હિન્દ ન્યુઝ, મહીસાગર
3જી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વય જૂથના કિશોર-કિશોરીઓ માટે કોરોના સામે રક્ષણ આપતી રસીના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ 15 થી 18 વય જૂથના કિશોર-કિશોરીઓ માટે કોરોના રસીકરણનો પંચમહાલ સાંસદની ઉપસ્થિતમાં થયો પ્રારંભ થયો હતો. કિશોર-કિશોરીઓ કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવી પોતાને કોરોનાથી કર્યા રક્ષિત.

કોરોનાથી રક્ષિત થવા કોરોના રસીકરણ એક અબોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યું છે અને સરકાર દ્વારા 18 વર્ષ થી વધુ વય જૂથના નાગરિકોને રસી આપી કોરોના સામે રક્ષણ આપ્યું છે અને હવે રાજ્ય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વય જૂથના કિશોર-કિશોરીઓ માટે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે કોરોના રસીના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 225 સબ સેન્ટર, 35 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ જિલ્લામાં આવેલ તમામ શાળાઓમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ પંચમહાલ સાંસદ રતનસિંહ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સ્વપ્નીલ શાહની ઉપસ્થિતમાં કરવામાં આવ્યો જેમાં લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલયના 15 થી 18 વય જુથના કિશોર-કિશોરીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ કોરોનાથી રક્ષિત થયા હતા અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના કુલ 66 હઝાર 932 કિશોર-કિશોરીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે મોટા ભાગના બાળકો અને વાલીઓમાં રસીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રસી સુરક્ષિત હોવાની સાથે શાળાઓમાં રસી મુકાતી હોવાથી બીક વગર રસી મુકાવે છે અને અન્યને પણ રસી લઈ લેવા પીલ કરે છે. બીજી બાજુ કડાણા અને સંતરામપુર તાલુકાઓ આદિવાસી વિસ્તાર હોવાથી કોરોના વિરોધી રસી લેવા વિસ્તારની શાળાઓમાં બાળકોના વાલીઓ રસી મુકવા માટેના સંમતિપત્રકમાં સહી કરતા ખચકાટ કરી રહ્યા છે જો કે સ્વાસ્થ્ય વિભાગ અને શાળાઓ દ્વારા વાલીઓને મનાવીની રસી મુકાવી લેવાનો આગ્રહ કરી રહ્યા છે જેને લઈને વાલીઓ માની રહ્યા છે અને બાળકોને રસી મુકાવી રહ્યા છે કોરોના રસીકરણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી રસી નુકશાનકારક હોવાની અફવાઓ અને અંધશ્રદ્ધા ને કારણે મોટી વયના લોકો પણ રસી લેતા ખચકાતા હતા ત્યારે હાલ બાળકોની રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે અમુક વાલીઓ અજ્ઞાનતાના કારણે રસી મુકવાની સંમતિ આપતા ન હતા જો કે શાળા સંચાલકો અને આરોગ્ય વિભાગ દ્વારા સમજાવટ બાદ આખરે મોટા ભાગના વાલીઓ સંમત થયા અને પોતાના બાળકોને રસી મુકાવી લીધી છે. કડાણા તાલુકામાં 15 થી 18 વર્ષના બાળકોને 100 ટકા રસી મુકવામાં આવી છે જ્યારે જિલ્લામાં 50 ટકાથી વધુ બાળકોને રસી મૂકી દેવામાં આવી છે, બાળકો, વાલીઓ, શાળા સંચાલકો ઉપરાંત સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ પણ બાકી બાળકોને રસી મુકાવવા અપીલ કરી રહ્યા છે.
રિપોર્ટર : વિજય ડામોર, મહીસાગર

