તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો આયુષ મેળો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકઆયુષની કચેરીગાંધીનગર  ગીર સોમનાથ આયુર્વેદ શાખા દ્વારા આરોગ્ય સમિતિના ચેરમેન નાથાભાઈ વાજાની અધ્યક્ષતામાં લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયુ હતુ. જેમા ૫૨૦૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ તકે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ વિજયસિંહ ગોહિલ દ્વારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત સાથે આયુષમેળા અંગેનું પ્રાયોજન અને કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી તેમજ સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદનું મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નાથાભાઈ વાજાએ આર્યુવેદનુ મહત્વ સમજાવી અને યોગ અને આર્યુવેદ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. મહાનુભાવોઓએ ૧૫ સ્ટોલોની મુલાકાત દરમિયાન માર્ગદર્શન અને આર્યુવેદની સમજ આપવામાં આવી હતી અને ધનવંતરી વંદના આયુષ અધીકારી બહેનો દ્વારા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમનુ સંચાલન ડો. મિત્સુબેન ઠકરારે કર્યુ હતુ અને આભારવિધી પિયુષભાઈ પંપાણીયાએ કરી હતી.

આ મેળામાં આર્યુવેદ નિદાન-૪૮૦થી વધુ લાભાર્થીઓહોમીયોપેથી ચિકિત્સા-૨૫૦થી વધુસુવર્ણપ્રાશન કેમ્પ -૧૯૩થી વધુઉકાળા કેમ્પ-૭૫૦થી વધુહોમીયોપેથી દવા-૩૭૦થી વધુપ્રકૃતિ પરીક્ષણ-૧૩૪ થી વધુ તેમજ જરા ચિકિત્સા -૮૨થી વધુ,અને  પંચકર્મ વન્સપતિઓષધી પ્રદર્શનસ્વસ્થવૃત પ્રદર્શનહર્બલ વાનગી પ્રદર્શનના મળી કુલ ૫૨૦૦ થી વધુ લાભાર્થીઓ આયુષમેળાનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઇ પરમાર ,તાલાલા તાલુકા આરોગ્ય અધિકારી રિધ્ધીબેન કોટડીયાપનુભાઈ કોટડીયામનસુખભાઈ સોંદરવાહરસુખભાઈ પટોડીયા સહિત બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભા લીધો હતો. ઉપરાંત તમામ મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઇ આયુષની જુદી-જુદી અનેકવિધ સેવાઓ અને આયુષમેળાની કામગીરીને બીરદાવી હતી.

Related posts

Leave a Comment