વિભાગ દ્વારા પગલાઓ લેવા માટે ખેડૂતોને અનુરોધ કરવામા આવે છે. જેમા નાળિયેરીના બગીચા ૧ થી ૩ વર્ષના ઝાડ  ધરાવતા  હોય તેવા ખેડૂતોને સફેદમાખીના (રૂગોસ સ્પાયરલિંગ) અસરકારક નિયંત્રણ માટે પાયરીપ્રોક્સીફેન ૧૦% + બાયફેન્થ્રીન ૧૦% ઇ.સી. ૦.૦૦% ( ૧૦ મીલી/૧૦ લીટર પાણી ) અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૦.૦૨૭% ( ૧૨ મીલી/૧૦ લીટર પાણી ) અથવા ડાયાફ્રેન્થીયુરોન ૫૦% ડબ્લ્યુ.પી. ૦.૦૫% ( ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણી), સ્ટાર્ચ ૧% ( ૧૦ ગ્રા/લીટર પાણી ) સાથે, પ્રથમ…

Read More

મકરસંક્રાંતિ પર્વના શાસ્ત્રોકત સંક્રાંતિ કાળ સમયે સોમનાથ મંદિરમાં કરાયું સુર્યપૂજન તથા ગૌ પૂજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સનાતન સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના સંક્રાંતિ કાળનું વિશેષ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. સંક્રાંતિ કાળ સમયે કરવામાં આવતું પુણ્ય કાર્ય અનેક ગણું વધુ ફળદાયી કેહવામાં આવ્યું છે. વળી ગૌ પૂજન નું સંક્રાંતિ સમયે અનેરુ મહાત્મ્ય હોય છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં મહાદેવના દર્શનની સાથે સાથે ગૌ પૂજનનો પણ લાભ દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુંઓએ પુજાનો લાભલીધો હતો. સોમનાથ મંદિરમાં પરંપરાગત કરવામાં આવતી પુજામાં સુર્યપૂજન- ગૌ પૂજન કરવામાં આવેલ. સાથે જ સોમનાથ મહાદેવને કરવામાં આવતા વિશેષ મહાપૂજનમાં દ્રવ્યો, ઔષધીઓ, દુગ્ધ, સહિતમાં વિવિધ તલથી સોમનાથ મહાદેવને અભિષેક કરવામાં આવેલ હતો. વિશ્વશાંતિ…

Read More