વનચેતના કેન્દ્ર ભાવનગર હેઠળ ઉચ્ચપગારની નોકરીની ખોટી તેમજ લોભામણી જાહેરાતથી ચેતવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર

 પરપ્રાંતિય લેભાગુ તત્વો દ્વારા વનચેતના કેન્દ્ર ભાવનગર હેઠળ ઉચ્ચપગારની નોકરીની ખોટી તેમજ લોભામણી જાહેરાત આપવામાં આવેલ છે. વનવિભાગ હેઠળ આવી કોઇ નોકરીની જાહેરાત આપવામાં આવેલ નથી. લેભાગુ તત્વો દ્વારા આવી લોભામણી જાહેરાતથી નાણાકિય છેતરપીંડી થવાની સંભાવના રહેલી છે. આથી આવી લોભામણી જાહેરાતથી દુર રહેવા તમામ જાહેરજનતાએ નોંધ લેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજિક વનીકરણ રેન્જ, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Related posts

Leave a Comment