વિકાસશીલ ભારતમાં યુવાનોનું બહુવિધ યોગદાન વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    મલ્ટીડીસીપ્લીનરી નેશનલ કોન્ફરન્સ ઓન રોલ ઓફ યુથ ઈન ડેવલોપીંગ ઈન્ડીયા વિષયે ભાવનગરની નંદકુરવરબા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં સભાખંડમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતન ત્રિવેદીનાં અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. 

આ સેમિનારમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી સંલગ્ન જે. કે. સરવૈયા કોલેજ અને માતૃશ્રી નંદકુવરબા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓને સંબોધતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતન ત્રિવેદીએ ઉપસ્થિત યુવાઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, શ્રેષ્ઠ ભવિષ્યના નિર્માણ માટે યુવાઓની ભૂમિકા આવશ્યક છે સાથે ઉચ્ચ શિક્ષણ થકી આજનો યુવાન રાષ્ટ્ર વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. શિક્ષણ સાથે ઇત્તર પ્રવૃતિઓ સંગીત, ચિત્ર, સ્પોર્ટ્સ, ઇન્ફરર્મેશન ટેકનોલોજી વિવિધ સંશોધનોમાં રસ લઇને તેમાં યુવાનધન મહારત હાંસલ કરી તેમનામાં રહેલી ક્ષમતા મુજબ પ્રોત્સાહન પણ જરૂરી છે. આજનાં રાષ્ટ્રીય સેમિનાર થકી યુવાનોને પોતાનાં કૈાશલ્યવર્ધનમાં ઉપયોગી સાબિત થશે.   

આ પ્રસંગે ઉપસ્થિત તારક મહેતા ઉલ્ટા ચશ્માનાં કલાકાર મયુર વાંકાણીએ યુવાનોને સંઘર્ષને સ્વીકારી જીવન ઘડતરમાં આગળ વધવા પોતાનાં જીવનના અનુભવો રજૂ કરી જણાવ્યું કે, આધુનિક યુગના વિજ્ઞાનના નવા આવિષ્કારો, ઉપકરણો, ગેઝેટોમાં રચ્યા-પચ્યા રહેતા યુવાનો વિદેશી સંસ્કૃતિના આંધળા અનુસરણોને ત્યજીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર વારસાને ઉજાગર કરી રાષ્ટ્ર વિકાસમાં પોતાનું કાર્યફલક વિસ્તારવુ જોઇએ. 

આ કાર્યક્રમના પ્રારંભમાં અતિથીઓને આવકારી સંસ્થાનો પરિચય અને રાષ્ટ્રીય સેમિનારનો હાર્દ નંદકુવરબા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટીશ્રી ભરતસિંહજી ગોહેલે આપ્યો હતો. આ પ્રસંગે જે.કે. સરવૈયા કોલેજ અને ગુરૂ ગોવિંદસિંહજી યુનિવર્સીટીના પ્રો.(ડૉ.) મહાવિરસિંહ ડાભી તેમજ અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment