ઓલપાડ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ઓલપાડ 

       મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના સહયોગથી કિશોરી કુશળ બનો કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકામાં તળાદ માધ્યમિક શાળા ખાતે તાલુકા પંચાયત અમિતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા દિવ્યાબેન દેસાઈ અને મહિલા મોરચા ઓલપાડ પ્રમુખની ઉપસ્થિતિમાં સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો હતો. આ અવસરે અધ્યક્ષ અમિતભાઈ પટેલે કિશોરીઓને નિયમિત આંગણવાડી સેવાઓનો લાભ લેવા તથા પૂર્ણા શકિતમાંથી વિવિધ વાનગીઓ બનાવી ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ઓલપાડ દ્વારા કિશોરીઓને નિયમિત લોહતત્વની ગોળી લેવા સમજ આપી તેમજ કિચન ગાર્ડનના મહત્વ સમજાવ્યું હતું. સાથે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સિગ્નેચર કેમ્પેઇનમા ભાગ લઈ તથા કુપોષણ નિવારવા પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓને જુદા જુદા વિભાગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય અને પોષણનું મહત્વ, બેંકીગની સેવાઓનો લાભ, શિક્ષણનું મહત્વ, બેટી બચાવો બેટી પઢાવોનો હેતુ, કાનુની સહાય, જાડા ધાન્યનું ખોરાકમાં મહત્વ જેવા વિષયો પર માહિતી આપવામાં આવી હતી.

આ અવસરે તંદુરસ્ત કિશોરીઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે ધોરણ-૧૦ માં અભ્યાસ કરતી હેની ધર્મેશ પટેલે બેટી બચાવો બેટી પઢાવો વિષયને અનરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે મુંન્ધવા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી-ઓલપાડના શ્રીમતી ભારતીબેન, પી.કે.રાઠોડ, PSI – ઓલપાડ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.કૃણાલ જરીવાલા, કૃષિ વિકાસ વિભાગ નીરવભાઈ પટેલ, દહેજ પ્રતિબંધક સરક્ષણ અધિકારી કી.વી.લકુમ, સમાજ સુરક્ષા અધિકારી કૌશિક વ્યાસ, શ્રમ અને રોજગાર વિભાગ નિગ્નશ ત્રિપાઠી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નગીનભાઇ પટેલ, એડવોકેટ જિલ્લા કાનુની સેવા સતા મંડળ ભગવતિભાઈ પટેલ, બેંક ઓફ બરોડા ઓલપાડ બ્રાન્ચ મેનેજર દિનેશભાઈ પટેલ, તથા તમામ આઇ.સી.ડી.એસ. સ્ટાફ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment