હિન્દ ન્યુઝ, ભુજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૯/૦૧/૨૦૨૩ના સોમવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે . જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે . તથા “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાઓ: સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય(શરીરના વર્ણને ઉજળો કરનાર ) કરનાર છે.…
Read MoreDay: January 7, 2023
સુરીનામના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું સોમનાથ મંદિરે વેદમંત્રોથી અભિવાદન..
હિન્દ ન્યુઝ, ભુજ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે સુરીનામ દેશ જે દક્ષીણ અમેરીકામાં આવેલ છે, ત્યાના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી પરીવાર તેમજ ડેલીગેશન સાથે સોમનાથ આવી પહોચ્યા હતા. સોમનાથ વિ.આઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબે પૂષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરેલ હતુ. શ્રી સોમનાથ મંદિરે તિર્થ પુરોહિતો અને સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારોએ વેદમંત્રોથી તેઓનું અભિવાદન કરેલ, મંદિરની પરંપરા મુજબ સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇએ પૂષ્પહારથી તેઓનું સ્વાગત કરેલ હતું. સોમનાથ મહાદેવના દર્શન ગંગાજળ અભિષેક વેદમંત્રો સાથે મહામહિમ રાષ્ટ્રપતીજીએ કરેલ. તેઓએ સોમેશ્વર મહાપૂજન ધ્વજાપૂજન કરેલ, મહાપૂજન મુખ્યપૂજારીશ્રી વિજયભાઇ ભટ્ટ તથા સાથી પૂજારીવૃંદ…
Read Moreરિપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા. ૦૯/૦૧/૨૦૨૩ના રોજ Major GSO-2 (int), HQ, 75(I) inf Bde Gp, Pin-908075, C/o 56 APO દ્વારા Range no.−1 (20 MAHAR) ઉપ૨ 17 MARATHA LI, Pin-908075, C/o 56 APOના તાબા હેઠળ ફરજ બજાવતા અધિ./કર્મ.શ્રીઓની ફાયરીંગ પ્રેક્ટીસ યોજનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઈ પણ વ્યક્તિઓએ પ્રવેશવુ નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇ પણ વ્યક્તિ આ ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસ૨ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુક્શાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની…
Read Moreગીરસોમનાથમાં ઉમેદપરા(ગીરગઢડા) ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી ગીરસોમનાથ અને સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા) દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા), હરમડિયા રોડ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં ઓમ એન્ટરપ્રાઇઝ-રાજકોટ, એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ- ઉના, સ્નેહા સર્વિસ શોલ્યુશન મારુતિ સુઝુકી)- મહેસાણા, ડીસેન્ટ મેનપાવર- અમદાવાદ અને વેલસ્પૂન ઈન્ડિયા- અંજાર વગેરે કંપનીઓ હાજર રહી ધો.૧૦, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ), ડિપ્લોમા (ટેકનિકલ ટ્રેડ તમામ) ૧૮ વર્ષથી ૪૦ વર્ષની ઉમર ધરાવતા, તેમજ મૂક-બધીર દિવ્યાંગ રોજગાર વાંચ્છુ ભાઈઓ- બહેનો હાજર રહી શકશે. આ ભરતી મેળામાં બીપીએલ અને જોબ કાર્ડ (મનેરેગા) ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે તેમજ આ ભરતી મેળામાં…
Read Moreસોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ પહેલાં લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ સહકાર મંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા સહિત મહાનુભાવોએ ગીતામંદિર હેલિપેડ પર રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મંદિરમાં સૌ પ્રથમ સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈએ પુષ્પહારથી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ હતું. જે પછી શરણાઈની સૂરાવલી સાથે સોમનાથના પંડિતો અને સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સુરીનામના રાષ્ટ્રપતિનું અભિવાદન કરવામાં…
Read Moreસિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૧૦-૦૧-૨૦૨૩ થી તા.૧૨-૦૧-૨૦૨૩ નાં સમયગાળા દરમ્યાન ભાવગર સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓ માટે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ…
Read Moreભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક…
Read Moreગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની ભરતી માટેની પ્રિલિમીનરી પરીક્ષા સવારનાં ૧૦:૦૦ થી ૧:૦૦ અને બપોરનાં ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમ્યાન પરીક્ષાઓ ભાવનગર શહેરમાં આગામી તા.૦૮/૦૧/૨૦૨૩ નાં રોજ યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે…
Read Moreઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર (મહિલા) ખાતે ભાવનગર જિલ્લના પ્રતિષ્ઠિત એકમો માટે ભાવનગર જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate- registration પર કરવાનું રેહશે અને ભરતી મેળાના દિવસે, શૈક્ષણિક…
Read Moreએન.એસ.એસ. ખાસ શિબિરનો ઉદ્ઘાટન તા. 7 જાન્યુઆરી 2023 ના શનિવાર રોજ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના એન. એસ. એસ. વિભાગના બંને યુનિટના કુલ 110 સ્વયંસેવકોનો થરાદ તાલુકાના લુણાલ ગામના નકળંગ ધામના મંદિરે ખાસ વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારંભ આજરોજ શનિવારે યોજાયો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે થરાદ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરીયા તથા મુખ્ય મહેમાન તરીકે થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ, થરાદ તાલુકાના દોલતપુરાના પશુચિકિત્સક હીરાભાઈ, લુણાલ ગામના સરપંચ હિરજીભાઈ, ડેરી મંત્રી હેમજીભાઈ અને લુણાલ પ્રા. શાળાના આચાર્ય વિષ્ણુભાઈની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત એન.એસ.એસ. વિભાગની બહેનોએ પ્રાર્થનાથી કરી. ત્યારબાદ અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. બહેનોએ સ્વાગત…
Read More