ભાવનગર આઈ. ટી. આઈ. દ્વારા કૌશલ્યલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

આજરોજ આઈ.ટી.આઈ ભાવનગર દ્વારા કૌશલ્ય તેમજ સ્પોર્ટ્સ ની વિવિધ પ્રવૃતિઓ માટે જીલ્લા કલેકટર તથા ચેરમેન જીલ્લા કૌશલ્ય સમિતિ ભાવનગર ડી.કે.પારેખ ના અધ્યક્ષ સ્થાને આઈ.ટી.આઈ. ભાવનગરના આચાર્ય વર્ગ-૧  તપન વ્યાસ દ્વારા સેવન સ્ટાર ક્રિકેટ ગ્રાઉન્ડ રીંગરોડ, ભાવનગર ખાતે સમાંરભનું આયોજન કરવામાં આવેલ હતું.

વર્લ્ડ બેંક ના સહયોગ થી ભારત સરકાર ના નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટ મિશન ફેઝ-૩ અંતર્ગત સમગ્ર ભારત માંથી પસંદગી પામેલ કુલ ૪૯ ઇન્ડસ્ટ્રીઝ ક્લસ્ટર તથા ગુજરાત રાજ્યના કુલ ૧૩ પૈકી ભાવનગર જીલ્લાના (૧) સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ ભાવનગર અને (૨) ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ભાવનગરનો STRIVE (RA4) અંતર્ગત સમાવેશ થયેલ છે. જે ભાવનગર જીલ્લા માટે ગૌરવ અને આનંદ ની બાબત છે. જે બાબતે ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન પ્રમુખ દ્વારા જીલ્લા અધ્યક્ષને STRIVE (RA4) પ્રોજેક્ટ યોજના અંતર્ગત MOU બાબતે સુમાહિતગાર કરવામાં આવ્યા હતા.

મિશન સ્કીલ ડેવલોપમેન્ટ અંતર્ગત વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઓન જોબ ટ્રેનીંગ નાં MOU એક્ષચેન્જ કરવામાં આવેલ તથા WASMO અંતગર્ત તાલીમ પામેલ “પમ્પ ઓપરેટરો” ને સર્ટિફિકેટ અને કીટ વિતરણ તથા કૌશલ્ય ધ સ્કીલ યુનીવર્સીટી હેઠળના AWS (એમેઝોન વેબ સર્વિસ) એકેડમી ના “ડેટા સેન્ટર ટેકનીશ્યન” કોર્ષના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા ગત તા:૧૦-૦૧-૨૦૨૩ ના રોજ આયોજીત ભરતીમેળા અંતર્ગત નવનિયુક્ત થયેલ એપ્રેન્ટીસ તાલીમાર્થીઓને નિમણુંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુડ ગવર્નન્સ, સ્કીલ ડેવલોપમેન્ટ તથા વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ દરમ્યાન વિવિધ તબક્કે વિશેષ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ટી.ડી.વ્યાસ, એમ.સી મીઠાપરા, પી.એમ.પંડિત તથા એમ.વી.મેર ને જીલ્લા કલેકટર દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

પીડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝ તથા આઈટીઆઈ ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ રિજીયનની ઇન્ટર આઈ.ટી.આઈ ક્રિકેટ ટુર્નામેંટ પીડીલાઇટ કપ – ૨૦૨૩ ના ઉદઘાટન કલેકટર ભાવનગર ડી.કે.પારેખ તથા અન્ય મહાનુભાવો દ્વારા શુભઆરંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં BMC નાં ડેપ્યુટી કમિશનર સુ. મનીષાબેન બ્રહ્મભટ્ટ, પીડીલાઇટ ઈન્ડસ્ટ્રીઝનાં વાઇસ પ્રેસિડેંટ ડૉ. પી કે શુક્લા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ નાં મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઇ સોની તથા ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન નાં પ્રમુખ દિલીપભાઇ કામાણી તથા વિવિધ ઉદ્યોગ ગૃહ ના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

Related posts

Leave a Comment