હિન્દ ન્યુઝ, ભુજ સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા કચ્છના મેઘપર બોરીચી ખાતે શ્રી રાધા મદન મોહન ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે દેશ વિદેશમાં મંદિરની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. ઇસ્કોન મંદિર નિર્માણના દાતાઓની ઉદારતાની પ્રસંશા કરીને તેઓએ ઉમેર્યું હતું કે, ઈશ્વરની કૃપાથી જ આપણે સેવાકાર્યો કરી શકીએ છીએ. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી વળવા સક્ષમ છે પણ જ્યારે આપણે કોઈ સારા કાર્યમાં નિમિત્ત બનીએ છીએ ત્યારે તે ઈશ્વરનો આદેશ હોય છે. કૃષ્ણનું જીવન જન જન…
Read MoreDay: January 8, 2023
નર્મદા જિલ્લાની દીકરીઓ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી દેશહિતમાં પોતાનું યોગદાન આપવા સક્ષમ – ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ
હિન્દ ન્યુઝ, નર્મદા નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ “પૂર્ણા યોજના” સહિત આંગણવાડી કેન્દ્રોમાં અપાતી તમામ સેવાઓ અંગે કિશોરીઓને અવગત કરાવતા આઈ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ રાજપીપલાની કન્યા વિનય મંદિર ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની કરાયેલી ઉત્સાહભેર ઉજવણી રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” તથા “પૂર્ણા યોજના” અંતર્ગત નર્મદાના નાંદોદ તાલુકાના રાજપીપલા ખાતે કન્યા વિનય વિદ્યાલયના પટાંગણમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કિશોરીઓની સુરક્ષા, સશક્તિકરણ, આરોગ્ય-પોષણ-શિક્ષણનું મહત્વ, ઘરેલુ હિંસાથી રક્ષણ તેમજ મહિલાઓના સર્વાંગી…
Read Moreજિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ
હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-3 માં ૯ તાલુકા, ૬ શાખાઓ તેમજ દાધિકારીઓની ટીમ મળી કુલ ૧૬ ટીમો તેમજ મહિલા ક્રિકેટમાં ૪ તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી. આ આંતર તાલુકા કિક્રેટ ટુર્નામેન્ટ સિઝન ૩ માં મહિલાઓની ફાઇનલ મેચ તાલુકા પંચાયત વાગરા અને તાલુકા પંચાયત નેત્રંગ વચ્ચે રમાઈ હતી. જે મેચમાં તાલુકા પંચાયત વાગરાનો વિજય થયો હતો. વાગરાના મહિલા કેપ્ટને ૧૫ બોલમાં 38 રન બનાવી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપી મેન ઓફ ધી…
Read Moreબીલીમોરા બર્ડ-પાર્ક બીલીમોરામાં પ્રાકૃતિક જ્ઞાન સંવર્ધનનું નવલું નજરાણુ
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તાજેતરમાં વિવિધ દેશના પક્ષીઓ સમાવતું ખાસ પક્ષીઘર લોકચાહનાનું અને મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આ પક્ષીઘરમાં ૩૦ પ્રજાતિના ૨૫૫ પક્ષીઓ જોવા મળી રહયાં છે. બીલીમોરા બર્ડ પાર્કમાં વિવિધ એકઝોટિક બર્ડ રાખવામાં આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિ સહિતના વિવિધ દેશોના પક્ષીઓનો સમાવેશ કરાયો છે. મુલાકાતીઓને પક્ષીઓના પ્રજાતિ વિશે વિસ્તૃત જાણકારી ઉપલબ્ધ છે. ઉપરાંત રંગબેરંગી માછલીઓ, બતકની જોડીઓ, ઇગુઆના ( મોટા કાચીંડા) , ગીની પીગ અને સસલા પણ બર્ડ પાર્કમાં છે. આ બર્ડપાર્કનો મુખ્ય હેતુ એ છે કે સ્થાનિક તથા આસપાસના વિસ્તારોમાં લોકોમાં…
Read Moreસુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ‘સીટેક્ષ– ર૦ર૩’ પ્રદર્શનનો ભવ્ય શુભારંભ
હિન્દ ન્યુઝ, સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સાતમા ‘સીટેક્ષ- સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્ષ્પો– ર૦ર૩’ પ્રદર્શનને કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સીટેક્ષ એક્ઝીબિશનમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર…
Read Moreઆદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે માંડવી ખાતે આયુષ મેળાને ખુલ્લો મુકાયો
હિન્દ ન્યુઝ, સુરત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી પ્રેરિત, જિલ્લા આયુષ વિભાગ સુરતના સંયુકત ઉપક્રમે માંડવીના સુથાર ફળિયા પૂનમ વાડી ખાતે આયુષ મેળાને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ અવસરે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, ભારતે આપેલી અનમોલ ભેટ એવા યોગને સમગ્ર વિશ્વમાં જાણીતો થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુનો સમક્ષ રજુઆતને પગલે ૨૧મી જુનને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના પરિણામે ભારત જ નહિ પણ…
Read Moreભરૂચની એસવીએમ સ્કૂલમાં ધો-૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાષ્ટ્રિય કક્ષાએ ઝળકી
હિન્દ ન્યુઝ, ભરૂચ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તથા મીનીસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા વીરગાથા નામનો પ્રોજેક્ટ ભારત વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાની બહાદુરીને લગતા કિસ્સા ઉપર સમગ્ર શાળાઓના વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તે અંર્તગત ભરૂચ શહેરમાં આવેલી એસવીએમ હાયર સેકન્ડરીની વિદ્યાર્થીનીનું પેઇન્ટિંગ અને કવિતા શ્રેષ્ઠ રહ્યું હતું. જે અંર્તગત તેણીને પરિવાર સાથે ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં આમંત્રણ પાઠવામાં આવ્યું છે. ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બતુલ સંચાવાલાએ ધોરણ ત્રણ થી પાંચમી કેટેગરીમાં કારગિલ યુદ્ધના મહાન સપૂત કેપ્ટન મનોજકુમાર પાંડે ઉપર એક ભાવવાહી હિન્દી…
Read More