હિન્દ ન્યુઝ, થરાદ
આયુર્વેદ શાખા, આયુષમેડીકલ એસોસિએશન થરાદ સાથે સહયોગી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા નડેશ્વરી હોસ્પિટલ થરાદ ખાતે કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં પરિષદના સભ્યો ડો.હિતેન્દ્રભાઈ, ડો.મેહુલ ભાઈ નાયક, જયપ્રકાશ જોશી મંત્રી વિપુલભાઈ ચૌધરી, વિનોદભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા. આ ઉકાળા વિતરણ નો લાભ થરાદનાં પ્રજાજનોએ મેળવ્યો હતો.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
