શિહોર તાલુકાના સણોસરા પી.એચ.સી. ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

શિહોર તાલુકાના સણોસરા પી.એચ.સી. કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૪ ગામોના ૬૬ માતાઓની તપાસ કરવામાં આવી હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી, આર. સી. એચ. ઓ. ડો. કોકિલાબેન સોલંકી તથા ટી.એચ.ઓ ડો.કણઝરિયા ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર સણોસરા (તાલુકા શિહોર ) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એચ.સી. સણોસરા નીચે આવતા ૧૪ ગામોના ૬૬ એ. એન. સી. ની તપાસ કરવામાં આવી હતી. આ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.એ.આર.હુનાણી તથા ડો.પ્રકાશ ભટ્ટ દ્વારા તમામની તપાસ કરવામાં આવી હતી. તમામને પૌષ્ટિક નાસ્તો, પોષણ કીટમાં મગ, પ્રોટીન પાવડરના ડબા પણ આપવામાં આવ્યા હતા. જેમાં હાઇરિસ્ક એ. એન. સી. ને જરૂરી આરોગ્યલક્ષી માહિતી ડો.એ. આર. હુનાણી દ્વારા આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment