90-સોમનાથ ના લોક લાડીલા ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા ની અધ્યક્ષતા મા વેરાવળ પાટણ નગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષી ને મીટીંગ મળી

હિન્દ ન્યૂઝ, વેરાવળ 

          આજ રોજ વેરાવળ ખાતે 90-સોમનાથ ના લોક લાડીલા ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા ની અધ્યક્ષતા મા વેરાવળ પાટણ નગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષી ને મીટીંગ મળી હતી. જેમા વેરાવળ પાટણ નગર પાલિકા ભાજપ ના પુર્વ પ્રમુખ શ્રીમતિ કિરણ બેન ભીમજીયાણી તેમજ પુર્વ યુવા ભાજપ પ્રમુખ હરસુખ ભાઈ ભીમજીયાણી અને એમની ટીમ તેમજ આમ આદમી પાર્ટી ના સોશીયલ મીડિયા ના શહેર પ્રમુખ મનનભાઈ મહેતા, મીતભાઈ ચાવડા તેમજ મોટી સંખ્યા મા ભાજપ તેમજ આમ આદમી પાર્ટી ના વેરાવળ પાટણ ના હોદેદારો જોડાયા હતાં.

            તમામ લોકો નું ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ તેમજ વિમલ ભાઈ ચુડાસમા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાન નુસરત ભાઈ પંજા, કોંગ્રેસ આગેવાન જયકર ભાઈ ચૉટાઈ, કોંગ્રેસ આગેવાન ડો. નિશાંત ભાઈ ચોટાઈ દ્રારા હાર્દિક સ્વાગત કરી વિધિવત કોંગ્રેસ નો ખેસ પેરાવ્યો હતો.

રિપોર્ટર :  મો. સઈદ મહિડા, ગીર સોમનાથ 

Related posts

Leave a Comment