હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં ૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કોર્ટ હોલ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને…
Read MoreDay: January 25, 2023
ગારીયાધારમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના વિચારો અમલીકરણ અર્થે તા.૨૩ જાન્યુઆરીના રોજ તાલુકા પંચાયત કચેરી, ગારીયાધાર ખાતે સવારના ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગારીયાધાર તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આં ઉપરાંત ગારીયાધાર તાલુકામાંથી તાલુકા વિકાસ અધિકારી, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતનાં સદશ્યો જિલ્લા પંચાયતનાં સદ્સ્યઓ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સરપંચઓ, વિસ્તરણ અધિકારી, આઇ.આર.ડી.પી સ્ટાફ તથા ગામનાં આગેવાન ભાઇઓ તથા બહેનો હાજર રહ્યાં હતાં.
Read Moreઆગામી તા.૨૭ જાન્યુઆરીનાં રોજ ભાવનગર જિલ્લામાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ જિલ્લા કક્ષાએ ભાવનગર શહેરમાં જ્ઞાનમંજરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સવારે ૧૧-૦૦ કલાકે નિહાળવાનું આયોજન કરવામાં આવેલ છે. માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા સંદર્ભે જીવત પ્રસારણમાં સીધો સંવાદ કરશે. જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ભાવનગર વિસ્તારના સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને શહેરના પ્રતિષ્ઠીત મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. જિલ્લાની તમામ…
Read Moreસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં તળાજાની આઇ.ટી.આઇ. ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન સહિતની ટૂકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટર ડી.કે.પારેખ, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ,…
Read Moreશ્રી સોમનાથ મંદિરના સમિપ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યે દેવિભાગવત ના તૃતીય દિવસે ભુવનેશ્વરી માતાજી નું પ્રાગટ્ય,
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં આવેલ સોમનાથ તીર્થ જે હરિ-હર તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. આ સ્થાનમાં માતા ચંદ્રભાગા શક્તિપીઠ આવેલું છે. આ સ્થાનમાં શિવ-શક્તિ ની આરાધના પુણ્યકારી માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર સમીપ આવેલ પૌરાણીક વાઘેશ્વરી માતાજી મંદિર ના સાનિધ્યે શ્રી મદ્ દેવિ ભાગવત કથા ડો.કૃણાલભાઈ જોષીના વ્યાસાસને ચાલી રહેલ છે, આજરોજ કથા પ્રસંગમાં શ્રી ભુવનેશ્વરી માતાજી નો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. પુષ્પપાંખડી થી માતા નુ સ્વાગત થયેલ, બહેનોએ રાસ-ગરબા સાથે ઉત્સવ ઉજવ્યો હતો અને સમગ્ર પ્રભાસની ભૂમિમાં હર્ષોઉલ્લાસ સાથે જય અંબે નો નાદ…
Read More