જસદણ શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાય

હિન્દ ન્યુઝ, જસદણ

       જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આંતકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” દ્વારા દુશ્મનોને માત આપી જેના માનમાં જસદણ શહેર ભાજપ દ્વારા ‘તિરંગા યાત્રા’ યોજાય, તેમા મોટી સંખ્યામાં રાજકિય સામાજિક આગેવાનો જોડાયા હતા. કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના માર્ગદર્શન હેઠળ ભારતીય સેનાને બિરદાવવા શહેર ભાજપ દ્વારા આયોજિત તિરંગા યાત્રા વીંછિયા રોડ પર કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રસ્થાન કરાવેલ તિરંગા યાત્રામાં શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ, જિલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ, ચંદુભાઇ કચ્છી, નગર પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણી, ઉપપ્રમુખ લાલભાઈ થડેશ્વર, પુર્વ યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ સહિતના પાર્ટીના આગેવાનો કાર્યકરો તિરંગા યાત્રામા જોડાયા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment