હિન્દ ન્યુઝ, ઓલપાડ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના સહયોગથી કિશોરી કુશળ બનો કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકામાં તળાદ માધ્યમિક શાળા ખાતે તાલુકા પંચાયત અમિતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા દિવ્યાબેન દેસાઈ અને મહિલા મોરચા ઓલપાડ પ્રમુખની ઉપસ્થિતિમાં સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો હતો. આ અવસરે અધ્યક્ષ અમિતભાઈ પટેલે કિશોરીઓને નિયમિત આંગણવાડી સેવાઓનો લાભ લેવા તથા પૂર્ણા શકિતમાંથી વિવિધ વાનગીઓ બનાવી ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ઓલપાડ દ્વારા કિશોરીઓને નિયમિત લોહતત્વની ગોળી લેવા સમજ આપી તેમજ કિચન ગાર્ડનના મહત્વ સમજાવ્યું હતું. સાથે ઉપસ્થિત…
Read MoreDay: January 4, 2023
કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે કરૂણા અભિયાનના અમલીકરણ સંદર્ભ સમીક્ષા બેઠક મળી
હિન્દ ન્યુઝ, ભુજ મકરસંક્રાતિ નજીક આવી રહી છે. અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી રાજયભરમાં કરૂણાઅભિયાનનો પ્રારંભ કરશે. જે અંતર્ગત આજરોજ કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છમાં કરૂણા અભિયાનને લઇને થનારી કામગીરી અને વ્યવસ્થાની સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી હતી. કચ્છમાં તા.૧૦થી ૨૦ સુધી કરૂણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી…
Read Moreતા. ૦૪ જાન્યુઆરી : વર્લ્ડ બ્રેઈલ ડે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી
હિન્દ ન્યુઝ, રાજકોટ અંધ વિદ્યાર્થીનીઓ માટે રાઇટર તરીકે સેવા આપવા ઈચ્છુકોએ સંસ્થાનો સંપર્ક કરવા સંસ્થા દ્વારા અનુરોધ આ વાત કદી ના ભુલાય… જમતા પહેલા પ્રભુને યાદ કરાય, આ વાત કદી ના ભુલાય.. રોજ મંદિરે દર્શન કરવા જવાય, આ વાત કદી ના ભુલાય.. આ ગીત ગાતા-ગાતા હીંચકે ઝુલતી સાત વર્ષની અંધ દીકરી મંદિરા પોતાની વ્યથા ભૂલીને જીવન જીવવાની નવી રાહ ચીંધે છે. જ્યારે એવું લાગે કે જીવનમાં અનેક સમસ્યાઓ છે ત્યારે રાજકોટના ઢેબરભાઈ રોડ પર આવેલ વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની મુલાકાતે જઈએ તો ખ્યાલ આવે કે આપણી મુશ્કેલીઓ…
Read Moreતા. ૨૬/૧૨/૨૦૨૨ થી તા. ૦૧/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૬૪ પશુઓ પકડવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૨૬/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો સહકાર મેઈન રોડ, નંદા હોલ, બાલાજી પાર્ક, શિવરંજની પાર્ક, કોઠારિયા મેઈન રોડ, કોઠારિયા સોલવન્ટ, શિતળાધાર, હરિદ્વાર પાર્ક, વ્રુંદાવન પાર્ક, સોલવન્ટ મેઈન રોડ, વ્રુંદાવન સોસાયટી, હરિદ્વાર સોસાયટી, રસુલપરા મેઈન રોડ, વાવડી મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૪૦(ચાલીસ) પશુઓ, પાટીદાર ચોક, રૈયાધાર, ધરમનગર મેઈન રોડ, વૈશાલીનગર, સહકારનગર રોડ, ભોમેશ્વર મહાદેવ રોડ, રૈયા રોડ, આમ્રપાલી ફાટક, મોચીનગર, શ્યામનગર, મારવાડી વાસ, ગોપાલ ચોક, ભીડભંજન સોસાયટી, બંસીધર પાર્ક, રૈયાધાર એનિમલ હોસ્ટેલની પાછળ, શાસ્ત્રીનગર પાછળ, હવિલી મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૨૭(સત્તાવીસ) પશુઓ, મનહરપુર, વિનાયક વાટીકા, દર્શન પાર્ક, વૈશાલીનગર, છોટુનગર, બજરંગવાડી, ભારતીનગર, ગોવિંદનગર, લાખનો બંગલો રોડ, રૈયાધાર મેઈન રોડ, ધરમનગર( સ્ટ્રલીંગ હોસ્પીટલની બાજુમાં) તથા આજુબાજુમાંથી ૩૮(આડત્રીસ) પશુઓ, ચુનારવાડ, ભગવતી પરા મેઈન રોડ, ચુનારવાડા શાક માર્કેટ, ભાવનગર રોડ, બેડીપરા, આજી જી.આઈ.ડી.સી. તથા આજુબાજુમાંથી ૧૮(અઢ્ઢાર) પશુઓ, કટારીયા ચોકડી, કણકોટ પાટીયા, મુંજકા ગામ મેઈન રોડ, પચ્ચીસ વારીયા ક્વાર્ટર્સ, અવધ રોડ, મોટા મોવા પુલ પાસે, લક્ષ્મી નો ઢોરો, કાલાવડ રોડ તથા આજુબાજુમાંથી ૨૦(વીસ) પશુઓ, અનમોલ પાર્ક, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, છપ્પનીયા ક્વાટર્સ, મેંગો માર્કેટ, હુડકો ક્વાર્ટર્સ, શિવમનગર કો. સોસાયટી, મંચ્છાનગર, ખટારા સ્ટેન્ડ પાસે, શિવનગર, ચામુંડા સોસાયટી, શ્રીરામ…
Read More