તા.૨૩ જાન્યુઆરીએ બોટાદના શ્રી નાનજી દેશમુખ ઓડિટોરીયમ હોલ ખાતે “કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન”ની રમઝટનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે તા.૨૩ મી જાન્યુઆરી, ૨૦૨૩ ને સોમવારના રોજ બોટાદના શ્રી નાનજી દેશમુખ ઓડિટોરીયમ, નગરપાલિકા હોલ ખાતે સાંજના ૫:૦૦ થી ૭:૩૦ કલાક દરમિયાન “કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન”ની રમઝટનો કાર્યક્રમ યોજાશે.

આ અવસરે ઉપસ્થિત કવિગણમાં મનોહર ત્રિવેદી, ડૉ.ભરત જોશી (પાર્થ મહાબાહુ), વિમલ અગ્રાવત, વિશાલ જોશી, યોગેશ પંડ્યા, જાતુષ જોશી, પ્રવિણ ખાચર, જિજ્ઞેશ વાળા અને આનંદ ગઢવી વગેરે ઉપસ્થિત રહેશે.

તેવી જ રીતે શોર્યગીત ગુંજનમાં જગદીશભાઇ પરમાર, ભાઇલાલભાઇ ટુંડિયા, સંજ્યભાઇ મકવાણા, સહદેવભાઇ ચૌહાણ, કિશાબેન ગઢવી, લસુબેન ડાંગી અને સાજીંદાઓ શિક્ષણ પરિવાર-બોટાદ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બોટાદવાસીઓને સહભાગી બનવાં જિલ્લા વહીવટીતંત્ર, બોટાદ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment