ભાવનગર ખાતે 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. તેને નિવારવા અંગે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી દરેક વાહનચાલકોને અકસ્માત નિવારવા માટેના અવેરનેસ કાર્યક્રમો થકી માહિતગાર કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાનાં ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા ટ્રાફિક પોલીસ, ભાવનગર તેમજ આર.ટી.ઓ., ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ૩૩ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનાં ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૧ થી ૧૭ જાન્યુઆરી સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો જુના સી ડીવીઝન પોલીસ સ્ટેશન કેમ્પસ ખાતેથી પ્રારંભ…

Read More

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને બી.આર.સી ભવન ઘોઘંબા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ગોધરા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બી.આર.સી ભવન તાલુકા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં “કિશોરી કુશળ બનો સશક્ત અને સુપોષીત કિશોરી અભિયાન” મેળાની ઊજવણી કરાઈ હતી. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન તથા મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદ્દ્બોધન રજૂ કરાયું હતું જેમાં કિશોરીઓને પૂર્ણાયોજના અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કિરણબેન તરાલે દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો“ યોજના વિશે માહિતી આપી હતી. આ સાથે આરોગ્યની ટીમ દ્વારા આરોગ્ય અને પોષણ અંતર્ગત…

Read More

બોટાદને ચિત્રનગરી બનાવવાની કામગીરી પૂરજોશમાં

હિન્દ ન્યુઝ, બોટાદ આગામી 26મી જાન્યુઆરી,પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન મુજબ તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચુક્યો છે. ત્યારે બોટાદને ચિત્રનગરી બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. બોટાદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી.બસ સ્ટેશનની દીવાલ પર ચિત્રો દોરવામાં આવ્યાં હતાં. સરકારી હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ ઝાપડીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ‘આઝાદી અમર રહો’નો સંદેશ આપતા સુંદર ચિત્રો વડે બસ સ્ટેન્ડની દીવાલો સુશોભિત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે બોટાદના મહત્વના રસ્તાઓની દીવાલો પર ચિત્રો દોરી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનું અનેરૂં યોગદાન આપી રહ્યા છે. આગવી…

Read More

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી પુરજોશમાં

હિન્દ ન્યુઝ, બોટાદ આગામી પ્રજાhસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,બોટાદ શહેરની સફાઇની કામગીરી માટે ગઢડા, બરવાળા અને ધંધુકા નગરપાલિકાની ટીમો આવી છે જે અન્વયે ગઢડા નગરપાલિકાની સફાઇની ટીમ દ્વારા ગઢડા રોડ, બરવાળા નગરપાલિકાની ટીમ દ્વારા સાળંગપુર રોડ, ધંધુકા નગરપાલિકાની ટીમ દ્વારા પાળીયાદ રોડ સફાઇની કામગીરી કરી રહ્યાં છે.…

Read More

બોટાદ આરટીઓ અને જિલ્લા પોલીસ દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, બોટાદ આજરોજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો બોટાદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તેમજ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સહયોગથી યોજવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૭ જાન્યુઆરી સુધી નાગરિકોને ટ્રાફિકના નિયમોથી ઉજાગર કરવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પ્રત્યેક નાગરિકની ફરજ છે. આ બાબતે જાગૃતિ કેળવાય એ અત્યંત આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતિ સમાજના દરેક વર્ગને સ્પર્શતો…

Read More

ગીર સોમનાથમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ૧૬ દેશ અને ૭ રાજ્યોના ૫૯ પતંગબાજો બતાવશે કૌવત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           સદભાવના ગ્રાઉન્ડ ખાતે ગીર સોમનાથમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. G20 થીમ પર આધારીત આ પતંગોત્સવમાં મોરક્કો, સાઉથ આફ્રિકા, મેક્સિકો, મોરેશિયસ, લિથુઆનિયા, લેબેનોન, પોલેન્ડ સહિત ૧૬ દેશ અને ૭ રાજ્યોના ૫૯ પતંગબાજો પતંગના કરતબો દર્શાવશે. આ ભવ્ય પતંગોત્સવને માણવા માટે વહીવટી તંત્રએ તમામ શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે ૧૧ જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાશે. જેની તૈયારીના ભાગરૂપે કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાએ વિવિધ મુદ્દે શીર્ષ અધિકારીઓને…

Read More