હિન્દ ન્યુઝ, ભાવનગર
ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી ગીરસોમનાથ અને સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા) દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા), હરમડિયા રોડ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભરતી મેળામાં ઓમ એન્ટરપ્રાઇઝ-રાજકોટ, એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ- ઉના, સ્નેહા સર્વિસ શોલ્યુશન મારુતિ સુઝુકી)- મહેસાણા, ડીસેન્ટ મેનપાવર- અમદાવાદ અને વેલસ્પૂન ઈન્ડિયા- અંજાર વગેરે કંપનીઓ હાજર રહી ધો.૧૦, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ), ડિપ્લોમા (ટેકનિકલ ટ્રેડ તમામ) ૧૮ વર્ષથી ૪૦ વર્ષની ઉમર ધરાવતા, તેમજ મૂક-બધીર દિવ્યાંગ રોજગાર વાંચ્છુ ભાઈઓ- બહેનો હાજર રહી શકશે.
આ ભરતી મેળામાં બીપીએલ અને જોબ કાર્ડ (મનેરેગા) ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે તેમજ આ ભરતી મેળામાં ભાઈઓ – બહેનોએ સ્વખર્ચે ભરતી મેળાના સમયે સરકારી આઈ.ટી.આઈ, હરમડિયા રોડ, ઉમેદપરા તા. ગીરગઢડા ખાતે લાયકાતના દસ્તાવેજો સાથે હાજર રહેવાનુ રહેશે તેવું રોજગાર અધિકારી ગીરસોમનાથની યાદીમાં જણાવાયુ છે.