હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ચૂંટણી દરમ્યાન વ્યકિતગત અથવા રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી પત્રિકાઓ, પેમ્પલેટસ, પોસ્ટરો કે જે કોઈ ચૂંટણી અંગેનું સાહિત્ય પ્રેસમાં છપાવવામાં આવે તેની ચાર નકલો અને પ્રેસના માલિકે (પ્રકાશકે) નમુના-“ક”માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) તેમજ પ્રસિધ્ધ કરનાર વ્યકિતએ નમુના “ખ” માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) સાથે સાહિત્ય છાપકામોની ચાર પ્રતો અત્રેની કચેરીએ તથા બે પ્રતો સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને મોકલવા દરેક પ્રેસ માલિકો/સંચાલકોને લખવામાં આવેલ પત્રની નકલો આ સાથે સામેલ રાખી મોકલેલ છે.
પ્રકાશકે રજૂ કરવાના એકરાર પત્ર સાથે ચૂંટણીના ભીતપત્રો, ચોપાનીયા વગેરેના મુદ્દણને લગતી માહિતી રજૂ કરવા માટેનો પ્રફોર્મામાં મુદ્રકનું નામ અને સરનામુ, પ્રકાશકનું નામ અને સરનામું, પ્રકાશકના છાપકામ – હૂકમની તારીખ, પ્રકાશકના એકરારપત્રની તારીખ, ચૂંટણીના ભીતપત્રો, ચોપાનીયા વગેરેની ટૂંકી વિગતો, ઉકત દસ્તાવેજોની મુદ્દીત નકલોની સંખ્યા, મુદ્દણની તારીખ, ઉકત દસ્તાવેજોની બાબતમાં પ્રકાશક પાસેથી વસુલ કરવામાં આવતું મુદ્દણ ખર્ચ (કાગળના ખર્ચ સહિત),સ્થળ,મુદ્રકની સહી, તારીખ, મુદ્રકનો સિકકો સહિતની વિગતોનો સમાવેશ થાય છે. તો આપના તાલુકામાં આવેલ પ્રેસ માલિકોને તેની નકલો પહોંચતી કરી સ્થળપ્રતે સહી લઈને સહિવાળી નકલ અત્રેની કચેરીને દિન-૪માં મોકલી આપવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફરમાવવામાં આવ્યું છે.
