“સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે શહેરના બેન્કવેટ હોલ/વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્સીઓને3R (Reduce, Reuse and Recycle)  Initiatives માર્ગદર્શન અંગે કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

      “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે 3R (Reduce, Reuse and Recycle)  Initiatives અંગે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા આરોગ્ય શાખા દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૩ના રોજ શહેરના બેન્કવેટ હોલ/વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્સીઓને માર્ગદર્શન અંગે કેમ્પ યોજાયો.

આ કેમ્પમાં તેઓ દ્વારા થતા તમામ કાર્યક્રમમાં 3R પ્રિન્સીપલનું પાલન કરી, રીયુઝેબલ કટલેરી તથા વાસણોનો ઉપયોગ કરવા તેમજ પ્રતિંબધીત પ્લાસ્ટીક અને ૨૦૦ ML કે તેથી નાની બોટલનો ઉપયોગ ન કરવા અંગેની સમજણ આપવામાં આવેલ.

આ તકે ઉપસ્થિત તમામ એજન્સીઓ દ્વારા તેઓના તમામ કાર્યક્રમોમાં 3R પ્રિન્સીપલ મુજબ ઉત્પન્ન થતાં કચરાને રીયુઝ, રીસાઇકલ તેમજ રીડયુસ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાને સહકાર આપશે તેવી બાહેધરી આપવામાં આવેલ છે. 

Related posts

Leave a Comment