જસદણના ગઢડિયા ગામમાં જુગાર રમતા 18 જુગરી ઝડપાયા

હિન્દ ન્યુઝ, જસદણ         જસદણ પો.સ્ટે વિસ્તારના ગઢડિયા ગામેથી જુગારન રમતા 18 જુગારીઓને પકડી પાડતી જસદણ પોલીસ રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઇન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સાથેના એ.એસ.આઈ ભુરાભાઈ માલીવાડ તથા સંજયભાઇ મેટાળિયાને ને મળેલ ચોક્કસ બાતમીના આધારે જસદણ પો.સ્ટેના ગઢડિયા ગામે મહેન્દ્રભાઇ મનજીભાઇ ડેરવાળીયા પોતાની માલિકીના ગોડાઉનમાં જુગાર રમતા અઢાર ઈસમોને પકડી પાડી રોક્ડ રૂપિયા ૪૯,૫૦૦ ના કુલ મુદામાલ સાથે પકડી…

Read More

વેરાવળ ખાતે તા.૨૫મી જાન્યુઆરીના રોજ યોજાશે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ,ગીર સોમનાથ        ગીર સોમનાથ પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદનો સ્થાનિક કક્ષાએ ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રી ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવુ ન પડે તે માટે વેરાવળ તાલુકા કક્ષાનો ”સ્વાગત” ઓનલાઇન કાર્યક્રમ તા.૨૫-૦૧-૨૦૨૩ના બુધવારના રોજ યોજાનાર છે.        આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૫-૦૧-૨૦૨૩ સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, કચેરીને પહોંચતી કરવા સબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવે છે અને  અરજીમાં મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.       ગ્રામ્ય વિસ્તારના લોકો તેમનો…

Read More

ICAR-CIFT ના વેરાવળ સંશોધન કેન્દ્રે સમુદ્રમાં તરતી મૂકી વેવ રાઈડર બૉય ઓબ્ઝર્વેશન સિસ્ટમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ INCOISએ હિંદ મહાસાગરમાં ૧૬ ડાયરેક્શનલ વેવ રાઇડર બોયા તૈનાત કર્યા છે. ICAR-CIFT ના વેરાવળ સંશોધન કેન્દ્રે INCOIS-હૈદરાબાદના સહયોગથી ગીર-સોમનાથ જિલ્લાના સોમનાથમાં સમુદ્ર સપાટી પર વેવ રાઇડર બોયાને તૈનાત કર્યું છે. આ બોયામાંથી એકત્રિત કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ ભવિષ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે ચોક્કસ સમયની માહિતી સિસ્ટમ વિકસાવવા માટે કરવામાં આવશે. આ વેવ રાઇડર બોયા સમુદ્રની હવામાન પરિસ્થિતિ, સમુદ્રની ભરતીની પ્રકૃતિ અને સમુદ્રી પ્રવાહો વિશે સચોટ માહિતી આપે છે. ઉપરાંત તોફાનો અને દરિયાની સ્થિતિની આગાહી કરવામાં પણ મદદ કરે છે. દરિયાઈ ઈજનેરી, શિપિંગ અને ફિશરીઝના સંદર્ભમાં તેમજ દરિયાઈ વિજ્ઞાનના પાયાના સંશોધનો,…

Read More

સુરતથી ગુમ થયા મહિલા અને પુરુષ, માહિતી આપનારને ૨૫,૦૦૦નું રોકડ ઈનામ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   નાયબ પોલીસ અધિક્ષક, સુરત ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જાહેર જનતા જોગ જણાવવામાં આવે છે કે સુરતથી ગુમ થયેલ ભાવનાબેન કરસનજી ઠાકોર અને  કનુભાઈ તળજાભાઇ રબારી   આ બંન્ને વ્યક્તિઓ મળી ન આવતા અરજદારએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સ પીટીશન દાખલ કરેલ છે. તસવીરમાં જણાવેલ બન્ને ગુમ થનાર મહિલા તથા પુરૂષની માહિતી આપનાર અથવા શોધી આપનારને રૂ. 25,000/- પ્રોત્સાહન ઈનામ આપવાનું જાહેર કરવામાં આવેલ છે. વિગતો અનુસાર ભાવનાબેન કરસનજી ઠાકોર(ઉ.વ.આશરે ૨૮ થી ૩૦) નાની શરીરે મધ્યમ બાંધાની, ઘઉં વર્ણો રંગ, ગોળ ચહેરો અને ઉંચાઈ આશરે 5X2 ની છે. જેના જમણા હાથે પાનની અંદર…

Read More

ભાવનગરનાં સિહોરમાં “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર સિહોરમાં સંકલિત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન જસાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મહિલા સશક્તિકરણમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે લાભ લેવા જણાવ્યું હતું. કિશોરીઓના પોષણ સાથે મહિલાઓના આરોગ્ય તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંગે આઈ.સી.ડી.એસ. વિભાગનાં રાજેશ્વરીબા જાડેજાએ જાણકારી આપી હતી. આ સાથે કુ. સુરભી ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિધિબેન દવેએ કિશોરી પોષણ જાગૃતિ સંદર્ભે સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ સાથે વાનગી સ્પર્ધા તેમજ વિવિધ…

Read More

ઘોઘામાં “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત “ બેટી બચાવો બેટી પઢાવો ” યોજનાના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી. ભવન ઘોઘા ખાતે તા: ૧૧ જાન્યુઆરીના રોજ “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ. ઘોઘા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૫ થી ૧૮ વર્ષની પૂર્ણા કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બાળ શક્તિ કેન્દ્ર, નારી અદાલત ઘોઘા, જિલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગર, તાલુકા હેલ્થ ઓફીસ ઘોઘા, ભાવનગર જીલા કો- ઓપરેટીવ બેંક, ઘોઘા ઈંગ્લીશ સ્કુલ, તાલુકા કાનૂની સેવા સમિતી…

Read More

પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારી અંગે જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ભાવનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આઈ.ટી.આઈ. તળાજા ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક આયોજન હોલ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટર ડી. કે. પારેખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદ્દે ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી. બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ,અધિક નિવાસી કલેક્ટર બી. જે. પટેલ, ડી.આર.ડી.એ. નિયામક જયશ્રીબેન જરૂ તથા અન્ય સંબંધિત…

Read More

ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી પરીસંવાદ, કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર ભાવનગર ખાતે આજરોજ પ્રાકૃતિક ખેતી પરિસંવાદ, કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી અંદાજિત ૧૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે કેમિકલ ના લીધે પાક ખૂબ જ સારો અને ઝડપથી મળી જતો હોય છે પરંતુ તેના ગેરલાભો ઘણા જ છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ ધીમે ધીમે સ્થાયી થઈ રહી છે. છેલ્લા થોડા વર્ષોમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોમાં વધારો જોવા…

Read More

સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ હુબલી-ધારવાડ (કર્ણાટક) ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૬માં રાષ્ટ્રીય યુવા ઉત્સવના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ તકે સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયા હતાં. રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી નિમિત્તે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી મકવાણાએ યુવાઓને ઉદ્દેશી કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીના વિચારો આજની યુવાપેઢી માટે ખૂબ જ મહત્વના છે. તેમના વિચારો જીવનમાં ઉતારી દેશને…

Read More

જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૧૧ જાન્યુઆરીથી તા.૧૭ જાન્યુઆરી દરમિયાન આર.ટી.ઓ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત વિવિધ જન- જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેનું આજ રોજ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ગોધરા ખાતેથી ઉદ્દઘાટન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થકી કરાઈ હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો આપણે સૌકોઈએ સાથે મળીને કરવાના છે. લોકોને ટ્રાફિકની…

Read More