સોમનાથ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ દેવી ભાગવત કથાના સાતમાં દિવસે માતા ચંદ્રભાગા સપ્તમી ઉજવાઇ

હિન્દ ન્યુઝ, સોમનાથ “સોમનાથ મહાદેવ સાથે ચંદ્રભાગા શક્તિપીઠ આ ભૂમિ માં આવેલ છે” વિશેષ મહાત્મય શ્રોતા જનોને સંભળાવતા વક્તા ડો.કૃણાલભાઈ જોષી…         કથાના સાતમાં દિવસે વક્તા કૃણાલભાઈ જોષીએ જણાવેલ કે, પ્રભાસ ની પાવન ભૂમિ પર મહા સુદ સપ્તમીનું ખૂબ વિશેષ મહાત્મય સમાયેલુ છે. આ દિવસને ચંદ્રભાગા સપ્તમી તરીકે ઉજવાય છે, આ દિવસે આ ક્ષેત્રમાં યાત્રા,દર્શન,પૂજન કરવાથી માતા ચંદ્રભાગાની  વિશેષ શક્તિ કૃપા પ્રાપ્ત થાય છે. અને સાચી ભક્તિ થી મનુષ્ય તૃપ્ત થાય છે. કથા અંશો…         દેવી ભાગવત અનુસાર પુત્રના લક્ષણ કેવા હોવા જોઇએ, પુત્ર એ જીવીત મા-બાપની સેવા કરતો હોવો…

Read More

મહેસણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં ૩૭૨૦૩ કિશોરીઓએ રાષ્ટ્રિયબાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

હિન્દ ન્યુઝ, મહેસાણા            મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણી નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી. આશરે ૩૭૨૦૩ કિશોરીઓએ રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણીમાં ભાગ લીધો હતો. પૂર્ણા દિવસની ઉજવણીમાં સમગ્ર જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની ૩૭૨૦૩ કિશોરીઓએ ભાગ લીધેલો હતો. જેમાં વિજેતા બનેલ કિશોરીઓને સેનેટરી પેડ અને શિલ્ડના પ્રોત્સાહક ઇનામ આપીને સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઊંઝા તાલુકાના કંથરાવી ગામે પ્રોગ્રામ ઓફિસ જિજ્ઞાસા .કે.દવે ની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં આગણવાડીમાંથી મળતી…

Read More

ઊંઝા તાલુકાના વરવાડા ગામે બાગાયતી પાકોમાં સજીવ ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, મહેસાણા         આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયત ખાતા દ્વારા ઉંઝા તાલુકા ના વરવાડા ગામે બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિશે તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૨૦ તાલીમાર્થીઓને બાગાયતી પાકોમાં સજીવ ખેતી, બાગાયતી પેદાશોનુ મુલ્યવર્ધન અને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખીય છેકે રાજ્યમાં મહેસાણા જિલ્લામાં કાગદી લીંબુનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે અંદાજે લગભગ ૧૩,૫૦૦ હેક્ટર વિસ્તારમાં લીંબુ પાકનું વાવેતર થાય છે તેમજ ૧.૯૦ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન એટલે કે ગુજરાત રાજ્યના ૩૦% ઉત્પાદનમાં મહેસાણા…

Read More

રાજપીપલા જુની સિવિલ હોસ્પિટલ સંકુલ સ્થિત અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે તા.૩૦ મી જાન્યુઆરીએ યોજાશે “૪-ડી” હેલ્થ ચેકઅપ કેમ્પ

હિન્દ ન્યુઝ, રાજપીપલા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મળી આવેલ “૪-ડી” જન્મજાત ખોડ, ઉણપ, રોગ અને વિકાસલક્ષી વિલંબ તથા વિકલાંગતા ધરાવતા બાળકોની સંદર્ભ સેવાના ભાગ રૂપે નર્મદા જિલ્લામાં તા.૩૦/૦૧/૨૦૨૩ ને સોમવારના રોજ અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાજપીપલા ખાતે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત “૪-ડી” આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાપક બાળ આરોગ્ય સંભાળ અંતર્ગત જન્મથી લઈને ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને અમુક ચોક્કસ આરોગ્ય અવસ્થાના માટે સંપૂર્ણ આરોગ્ય સેવાઓ મળવી જરૂરી છે. આ અવસ્થાઓમાં રોગો (Diseases), ઉણપો (Deficiencies), વિકલાંગતા (Disability) અને વિકાસમાં…

Read More

વલસાડ સ્ટેટ બેંકની મુખ્ય શાખા દ્વારા 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

હિન્દ ન્યુઝ, વલસાડ                  પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ નાટક અને દેશભક્તિના ગીતો રજૂ કરતા માહોલ દેશભક્તિમય બન્યો અભ્યાસમાં વોટ્સઅપ અને યુટ્યુબ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેનું ડેમોસ્ટ્રેશન પણ પ્રજ્ઞાચક્ષુઓએ આપ્યું વલસાડના નનકવાડા સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સંચાલિત સંસ્થાના ધો. 1 થી 12 અને કોલેજ સુધીના 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે વલસાડના મોટા બજાર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાંચ દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની સંસ્થાના સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મુખ્ય બ્રાંચના ચીફ મેનેજર…

Read More

સુરત જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા આયોજન મંડળના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૧૮-૧૯થી ૨૦૨૨-૨૩ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેડળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ જોડાયા હતા. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે ત્યારે વિકાસકામો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદા શરૂ થાય અને પુર્ણ થાય તે જરૂરી…

Read More

ઘૂંટણ- ઈજાગ્રસ્થ કચ્છી યુવતી પાવર લીફટીંગમાં રાષ્ટ્રીય ચેમ્પીયન બની

હિન્દ ન્યુઝ, કચ્છ તાજેતરમાં ઔરંગાબાદ ખાતે પાવર લીફટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીએ સુવર્ણચંદ્રક અંકે કરી ગુજરાત અને  કચ્છનું નામ રોશન કર્યું છે મુન્દ્રા ખાતે રહેતી નેહલ મનીષ પંડયા એ ગત 19 મી જાન્યુઆરી ના ઔરંગાબાદ ખાતે માસ્ટર ગ્રુપ માટે યોજાયેલી નેશનલ પાવર લીફટિંગ સ્પર્ધામાં 57 કિલો ની વજન કક્ષા માં હરિયાણા પંજાબ તથા કેરળની ૧૨  યુવતીઓ ને માત આપી પોતાનું અવ્વલ મેળવ્યું હતું,  પરંતુ પંજાબ ની રિતુ કૌર સાથેનાથી ખરા ખરી ના જંગમાં નેહલે 750. ગ્રામ  વધુ વજન લિફ્ટ કરીને  પોતા અને ગુજરાત માટે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. એની આ સિદ્ધિ એ રીતે…

Read More

સોમનાથ માં સોમનાથ મહાદેવ સાથે માતા શક્તિ ચંદ્રભાગા શક્તિપીઠ સ્વરૂપે બિરાજે છે..

જગત શિવ શક્તિ મય છે…. જ્યાં બીરાજે મહાદેવ હોય ત્યાં માતા શક્તિ પણ સાથે હોય છે… હિન્દ ન્યુઝ, સોમનાથ          શ્રી સોમનાથ મંદિર ખાતે માતા વાઘેશ્વરી માતા ના સાનિધ્યમાં ચાલી રહેલ દેવી ભાગવત કથાના છઠ્ઠા દિવસે કથામાં આજે મહિસાસુર મર્દિની માતાજીએ મહિસાસુર અસુરનો વધ કર્યાની સુંદર કથા શ્રવણ કરી ભક્તો ધન્ય બન્યા હતા. કથા અંશ :          મહિસાસુર પુષ્કરમાં બ્રહ્માજીની પૂજા કરી, બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે અસુરે અમરત્વનું વરદાન માંગેલ ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, આ મૃત્યુ લોક છે. અહીં જે જીવ જન્મે એ મૃત્યુ પામે છે. ઘણા સમજાવ્યા બાદ મહિસાસુરે…

Read More

“સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે શહેરના બેન્કવેટ હોલ/વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્સીઓને3R (Reduce, Reuse and Recycle)  Initiatives માર્ગદર્શન અંગે કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ       “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે 3R (Reduce, Reuse and Recycle)  Initiatives અંગે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા આરોગ્ય શાખા દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૩ના રોજ શહેરના બેન્કવેટ હોલ/વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્સીઓને માર્ગદર્શન અંગે કેમ્પ યોજાયો. આ કેમ્પમાં તેઓ દ્વારા થતા તમામ કાર્યક્રમમાં 3R પ્રિન્સીપલનું પાલન કરી, રીયુઝેબલ કટલેરી તથા વાસણોનો ઉપયોગ કરવા તેમજ પ્રતિંબધીત પ્લાસ્ટીક અને ૨૦૦ ML કે તેથી નાની બોટલનો ઉપયોગ ન કરવા અંગેની સમજણ આપવામાં આવેલ. આ તકે ઉપસ્થિત તમામ એજન્સીઓ દ્વારા તેઓના તમામ કાર્યક્રમોમાં 3R પ્રિન્સીપલ મુજબ ઉત્પન્ન થતાં કચરાને રીયુઝ, રીસાઇકલ તેમજ રીડયુસ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાને સહકાર…

Read More

નખત્રાણા ખાતે પશુપાલન શિબિર તેમજ ખસીકરણ ઝુંબેશનો કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ         રખડતા અને બિનવારસુ નંદીઓના કારણે થતાં અકસ્માત, રાહદારીઓના મોત, ખેડૂતોના પાકના ભેલાણ સહિતના પ્રશ્નોના નિવારણ હેતુ સરકારે નંદીઓનું ખસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ નાબૂદ કરવા પશુપાલન વિભાગ તથા સામાજિક સંસ્થાઓના સહકારથી આ મુદે સક્રીય કામગીરી શરૂ કરાઇ છે. જે અનુંસધાને કચ્છથી આ પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે તેવું આજરોજ નખત્રાણા ગૌસેવા કેન્દ્ર ખાતે ખસીકરણ ઝુંબેશની શરૂઆત કરાવતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.         તેઓએ પશુપાલન શિબિર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું  હતું કે, ખસીકરણ કરવાથી નંદીઓની આક્રમતા ઘટી જશે તેથી અકસ્માતો…

Read More