મહુવાના કુંભણ શાળાના ઇનોવેટીવ શિક્ષક દંપતીનું તાલુકા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટિવ શિક્ષક દંપતિ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીનું મહુવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા વાઘનગર ખાતે તાલુકાના ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. ઇનોવેટીવ શિક્ષક દંપતિ રમેશભાઈ બારડ અને શિતલબેન ભટ્ટી મોન્ટેસરી શિક્ષણ અને ગિજુભાઈ બધેકાના શ્રેષ્ઠતમ વિચારોને વર્તમાન સમય સાથે અનુબંધ કરીને રમકડાં દ્વારા શિક્ષણ આપી રહ્યા છે. તેઓ બે વર્ષથી જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પોતાના શિક્ષણના નાવિન્યપૂર્ણ પ્રયોગો પ્રદર્શિત કરે છે. રમેશભાઈ બારડ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા છે અને બેન શિતલબેન ભટ્ટી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક…

Read More

ભાવનગર જિલ્લાના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું મંત્રી દ્વારા સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની અંતર્ગત ભાવનગરનાં તળાજા માં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોએ સરાહનીય કામગીરી કરનારા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠીઓ-સામાજીક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ઋષિરાજ ગોહિલ (૧૦૮ પાઈલોટ), કાર્તિક દવે (૧૦૮ EMT), આશિષ સોલંકી એમ.એચ.યુ એક્સલન્સ સર્વિસ, નરેશભાઈ રાઠોડ ( ખીલખીલાટ એક્સલન્સ એવોર્ડ), શંભુસિંહ પ્રવીણસિંહ સરવૈયા (જિલ્લા કમાન્ડન્ટ), પ્રણવકુમાર દેવેન્દ્રભાઈ વ્યાસ (અગ્નિશમન અધિકારી), ચૌહાણ સાગર મનસુખભાઈ (રાજ્ય કક્ષા સ્પે. ખેલ મહાકુંભ, લાંબીકૂદ), ચીફ ઓફિસર (તળાજા), હિપાભાઈ બાલુભાઈ ભૂંકણ (ખેત ઉપજનું પ્રોસેસિંગ/મૂલ્યવર્ધન), ડો. સંદીપ વર્મા (વેટરનરી ઓફીસર) તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભંડારીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર…

Read More

ભુજ સ્મૃતિવન ખાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો

હિન્દ ન્યુઝ, ભુજ       દુશ્મનોની આંખમાં આંખ મીલાવીને વાત કરનારૂ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ચાલતું નવું ભારત છે. ત્યારે દરેક દેશવાસી, રાજયવાસી તથા કચ્છવાસી દેશના વિકાસ યજ્ઞમાં સમાજસેવા, પર્યાવરણનું રક્ષણ, વ્યસન અને નાતજાતના ભેદભાવને તિલાંજલી, પ્રાંતવાદને નષ્ટ કરીને રાષ્ટ્રવાદને ઉજાગર કરતી વસુધેવ કુટુમ્બકમની ભાવના સાથેના પવિત્ર વિચારોની આહુતિ આપે તેવી અપીલ ભુજના સ્મૃતિવન ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને કચ્છના પ્રભારીમંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ કરી હતી.         આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ ૧૧ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રીએ કચ્છની ખમીરવંતી…

Read More

સોમનાથના સાનિધ્યમાં દેશના 74માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સોમનાથ           સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબીંદુ છે.  સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નીર્માણની ચળવળ એક સાથે શરૂ થઇ હતી. સરદાર વલ્લભભાઇ પટેલ, કનૈયાલાલ મુન્શી, જામ સાહેબ દિગ્વિજયસિંહ, કાકા સાહેબ ગાડગીલ સહિતના મહાનુભાવો આ પાવન કાર્યમાં જોડાયેલ અને સરદારના સમુદ્ર જળથી લીધેલ મંદિર પુનઃનિર્માણનો સંકલ્પ, 11 મે 1951 એ ગર્ભગૃહનું લોકાર્પણ અને ત્યારબાદ 1 ડીસેમ્બર 1995 એ તત્કાલીન રાષ્ટ્રપતી ડો.શંકરદયાલ શર્માના કર કમલોથી કળશ અનાવરણ વિધિ અને મંદિર લોકાર્પણ સાથે પુર્ણ થયો હતો.           આજરોજ 74’માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં…

Read More

વસંતપંચમી નિમિત્તે સોમનાથ મંદિર પરિસરમાં માતા સરસ્વતીની વંદના કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વસંત પંચમીના પાવન પર્વ પર માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરવામાં આવી હતી. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો તેમજ સોમનાથ મંદિરના પૂજારી ગણ દ્વારા માતા સરસ્વતીની આરાધના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ, અને સોમનાથ દર્શને આવેલ દર્શનાર્થિઓ પણ સરસ્વતી પૂજનમાં જોડાયા હતા. વસંત પંચમી નું માહાત્મ્ય:- ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા…

Read More

ગીર સોમનાથ જિલ્લાકક્ષાના ૭૪ પ્રજાસત્તાક પર્વમાં સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળાગીર જાંબુરના હીરાબાઈ લોબીનુ કરાયુ સન્માન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હીરાબાઈએ સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા જાંબુરના હીરાબાઈ લોબીને ગીર સોમનાથ જિલ્લાકક્ષાના ૭૪ પ્રજાસત્તાક પર્વમાં કલેકટર રાજદેવસિંહ ગોહેલ તેમજ અન્ય મહાનેભાવો દ્વારા સન્માનિત કરાયા હતાં.             હીરાબાઈ લોબીએ જણાવ્યુ હતુ કે, હુ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂકી હતી અને મારો  ઉછેર  દાદીમાએ કર્યો છે. મે મારા જીવનમા બીજાનુ ભલુ થાય તે માટે ઘણા સંઘર્ષો કર્યા છે સારુ કરવાની ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત સીદી મહિલાઓ આત્મનિર્ભર બને…

Read More

કોડીનારમાં પ્રજાલક્ષી યોજનાઓનો ટેબ્લોનાં માધ્યમથી નિદર્શન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સોમનાથ જિલ્લાનાં “પ્રજાસત્તાક પર્વ” ની નગરપાલીકા સ્ટેડીયમ કોડીનારમાં ગરીમાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટેબ્લો લોકો માટે માહિતીસભર આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.             જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હરિયાળુ વન ગ્રામ વન સ્ટ્રીટ વાવેતર,જિલ્લા પુરવઠા વિભાગે મોડલ વ્યાજબી ભાવની દુકાન , જિલ્લા ખેતીવાડી વિભાગએ  પ્રાકૃતિક ખેતી,  નાયબ બાગાયત વિભાગએ બાગાયત ખેતી સમૃદ્ધિ ખેતી, આરોગ્ય વિભાગનાં આયુષ્માન ભારત પ્રોગ્રામ ઓફિસર આઈ સી ડી એસએ આઈસી ડી એસ  દ્વારા આપવામા આવતી સેવાઓ, મદદનીશ મત્સ્યોધોગ નિયામક દ્વારા દરિયાઈ સુરક્ષા, નાયબ પશુપાલન વિભાગ દ્વારા ચાફ કટર નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચ સ્તંભ યોજના , વાસમો જળ જીવન મિશન નલ…

Read More

ભરીને માણ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કોડીનાર નગરપાલીકા સ્ટેડીયમ ખાતે વિવિધ શાળા કોલેજોનાં બાળકો દ્વારા પ્રસ્તુત થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ અનેરી જમાવટ કરી હતી.           સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણની બહેનોએ  સામુહિક યોગ નિદર્શન કર્યુ હતુ ત્યારબાદ શ્રી ભ.ભા.વિદ્યાલયનાં કોડીનારની બહેનોએ મોર બની થનગનાટ કરે લોકગીત પર રાસ કરીને  સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, દેશ ભક્તિ ગીત તેરી મિટટીમે મિલજાવા વિરાટ નગર પ્રાથમિક શાળા કોડીનાર બહેનોએ દેશભક્તિસભર માહોલનું સર્જન કર્યું હતું. તેમજ આદિવાસી નૃત્ય કે.જી .બી.વી દેલવાડા બહેનોએ, સમુહ નૃત્ય જય જય ગરવી ગુજરાત  જવાહર નવોદય વિદ્યાલય કોડીનાર, પિરામિડ  માધ્યમિક શાળા અરણેજ, સ્ત્રી શસક્તિકરણ દર્શાવતી કૃતી…

Read More

કે.આઇ.મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

હિન્દ ન્યુઝ, માંગરોળ     માંગરોળમાં એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલ ના પ્રાંગણ માં પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વ નિમિતે કેનેડાથી પધારેલ સમારંભ ના અધ્યક્ષ મહેબૂબભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. તે નિમિતે વિદેશથી પધારેલ મહેમાનો, મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ, ટ્રસ્ટ ના અન્ય હોદેદારો, શાળા ના આચાર્યો, શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન આચાર્ય ઉઘરાતદર નજમુનીશાએ તેમજ સંચાલન રિયાઝ પટેલ એ કર્યું હતું. કાર્યક્રમ ના અંતે રાષ્ટ્રગાન કરી સૌ છુટા પડ્યા હતા. રિપોર્ટર : આશિફ બેલીમ, માંગરોળ  

Read More

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામ માં પ્રાથમિક શાળામાં ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર રાષ્ટ્રીય તહેવાર ભારતમાં હર્ષ અને ગૌરવભેર ઉજવવામાં આવે છે ત્યારે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામના પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ધ્વજ વંદન ફરકાવવા આવ્યું ત્યાર બાદ વીર સંજય પટેલ ના સ્ટેચ્યુ ને શ્રધ્ધાંજલિ આપવાવામાં આવી બાદ શાળા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રાથમિક શાળાની વિધ્યાર્થિનીઓ એ પ્રાર્થના અને સ્વાગતગીત, રાષ્ટ્રગીત ની સાથે સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ પણ કરવામાં આવ્યો આ કાર્યકર્મ માં ગામ ના દરેક નાગરિકોએ પણ શાળા માં હાજરી આપી હતી.  રિપોર્ટર : મોહિન…

Read More