બોટાદ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરતાં કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

હિન્દ ન્યુઝ, બોટાદ આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જેને અનુલક્ષીને આજરોજ બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાની વિવિધ સમિતિઓના અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ઉક્ત બેઠકમાં કાર્યક્રમના સ્થળે સ્ટેજ વ્યવસ્થા, મંડપ, બેઠક વ્યવસ્થા, એટહોમ કાર્યક્રમમાં પોડીયમ, મેગા ઈવેન્ટ, લોકાર્પણ-ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ઉપરાંત બોટાદ શહેરને રંગરોગાન અને લાઈટીંગથી સજાવવા બાબતે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન…

Read More

મહુવા તાલુકાની કુંભણ શાળાના ઇનોવેટીવ શિક્ષક દંપત્તિ શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડનાં નવતર પ્રયોગો જિલ્લાકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ કર્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત ભાવનગર જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૨-૨૩ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સીદસર ખાતે યોજાયો. આ ઇનોવેશન ફેસ્ટિવલમાં મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપત્તિ શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડના રમકડાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગિજુભાઈ બધેકા અને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો લઈ શિક્ષણમાં નવતર પ્રયોગ માટે આ શિક્ષક દંપત્તિ જાણીતા છે. તેઓના રમકડાં રાજ્યકક્ષાએ અને નેશનલ કક્ષાએ રમકડાં મેળામાં પસંદગી પામેલા છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભાવનગર ચેરપર્સન…

Read More

ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જીવલેણ માર્ગ અકસ્માતમાં માનવ જિંદગી બચાવનારાઓનું સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના પીડિતોને મદદરૂપ થવા માટે લોકો વિના સંકોચે આગળ આવતા થાય તે માટે ‘ગુડ સમારીટન એવોર્ડ’ યોજના અમલી બનાવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી વેબસાઇટ અને ‘ગુડ સમારીટન એવોર્ડ’ યોજનાને રાજ્યવ્યાપી રિ-લોંચ પણ કરવામાં આવી છે. આ અવસરે ભાવનગર જિલ્લા આર.ટી.ઓ અને પોલિસ વિભાગ દ્વારા આયોજીત “ગુડ સમારીટન” વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં તેમજ ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા અને તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ પરમાર અને મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે…

Read More

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂરજોશમાં

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ચેતક કમાન્ડો, મહિલા પોલીસ, ડોગ સ્ક્વોડ તેમજ અશ્વસવાર જવાનો સહિત પોલીસ બેન્ડ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં અશ્વદોડ, જવાનોના વિવિધ કરતબો સહિતની પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની અવનવી કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની હોવાથી…

Read More

બોટાદમાં આકાર લઇ રહી છે રંગબેરંગી ચિત્રનગરી: અંડર બ્રિજની દીવાલો પર રાષ્ટ્રીયશાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની સુંદર તસવીર બની આકર્ષણનું કેન્દ્ર

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં રાજ્યકક્ષા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ બોટાદના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જ્યારે બોટાદ જિલ્લામાં રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થવા જઇ રહી છે, ત્યારે બોટાદ શહેરનાં અન્ડરબ્રિજની દીવાલ પર રાષ્ટ્રભક્તિનો સંદેશ આપતાં ચિત્રો સાથેની રંગબેરંગી ચિત્રનગરી આકાર લઇ રહી છે. બોટાદ જેમની કર્મભૂમી રહ્યું છે તેવાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં સુંદર ચિત્રથી દીવાલ વધુ શોભી રહી છે. ત્યારે યુવાપેઢી ગુજરાતી સાહિત્યક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિઓથી…

Read More

તા.૨૩ જાન્યુઆરીએ બોટાદના શ્રી નાનજી દેશમુખ ઓડિટોરીયમ હોલ ખાતે “કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન”ની રમઝટનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે તા.૨૩ મી જાન્યુઆરી, ૨૦૨૩ ને સોમવારના રોજ બોટાદના શ્રી નાનજી દેશમુખ ઓડિટોરીયમ, નગરપાલિકા હોલ ખાતે સાંજના ૫:૦૦ થી ૭:૩૦ કલાક દરમિયાન “કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન”ની રમઝટનો કાર્યક્રમ યોજાશે. આ અવસરે ઉપસ્થિત કવિગણમાં મનોહર ત્રિવેદી, ડૉ.ભરત જોશી (પાર્થ મહાબાહુ), વિમલ અગ્રાવત, વિશાલ જોશી, યોગેશ પંડ્યા, જાતુષ જોશી, પ્રવિણ ખાચર, જિજ્ઞેશ વાળા અને આનંદ ગઢવી વગેરે ઉપસ્થિત રહેશે. તેવી જ રીતે શોર્યગીત ગુંજનમાં જગદીશભાઇ પરમાર, ભાઇલાલભાઇ ટુંડિયા, સંજ્યભાઇ મકવાણા, સહદેવભાઇ ચૌહાણ, કિશાબેન ગઢવી, લસુબેન ડાંગી…

Read More

ભાવનગર આઈ. ટી. આઈ. દ્વારા કૌશલ્યલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર આજરોજ આઈ.ટી.આઈ ભાવનગર દ્વારા કૌશલ્ય તેમજ સ્પોર્ટ્સ ની વિવિધ પ્રવૃતિઓ માટે જીલ્લા કલેકટર તથા ચેરમેન જીલ્લા કૌશલ્ય સમિતિ ભાવનગર ડી.કે.પારેખ ના અધ્યક્ષ સ્થાને આઈ.ટી.આઈ. ભાવનગરના આચાર્ય વર્ગ-૧  તપન વ્યાસ દ્વારા સેવન સ્ટાર ક્રિકેટ ગ્રાઉન્ડ રીંગરોડ, ભાવનગર ખાતે સમાંરભનું આયોજન કરવામાં આવેલ હતું. વર્લ્ડ બેંક ના સહયોગ થી ભારત સરકાર ના નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટ મિશન ફેઝ-૩ અંતર્ગત સમગ્ર ભારત માંથી પસંદગી પામેલ કુલ ૪૯ ઇન્ડસ્ટ્રીઝ ક્લસ્ટર તથા ગુજરાત રાજ્યના કુલ ૧૩ પૈકી ભાવનગર જીલ્લાના (૧) સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ ભાવનગર અને (૨) ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ભાવનગરનો STRIVE (RA4) અંતર્ગત…

Read More

તા.૨૦ જાન્યુઆરીના રોજ સિહોર માં રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ,  ભાવનગર  મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ (કંપની) માં સેલ્સ એક્સિક્યુટિવ, સેલ્સ ઓફિસર, સર્વિસ એડવાઇઝર, મિકેનિક, હેલ્પર, ઓપરેટર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૩ (શુક્રવાર), સવારે ૧૧:૦૦ કલાકે, આઇ.ટી.આઇ. સિહોર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગર ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Read More

વનચેતના કેન્દ્ર ભાવનગર હેઠળ ઉચ્ચપગારની નોકરીની ખોટી તેમજ લોભામણી જાહેરાતથી ચેતવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર  પરપ્રાંતિય લેભાગુ તત્વો દ્વારા વનચેતના કેન્દ્ર ભાવનગર હેઠળ ઉચ્ચપગારની નોકરીની ખોટી તેમજ લોભામણી જાહેરાત આપવામાં આવેલ છે. વનવિભાગ હેઠળ આવી કોઇ નોકરીની જાહેરાત આપવામાં આવેલ નથી. લેભાગુ તત્વો દ્વારા આવી લોભામણી જાહેરાતથી નાણાકિય છેતરપીંડી થવાની સંભાવના રહેલી છે. આથી આવી લોભામણી જાહેરાતથી દુર રહેવા તમામ જાહેરજનતાએ નોંધ લેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજિક વનીકરણ રેન્જ, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  

Read More

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ શહેરી વિસ્તારો સહિત ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને બનાવી વધુ વેગવાન

હિન્દ ન્યુઝ, બોટાદ પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે.તેમજ નદી વિસ્તારમાંથી પ્લાસ્ટિક દુર કરવાની સાથે જાહેર માર્ગો પર આવેલ ડિવાઇડરો પાણીથી સાફ કરવામાં આવી રહયાં છે.   અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેરીની સફાઇની કામગીરી માટે ગઢડા, બરવાળા અને ધંધુકા નગરપાલિકાની ટીમો દ્વારા સફાઇની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જે…

Read More