સુરતથી ગુમ થયા મહિલા અને પુરુષ, માહિતી આપનારને ૨૫,૦૦૦નું રોકડ ઈનામ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

  નાયબ પોલીસ અધિક્ષકસુરત ઝોનસી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જાહેર જનતા જોગ જણાવવામાં આવે છે કે સુરતથી ગુમ થયેલ ભાવનાબેન કરસનજી ઠાકોર અને  કનુભાઈ તળજાભાઇ રબારી   આ બંન્ને વ્યક્તિઓ મળી ન આવતા અરજદારએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સ પીટીશન દાખલ કરેલ છે. તસવીરમાં જણાવેલ બન્ને ગુમ થનાર મહિલા તથા પુરૂષની માહિતી આપનાર અથવા શોધી આપનારને રૂ. 25,000/- પ્રોત્સાહન ઈનામ આપવાનું જાહેર કરવામાં આવેલ છે.

વિગતો અનુસાર ભાવનાબેન કરસનજી ઠાકોર(ઉ.વ.આશરે ૨૮ થી ૩૦) નાની શરીરે મધ્યમ બાંધાનીઘઉં વર્ણો રંગ, ગોળ ચહેરો અને ઉંચાઈ આશરે 5X2 ની છે. જેના જમણા હાથે પાનની અંદર અંગ્રેજીમાં B.K. નું છૂંદણાનું નિશાન છે અને મેલાભાઈ નાગજીભાઈના તબેલામાં રહેવાસી છે. મુળ રહે ભાથણીવાસગામ – ખેરવાતા.જી મહેસાણાગુજરાત – ૯૮૪૦૦૧ તથા ગામ – કલાણાતા.જી.પાટણગુજરાત (પિયર) અને શકમંદ સામાવાળા કનુભાઈ તળજાભાઇ રબારીઉ.વ .આશરે ૨૮ થી ૩૦શરીરે મધ્યમ બાંધાનોરંગે ઘઉ વર્ણનોજેનો ચહેરો લંબગોળ છેજેની ઉંચાઈ આશરે ૫X૬ ની છે તથા તેઓ મુળ રહે .ગામ – દેવપુરાતા .કાકરેજ. જી બનાસકાંઠાના છે  આ બંન્ને રહે મેલાભાઇ નાગજીભાઇના તબેલામાં. લંકા વિજય હનુમાન પાસે. તાપી નદીના કિનારેકતારગામસુરતથી ગુમ થયેલ છે

           આ બંન્ને ગુમ થનાર બાબતે કોઈ માહિતી મળ્યેથી એ. એમ. કેપ્ટનનાયબ પોલીસ અધિક્ષકસુરત ઝોનસી.આઈ.ડી. ક્રાઇમગુ.રા.નાઓના મો.નં. ૯૮૭૯૫૦૯૭૭૯ તથા ડીટેક્ટીવ પોલીસ ઇન્સ્પેક્ટર ટી. વી. પટેલસુરત શહેર તપાસ એકમસી.આઇ.ડી. ક્રાઇમગુ.રા.નાઓના મો.નં. ૬૩૫૯૬૨૭૧૩૮ તથા સી.આઇ.ડી. ક્રાઇમગુ.રા.ગાંધીનગર કંટ્રોલ રૂમના ટેલીફોન નં. ૦૭૯ ૨૩૨૫૪૩૮૦ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

Related posts

Leave a Comment