મહેસણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં ૩૭૨૦૩ કિશોરીઓએ રાષ્ટ્રિયબાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

હિન્દ ન્યુઝ, મહેસાણા

           મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણી નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી. આશરે ૩૭૨૦૩ કિશોરીઓએ રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણીમાં ભાગ લીધો હતો. પૂર્ણા દિવસની ઉજવણીમાં સમગ્ર જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની ૩૭૨૦૩ કિશોરીઓએ ભાગ લીધેલો હતો. જેમાં વિજેતા બનેલ કિશોરીઓને સેનેટરી પેડ અને શિલ્ડના પ્રોત્સાહક ઇનામ આપીને સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઊંઝા તાલુકાના કંથરાવી ગામે પ્રોગ્રામ ઓફિસ જિજ્ઞાસા .કે.દવે ની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રોમાં આગણવાડીમાંથી મળતી સેવાઓ, THR ટેક હોમ રાશનના ફાયદા , પોષણ અને આહારની ગુણવત્તા,IFA અને કૃમિનાશકગોળી વિષે, એનિમિયા વિષે, કિચન ગાર્ડન હોવાના ફાયદા, સ્વની ઓળખ , માસિક દરમિયાન સ્વચ્છતા રાખવી જેવાં વિષયો પર નિબંધ સ્પર્ધા કરવામાં આવી હતી. રાષ્ટ્રિય બાલિકા દિવસ તેમજ પૂર્ણા દિવસ ઉજવણી નિમીતે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં કિશોરીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો એમ સંકલિત બાળ વિકાસ યોજનાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસ જિજ્ઞાસા .કે.દવે દ્વારા જણાવાયુ છે.

Related posts

Leave a Comment