હિન્દ ન્યૂઝ, હિંમતનગર
આ ચૂંટણીમાં ઉમેદવાર શ્રીમતિ હાફિઝા બીબી મો. સાલેહ લાલા(એકાઉન્ટન્ટ) સર્વોદય નાગરિક બેન્કમાં અનામત ઉમેદવારો તરીકે આજરોજ ચૂંટણીમાં ઉભા હતા. આ શ્રીમતી નું વ્યાખ્યા રૂપારણ બહુ સરસ જાણવા મળેલ છે. સમય એવી વસ્તુ છે કે. “ગણે રાખો તો ખૂટે, વાપરો તો વધી પડે, સંધરો તો નીકળી જાય, પણ જો સાચવી લો તો તમારો થઈ જાય”. સાથે સાથે બેનનો બીજો વ્યાખ્યા એ છે કે,”કિસી કો હરા ને કા શોખ નહી હૈ હમે.. બસ ખુદ કો બેહિસાબ આગે લે જાને કા જીદ હૈ હમે..”
આજરોજ મતદાન મથકમાં કુલ મતદાન 3467 થયું. જે ટકાવારી લેખે ગણતરી કરવા જઈએ તો 42.34 નું જાણવામાં આવેલ છે.
આ સાથે મતદાન મથકમાં ઉમેદવારો અને લોકો વધારે ખુશાલ મિજાજમાં જોવા મળ્યા. મદ્રેસા હાઈસ્કૂલ ખાતે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક, સેનીટાઇઝર, વગેરેની વ્યવસ્થા કરેલ હતી.
આજની ચૂંટણી મથકમાં 42.34% મતદાન સારુ ગણવામાં આવ્યું છે. જેમાં હિંમતનગર ખાતે લોકોમાં ભારે ખુશાલ જોવા મળ્યો છે.
રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર