કે.આઇ.મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

હિન્દ ન્યુઝ, માંગરોળ

    માંગરોળમાં એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલ ના પ્રાંગણ માં પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વ નિમિતે કેનેડાથી પધારેલ સમારંભ ના અધ્યક્ષ મહેબૂબભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. તે નિમિતે વિદેશથી પધારેલ મહેમાનો, મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ, ટ્રસ્ટ ના અન્ય હોદેદારો, શાળા ના આચાર્યો, શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન આચાર્ય ઉઘરાતદર નજમુનીશાએ તેમજ સંચાલન રિયાઝ પટેલ એ કર્યું હતું. કાર્યક્રમ ના અંતે રાષ્ટ્રગાન કરી સૌ છુટા પડ્યા હતા.

રિપોર્ટર : આશિફ બેલીમ, માંગરોળ

 

Related posts

Leave a Comment